Indian Railway Recruitment 2021: ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક છે. આ માટે (Indian Railway Recruitment 2021) ભારતીય રેલવેમાં ઉત્તર મધ્ય રેલવે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે પહેલી સપ્ટેમ્બર છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેમણે આ પોસ્ટ્સ માટે હજુ સુધી અરજી કરી નથી તેઓ rrcpryj.org પર ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટથી શરૂ થઇને 1 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
આ ઉપરાંત, ઉમેદવારો આ લિંક https://rrcpryj.org/Apprentice.php પર ક્લિક કરીને આ પોસ્ટ્સ માટે સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://rrcpryj.org/Downloads/Notification-Act-Apprentice-English.pdf દ્વારા, તમે સત્તાવાર સૂચના પણ જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1664 જગ્યાઓ ભરવામાં આવશે.
ભારતીય રેલવે ભરતી 2021 માટે મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ - 02 ઓગસ્ટ 2021
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 01 સપ્ટેમ્બર 2021
ઉમેદવારે ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10 ધોરણ અથવા તેની સમકક્ષ (10+2 સિસ્ટમ હેઠળ) પાસ હોવું આવશ્યક છે.
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક) માટે, વાયરમેન અને સુથાર - 8 મું ધોરણ અને ITI/ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
ભારતીય રેલ્વે ભરતી 2021 માટે વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ભારતીય રેલવે ભરતી 2021 માટે અરજી ફી
SC/ST/PH/મહિલા ઉમેદવારો - કોઈ ફી નથી
અન્ય - રૂ. 100/-
ભારતીય રેલવે ભરતી 2021 માટે પસંદગી પ્રક્રિયા
પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે જે 10 અને ITI માં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કર્યું છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ પદો પર 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવાર 16 સપ્ટેમ્બર 2021 સુધી આ પદો માટે ઓનલાઈન (Online Application) અરજી કરી શકે છે. સિસ્ટમ ઓફિસર માટે ઈન્ટર્વ્યૂ સાયન્સ/ આઈટીથી બીઈ/ બીટેક અથવા 55 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા 55 ટકા માર્ક સાથે ITથી MSC કરેલું હોવું જરૂરી છે. સિસ્ટમ આસિસ્ટન્ટ માટે 50 ટકા માર્ક્સ સાથે MCA અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઇએ. અથવા આઈટી/કંપ્યૂટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું જરૂરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર