IndiGo Airlinesમાં એન્જીનીયરીંગ સ્નાતકોની ભરતી, ફેશર્સ પણ કરી શકે છે અરજી

INDIGO એરલાઇનમાં ભરતી અહીંથી ફટાફટ કરો એપ્લાય

indigo Recruitment 2021 : ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા એન્જિનિયરીંગની વિવિધ નોકરી માટે આવેદનકરો, જાણો ફટાફટ વિગતો અને અહીંથી સીધા જ કરો એપ્લાય

 • Share this:
  Indigo Jobs : નોકરી શોધતા ઉમેદવારોને ઈન્ડિગો એરલાઇન્સ (IndiGo airlines)માં નોકરીની તક મળી શકે છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ટ્રેઇની પોસ્ટ અને એન્જીનીયરીંગ સ્નાતકો (engineering graduates) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે ઉમેદવારો goindigo.app.param.ai પર જઈ અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોનું સંચાલન કરતી ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ દ્વારા ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, મીકેનિકલ અને એરોનોટિકલ વિષયમાં બીટેક થયેલા ઉમેદવારોને નોકરીએ રાખવામાં આવશે.

  IndiGo airlinesમાં નોકરી માટે લાયકાત  : આ નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ 60 ટકા અને તેથી વધુ ગુણ સાથે ધો.10 પાસ કર્યું હોવું જોઈએ. તેમજ કુલ 60 ટકા અને તેથી વધુ સાથે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું હોવું જોઈએ.

  કઈ છે નોકરી?

  ઈન્ડિગોની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નોકરી માટે લાયક ઉમેદવારોને વિમાનના કોમ્પોનેન્ટ, એરક્રાફ્ટ રાઉટિંગ, ફ્લીટ મેનેજમેન્ટ, ટૂંકા ગ્રાઉન્ડિંગ સમય સાથે જાળવણી પ્લાનિંગ, ગોડાઉન અને ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને ફ્રન્ટ લાઇન સપોર્ટનું સમારકામ કરવાનું રહેશે.

  આ પણ વાંચો : IIT Jammuમાં ભરતી : એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

  તાલીમાર્થીઓએ મટીરીયલ્સ, સ્પેર્સ, સાધનો અને ઉપકરણોનું પ્લાનિંગ અને ફાળવણી, સ્પેર્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટની ખરીદી, એરક્રાફ્ટ લીઝિંગ, સી-ચેક વગેરે સહિત લાંબાગાળાના વિમાન મેન્ટેનન્સની કામગીરી પણ કરવી પડશે. આ સાથે વીમા, વોરંટી, બજેટિંગ તેમજ કોસ્ટ કંટ્રોલની કામગીરી પણ કરવાની રહેશે. વધુમાં તેઓએ મેનેજમેન્ટ, લીઝ, વિદેશી વેંડર્સ, ખાસ પ્રોજેક્ટ, અભ્યાસ અને સિસ્ટમની અમલવારી સહિતના કામમાં ભૂમિકા ભજવવી પડશે.

  નોકરીની ટૂંકી વિગતો  પોસ્ટ : એન્જિનિયર ઓફિસર
  લાયકાત : BE-BTech
  પસંદગી પ્રક્રિયા : ઓનલાઇન અરજી દ્વારા
  આવેદન કરવાની ફી ઉલ્લેખ નથી
  ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો  નોકરીની લાલચ આપતા લેભાગુ તત્વોથી સાવધાન

  આ સાથે ઈન્ડિગોએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે, ઇન્ટરવ્યૂ કે નોકરીએ રાખવા માટે ઈન્ડિગો ક્યારે પૈસા માંગતું નથી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં નોકરી વાંછુકોને બોગસ એજન્સીઓ અને પૈસા પડાવતા લોકોથી બચવા સલાહ અપાઈ હતી. પોતાના નિવેદનમાં ઈન્ડિગોએ કહ્યું હતું કે, એરલાઇન ઈન્ટરવ્યુ માટે અથવા તાલીમ આપવા માટે કંપની પૈસાની માંગ કરતી નથી અને કોઈ ચાર્જ પણ લેતી નથી.

  આ પણ વાંચો : AIIMS Recruitment 2021: પ્રાધ્યાપકો માટે સરકારી નોકરીની તક, 37,000 રૂપિયા પગારથી શરૂઆત

  ઈન્ડિગોના સીઈઓ રોન્જોય દત્તાએ કહ્યું હતું કે, બજારના લીડર તરીકે આવી ગેરરીતિઓને શોધવા અને તેના પર લગામ લગાવવાની જવાબદારી અમારી છે. ગુનેગારોને ઓળખવા એરલાઇન કાયદાની એજન્સીઓ સાથે સતત કામ કરી રહી છે અને પોલીસની મદદ થતા લોકોની જાગૃતિના કારણે તેના પર રોક આવશે તેવી આશા છે.
  First published: