Positive Story: આજના કરિયર ઓરિએન્ટેડ વિશ્વમાં દરેક વ્યક્તિ એક સ્વપ્ન સાકાર કરવા માટે આગળ વધી રહી છે. આવું જ એક સપનું કેરળના કુલી (Kerala coolie Sreenath K ) શ્રીનાથ કે. (shreenath k.) જોઈ રહ્યો હતો. જેણે સિવિલ સર્વન્ટ બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. તેણે માત્ર પોતાનું સપનું જ પૂરું નહીં પરંતુ KPSC, UPSC, UPPSC, RPSC, BPSC જેવી સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઘણા ઉમેદવારો માટે પ્રેરણાસ્ત્રોત પણ બન્યા છે. તેમની સફળતાની ગાથા (Inspirational Story) નોંધપાત્ર છે, કારણ કે તેમણે આ પરીક્ષા કોઈપણ પુસ્તક અને ખાનગી શિક્ષક વિના પાસ કરી છે. આવો જાણીએ તેની રસપ્રદ કહાની.
દીકરીને પોતાના જેવું જીવન આપવા માંગતો ન હતો
શ્રીનાથ મુન્નારનો વતની છે, જે પહેલા કેરળના એર્નાકુલમ રેલ્વે જંકશન પર કુલી તરીકે કામ કરતો હતો. તે એક મધ્યમ વર્ગીય પરિવારનો છે અને તેના પરિવારમાં તે એક માત્ર કમાણી કરે છે. 2018 માં, જ્યારે તે 27 વર્ષનો હતો, ત્યારે તેને સમજાયું કે, કુલીની આવક તેના પરિવાર માટે પૂરતી નથી. તે સમયે તેને એક વર્ષની પુત્રી હતી. શ્રીનાથ ઈચ્છે છે કે, તેણે બાળપણ અને યુવાનીમાં જે મુશ્કેલીઓ જોઈ છે તે તેની દીકરી ન જુએ. આવી સ્થિતિમાં, તેણે પુત્રીને સારું બાળપણ આપવાનું નક્કી કર્યું. રોજની 400-500ની કમાણી કરવા માટે તેણે સવારની સાથે નાઇટ શિફ્ટમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમ છતાં તેનો ખર્ચ પૂરો થતો ન હતો.
કોચિંગ સેન્ટરની ફી તેને પરવડે તેમ ન હતી
શ્રીનાથ હંમેશા પોતાના પરિવાર વિશે વિચારતો હતા અને કોઈપણ રીતે પરિવારનું ભવિષ્ય સુધારવા માંગતો હતો. એક દિવસ તેણે કેરળ પબ્લિક સર્વિસ કમિશન (KPSC)ની પરીક્ષા આપવાનું વિચાર્યું, પરંતુ તે જાણતો હતો કે તે કોચિંગ સેન્ટરની ફી ચૂકવી શકશે નહીં. આ પછી તેણે KPSCની તૈયારી કરવાની બીજી રીત શોધી કાઢી.
રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઈફાઈની મદદથી ઓનલાઈન લેક્ચર સાંભળતો
તે સમયે તેની પાસે તેનો મોબાઈલ હતો. તેને ખબર હતી કે, જાન્યુઆરી 2016માં સરકારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનમાં ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડી છે, ત્યારબાદ તે મુંબઈ સેન્ટ્રલ આવ્યો અને KPSC સિવિલ સર્વિસીસની તૈયારી કરવા લાગ્યો. શ્રીનાથ પાસે જેટલા પૈસા હતા તે તેણે પુસ્તકો પાછળ નહીં પરંતુ ઈયરફોન, મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને સ્માર્ટફોન પાછળ ખર્ચ્યા. હવે તે શ્રીનાથ રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઈફાઈની મદદથી ઓનલાઈન લેક્ચર સાંભળતો હતો.
2018માં KPSC લેખિત પરીક્ષા પાસ કરી હતી
શ્રીનાથે આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્ષ 2018માં કેરળ પબ્લિક સર્વિસ એક્ઝામિનેશન (KPSC) લેખિત પરીક્ષા પાસ કરી. શરૂઆતથી જ, શ્રીનાથ એવી નોકરીની ઈચ્છા રાખતો હતો જે તેને તેના ગામ અને પરિવારની પરિસ્થિતિ બદલવામાં મદદ કરે અને વાજબી માસિક આવક મેળવી શકે. નોંધનીય છે કે, તે હાલમાં સરકારના જમીન મહેસૂલ વિભાગ હેઠળ ગ્રામ્ય ક્ષેત્ર સહાયક તરીકે કામ કરે છે.
તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હું ત્રણ વખત પરીક્ષામાં હાજર થયો છું અને આ પહેલીવાર છે જ્યારે મેં સ્ટેશન પર વાઇ-ફાઇનો ઉપયોગ કર્યો છે. હું ઇયરફોનની મદદથી લેક્ચર સાંભળું છું અને મારા મગજમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવુ છું. આ રીતે હું અભ્યાસ કરુ છું. કામ કરતી વખતે. જ્યારે મને ખાલી સમય મળે છે ત્યારે હું રાત્રે અભ્યાસ કરું છું" તેણે કહ્યું હતું કે, "સ્ટેશન પર ફ્રી વાઇફાઇ સેવાએ તેના માટે આવી તકો ખોલી છે".
તે કુલીની મુશ્કેલ નોકરી પણ આ અભ્યાસ દરમિયાન છોડી શકે તેમ ન હતો. કારણ કે, આ નોકરી તેના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. શ્રીનાથનું જીવન એવા ઘણા લોકો માટે ઉદાહરણ છે જેમને સમાન તકો નથી મળતી પરંતુ તેઓ પોતાના જીવનમાં કાંઇક બનાવવા માંગે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર