Home /News /career /ભારતના ધર્મ અને સંસ્કૃતિને જાણવામાં રસ છે તો કરો આ PG કોર્સ, જાણો સ્કોપ અને નોકરી વિશે

ભારતના ધર્મ અને સંસ્કૃતિને જાણવામાં રસ છે તો કરો આ PG કોર્સ, જાણો સ્કોપ અને નોકરી વિશે

કરિયર ટીપ્સ

Career Tips: ભારતીય તત્વજ્ઞાન અને ધર્મને જાણવા માંગતા વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સીટીઓ માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરી શકે છે. જેમાં હિંદુ ફિલસૂફી, બૌદ્ધ ફિલસૂફી અને જૈન ફિલસૂફી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    Career Tips: ભારતની સનાતન સંસ્કૃતિ અને તેની ભૂમિ પર રહેલા મહાન ધર્મને જાણવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ ભારતીય ફિલસૂફી અને રિલિજિયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરી શકે છે. (Indian Philosophy and Religion Course) જેનો સમયગાળો 1 વર્ષનો છે એટલે 2 સેમેસ્ટર તેમને આ વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. આ કોર્સમાં હિંદુ ફિલસૂફી, બૌદ્ધ ફિલસૂફી અને જૈન ફિલસૂફી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ કોર્સના વિદ્યાર્થીઓને સિંધુ ખીણ સંસ્કૃતિમાં હડપ્પન કાળથી લઈને અત્યાર સુધીના તમામ મોટા અને નાના ધર્મોના યોગદાન વિશે જાણકારી આપવામાં આવે છે. (Indian Philosophy and Religion Syllabus) આ કોર્સ માટેનો અભ્યાસક્રમ, પ્રવેશ માટે જરૂરી લાયકાત, પ્રવેશ પ્રક્રિયા (Indian Philosophy and Religion Admission Process) અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે અહીં જણાવવામાં આવ્યું છે.

    આ કોર્સ માટેનો ક્રાઈટેરિયા


    1. આ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસે આ કોર્સ સંબંધિત વિષયમાં ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
    2. સ્નાતકની ડિગ્રીમાં વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 50% ગુણ હોવા આવશ્યક છે.
    3. અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ લેવા માટે 5% ગુણની છૂટ આપવામાં આવે છે.

    પ્રવેશ પ્રક્રિયા


    ફિલસૂફી અને રિલિજિયનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ લેવા માટે, વ્યક્તિએ કૉલેજની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. દરેક કોલેજની પોતાની અલગ જોગવાઈ છે. કેટલીક કોલેજોમાં પ્રવેશ પરીક્ષાના આધારે એડમિશન આપવામાં આવે છે, જ્યારે કેટલીક કોલેજોમાં મેરિટ લિસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

    આ પણ વાંચો: એજ્યુકેશન લોન પર પણ મળે છે સબસિડી, ક્યાં અને કેવી રીતે મળશે લાભ? અહીં જાણો

    પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો


    1. આધાર કાર્ડ
    2. પાન કાર્ડ
    3. 10મા, 12મા, સ્નાતકના પ્રમાણપત્રો
    4. જન્મ દાખલો
    5. ડોમિસાઇલ પ્રમાણપત્ર

    ભારતીય ફિલોસોફી અને રિલિજિયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટેની ટોપ કોલેજ


    બનારસ હિન્દુ યુનિવર્સિટી, BHU (વારાણસી)

    આ પણ વાંચો: Career in Travel and Tourism: દેશ વિદેશમાં ફરવાનો શોખ છે તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો કોર્સ કરી તમારા શોખને બનાવો પેશન

    જોબ પ્રોફાઇલ


    1. હ્યુમન રિસોર્સ આસિસ્ટન્ટ ડાયરેક્ટર
    2. ઇન્ડિયન સ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીયન
    3. રિલિજિયસ સેલ્સ આર્ટિફેક્ટ્સ રીપ્રેઝન્ટેટિવ
    4. શિક્ષક અને લેક્ચરર
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career and Jobs, Career tips

    विज्ञापन
    विज्ञापन