Home /News /career /ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે મળે છે આ શિષ્યવૃતિ, જાણો અરજી કરવાની પ્રક્રિયા

ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે મળે છે આ શિષ્યવૃતિ, જાણો અરજી કરવાની પ્રક્રિયા

ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે મેેળવો શિષ્યવૃતિ

Scholarships: ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સંશોધનસ્તરનું શિક્ષણ પૂરુ કરવા માટે એક શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓેને ફ્રાન્સમાં દરેક વસ્તુ માટે નાણાકીય રીતે સહયોગ કરે છે.

  નવી દિલ્હીઃ દરેક બાળક સારુ શિક્ષણ મેળવવા ઈચ્છે છે. તે તેમના જીવનનો એક મૌલિક અધિકાર છે. આવા કેટલાય વિદ્યાર્થીઓ જે તેમનું શિક્ષણ કોઈક કારણથી પૂરુ કરી શકતા નથી. એવા બાળકો માટે એક સૌથી સરળ રસ્તો હોય છે શિષ્યવૃતિ. શિષ્યવૃતિ શિક્ષણ માટે એક રીતે આર્થિક મદદ છે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

  જાણકારી અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સંશોધનસ્તરનું શિક્ષણ પૂરુ કરવા માટે એક શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓેને ફ્રાન્સમાં દરેક વસ્તુ માટે નાણાકીય રીતે સહયોગ કરે છે.

  પાત્રતા

  આ શિષ્યવૃતિને ભારતમાં ફ્રાન્સના દૂતાવાસ અને ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર ધ પ્રમોશન ઑફ એડવાન્સ રિસર્ચે શરૂ કરી હતી. આ તે વિદ્યાર્થીઓને માટે મદદરૂપ છે, જે PHD કોર્સનો અમુક ભાગ 2થી 6 મહિના માટે કોઈ ફ્રાન્સની સંસ્થામાંથી કરવા માંગે છે.

  શિષ્યવૃતિની રકમ

  શિષ્યવૃતિ હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીને આમાં દર મહિને લગભગ 1500 યૂરો દરરોજના ખર્ચા, અવર-જવર અને સોશિયલ સિક્યોરિટી માટે આપવામાં આવશે.

  ક્યારે અરજી કરી શકાય

  આ શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે એપ્રિલમાં અરજી કરી શકે છે. જે દર વર્ષે મે કે જૂનમાં ખત્મ થઈ જાય છે. અહીં કરો અરજી- http://www.cefipra.org/Raman_Charpak.aspx

  Eiffel શિષ્યવૃતિ

  પાત્રતા

  આ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ યુરોપનું કેન્દ્ર મંત્રાલય અને ફોરેન અફેયર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ શિષ્યવૃતિ વિદેશી વિદ્યાર્થીઓને ચાર મુખ્ય ક્ષેત્રોમાં અભ્યાસ માટે આપવામાં આવે છે. જેમાં લૉ, એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ અને રાજનીતિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. આ શિષ્યવૃતિ અનુસાર, માસ્ટર્સ ડિગ્રી માટે લગભગ 12-36 મહિના માટે ભંડોળ આપવામાં આવે છે.

  શિષ્યવૃતિની રકમ

  માસ્ટર્સ સ્તર પર શિષ્યવૃતિમાં 1181 યૂરો લગભગ 12-36 મહિના માટે અને PHD સ્તર પર લગભગ 1400 યૂરો વધુમાં વધુ 10 મહિનાઓ માટે આપવામાં આવે છે.

  ક્યારે અરજી કરી શકાય

  આ શિષ્યવૃતિ માટે ઉમેદવારો દર વર્ષે ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.
  અહીં કરો અરજી - http://www.campusfrance.org/en/eiffel

  રિસર્ચ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ
  આ શિષ્યવૃતિ તે વિદ્યાર્થીઓ માટે છે જે વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે.

  પાત્રતા

  જે પણ ઉમેદવારો એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે.

  શિષ્યવૃતિની રકમ

  વિદ્યાર્થીઓને દર મહિને 310 યૂરો, વર્ષે 250 યૂરો મેડિકલ વીમો અને વિદ્યાર્થી વિઝામાં લગભગ પાંચ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Education News, France, Scholarship

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन