India post recruitment: ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર
India post recruitment: ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર
ભારતીય પોસ્ટમાં ભરતી
Indian Post recruitment: પોસ્ટ ઓફિસ વિભાગે ટેકનિકલ સુપરવાઈઝર (Technical Supervisor post) માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
Jobs and Career: દેશમાં ચારે બાજુથી સરકારી નોકરીઓની ભરતીઓ ચાલું થઈ ગઈ છે. કમ્યુનિકેશન મિનિસ્ટ્રી હેઠળ પોસ્ટ ઓફિસ વિભાગે ટેકનિકલ સુપરવાઈઝર (Technical Supervisor post) માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ટેકનિકલ સુપરવાઈઝરની એક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
પગારધોરણ- (Salary)
આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂ.35,400 થી રૂ.1,12,400 પગાર આપવામાં આવશે.
વયમર્યાદા (Age limit)
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 22 થી 30 વર્ષ સુધી હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત (Educationalqualifications)
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે મિકેલિનકલ અથવા ઓટોમોબાઈલમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ.
આ ઉપરાંત રેપ્યુટેડ ઓટોમોબાઈલ ફર્મમાં અથવા ગવર્નમેન્ટ વર્કશોપમાં બે વર્ષનો અનુભવ હોવો પણ જોઈએ.
ફેક્ટરી અથવા વર્કશોપમાં એન્જિન નિર્માણ, મેઈન્ટેનન્સ અથવા રિપેઈર કરવાનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ફેક્ટરી અથવા વર્કશોપમાં પાંચ વર્ષના પ્રેક્ટીકલ એક્સપીરિયન્સની સાથે મેટ્રીક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
કોમ્પેટિટીવ ટ્રેડ ટેસ્ટના આધાર પર ટેકનિકલ સુપરવાઈઝરની પસંદગી કરવામાં આવશે.
ઉમેદવારોને પત્રવ્યવહારની મદદથી અભ્યાસક્રમની સાથે પરીક્ષાની તારીખ અને સ્થળ વિશે જાણકારી આપવામાં આવશે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે યોગ્યતા ધરાવતો નહીં હોય તે ઉમેદવારને પરીક્ષા વિશે જાણ કરવામાં નહીં આવે.