Home /News /career /ચાઈનીઝ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ FMGE માટે અયોગ્ય

ચાઈનીઝ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ FMGE માટે અયોગ્ય

Indian Students Studying in Chinese Medical Colleges

ચીન સ્થિત યુનિવર્સિટીઓમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students Studying in Chinese Medical Colleges) ભારતમાં મેડિસિન પ્રેક્ટિસ કરી શકશે નહીં (Ineligible for FMGE, Practicing in India) તેમ ભારતીય દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ચીન સ્થિત યુનિવર્સિટીઓમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students Studying in Chinese Medical Colleges) ભારતમાં મેડિસિન પ્રેક્ટિસ કરી શકશે નહીં (Ineligible for FMGE, Practicing in India) તેમ ભારતીય દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું છે. ઈન્ડિયન એમ્બેસીએ કહ્યું કે "કોઈપણ વિદ્યાર્થી, જે નવેમ્બર 2021 પછી ચીનમાં ક્લિનિકલ મેડિસિન પ્રોગ્રામમાં જોડાયા હોય અને ચીનમાં મેડિકલ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટેનું લાઇસન્સ મેળવવામાં નિષ્ફળ જાય તેઓ વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (Foreign Medical Graduate Examination)માં ભાગ લેવા માટે અયોગ્ય રહેશે."

    બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy in Beijing) ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે.

    એમ્બેસીએ ચીનના સંબંધિત સત્તાવાળાઓ અને મેડિકલ કોલેજોને વિનંતીપત્ર સાથે જાણ કરી હતી કે, તેઓએ ક્લિનિકલ મેડિસિન પ્રોગ્રામ માટે ચીન આવતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષિત, ટ્રેઈન્ડ અને યોગ્ય-લાયક હોય જેથી તેઓ ભારતીય નેશનલ મેડિકલ કમિશન(NMC)ની ઉપરોક્ત જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેની ખાતરી કરવી જોઈએ.

    આ પણ વાંચો: શું તમે ધોરણ 10 કે 12મુ પાસ છો? તો ગુજરાત સર્કલ પોસ્ટ ઓફિસમાં મળી શકે છે નોકરી, 80 હજારથી વધુ પણ છે પગાર

    શું ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં તબીબી પ્રેક્ટિશનર લાઇસન્સ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ પણ ચીનમાં તેમની મેડિકલ સ્ટડી પૂર્ણ કર્યા પછી ‘સહાયક ડૉક્ટર’ના પદ પર ચાઈનીઝ હોસ્પિટલોમાં કામ કરી શકે છે કે નહિ જેથી તેઓ આજીવિકા મેળવવા સક્ષમ બને અને શિક્ષણ લોન પરત ચૂકવી શકે? આ અંગે જવાબ આપતા દૂતાવાસે કહ્યું કે આ અંગે સંબંધિત ચીની સત્તાધીશો સાથે સંપર્ક કર્યો છે જેથી આવા વિકલ્પ અંગે સ્પષ્ટતા થાય. એમ્બેસીએ કહ્યું કે ચીન તરફથી કોઈપણ માહિતી પ્રાપ્ત થશે ત્યારે તેને ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા જાહેર કરાશે.

    પ્રેસ રિલીઝમાં એમ્બેસીએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા તરફથી ચીનમાં ક્લિનિકલ મેડિસિન પ્રોગ્રામનો અભ્યાસ કરી રહેલ ભારતીય વિદ્યાર્થીઓની નેશનલ મેડિકલ કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવતી ક્વોલિફાઈંગ પરીક્ષામાં હાજર રહેવાની પાત્રતા અંગે અનેક સવાલો ચાલુ જ છે.

    આ અંગે સ્પષ્ટતા કરતા દૂતાવાસના અધિકારીએ કહ્યું કે કલમ 4(b)માં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ફોરેન મેડિકલ સ્ટુડન્સોશ એ "સંબંધિત પ્રોફેશનલ રેગ્યુલેટરી સંસ્થા સાથે રજિસ્ટર થયેલ હોવા જોઈએ અથવા જે દેશમાં મેડિકલ ડિગ્રી લેવામાં આવી છે ત્યાં સંબંધિત અધિકારક્ષેત્રમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મેળવવા સક્ષમ હોવા જોઈએ અને તે દેશના નાગરિકને આપવામાં આવેલ મેડિકલ પ્રેક્ટિસ કરવાના લાયસન્સ સાથે સમાનરૂપે હક્ક ધરાવતા હોવા જોઇએ.

    આ પણ વાંચો: શું તમે ધોરણ 10 કે 12મુ પાસ છો? તો ગુજરાત સર્કલ પોસ્ટ ઓફિસમાં મળી શકે છે નોકરી, 80 હજારથી વધુ પણ છે પગાર

    ભારતીય દૂતાવાસે તમામ સંભવિત ભારતીય વિદ્યાર્થીઓને ચીનમાં ક્લિનિકલ મેડિસિન પ્રોગ્રામ્સનો અભ્યાસ કરવાની તકો શોધ કરતા પહેલા અગાઉની એડવાઇઝરી તેમજ NMCના સંબંધિત નિયમો સંદર્ભ સલાહ લેવાની પણ માહિતી આપી હતી.

    બીજી તરફ સંભવિત વિદ્યાર્થીઓ/વાલીઓ ચીનમાં મેડિકલ એડમિશન પૂર્વે ચીનની સંબંધિત યુનિવર્સિટી અથવા યુનિવર્સિટીઓમાંથી સીધા જ પ્રવેશના સંદર્ભની તમામ શરતોની ફેર ચકાસણી કરે તેવી રિલીઝના સલાહ આપવામાં આવી છે.
    First published:

    Tags: Career and Jobs, Education News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन