Indian Oil Jobs : ઈન્ડિયન ઑઇલમાં M.Sc કરેલા ઉમેદવારો માટે 1,40,000 પગાર સુધીની નોકરી, આજે એપ્લાય કરવાનો અંતિમ દિવસ

ઇન્ડિયન ઓઇલમાં સરકારી નોકરી માટે ભરતી આજે અંતિમ તારીખ ફટાફટ કરો એપ્લાય

Indian Oil Jobs : એએમએસી કેમેસ્ટ્રી કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી માટે એપ્લાય કરવાની આજે અંતિમ તક, ફટાફટ કરો ક્લિક

  • Share this:
    indian oil Jobs 2021 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનેઆસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (Assistant Quality control Officer) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ઇન્ડિયન ઓઇલમાં આ પોસ્ટમાં કુલ 71 જગ્યાઓ છે. આ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. કેમેસ્ટ્રી માસ્ટર ડિગ્રી અથવા તેના સમકક્ષ ઉમેદવારોઆસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (Assistant Quality control Officer) ના પદ માટે અરજી કરી શકે છે. જો કે, કેમેસ્ટ્રીની બાયોકેમિસ્ટ્રી, ફાર્મસી, ટોક્સિકોલોજી, જીઓકેમિસ્ટ્રી, ફાર્માકોલોજી, ફૂડ ટેકનોલોજી વગેરે શાખાઓમાં પીજી ડિગ્રી ધારકો અરજી કરી નહીં શકે.

    સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે પીજી ડિગ્રી પાસ કરી હોવી જોઈએ. પરંતુ SC, ST અને દિવ્યાંગને ઓછામાં ઓછા 55 ટકા ગુણ હોવા જોઈએ. આ બધાની સાથે, ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

    લઘુત્તમ લાયકાતની શરતો પૂરી કરતા ઉમેદવારો IOCL વેબસાઇટ www.iocl.com ની મુલાકાત લઈનેઆસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (Assistant Quality control Officer) ની પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ વેબસાઇટની મુલાકાત લીધા પછી, હોમ પેજ પર જોબ્સ અને કરિયર પસંદ કરી અને તેના સેક્શનમાં નોકરીને ઓનલાઇન એપ્લાય કરી શકે છે.

    આ પણ વાંચો : Gujarat Home Guard Recruitment 2021: ધો.10 પાસ ઉમેદવારો માટે માનદ હોમગાર્ડની બમ્પર ભરતી, 6752 જગ્યા ભરાશે

    અરજી માટે વય મર્યાદા

    IOCL માંઆસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર (Assistant Quality control Officer) ની જગ્યાઓ માટે, અરજદારની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. આ માપદંડ સામાન્ય અને EWS માટે છે. જ્યારે, SC / ST માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ, OBC નોન-ક્રીમી લેયર માટે 33 વર્ષ અને દિવ્યાંગ માટે 40 વર્ષ છે.



































    પોસ્ટ : આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર
    લાયકાત : એમએસી કેમેસ્ટ્રી, ઓર્ગેનિક, ઇન ઓર્ગેનિક, એનાલિટિકલ, ફિઝિકલ, એપ્લાઇડ, ઇન્ડસ્ટ્રીયલ અથવા અન્ય બ્રાન્ચ સાથે મિનિમમ 55-60 ટકા માર્કસ કેટેગરી મુજબ મેળવેલા હોવા જરૂરી
    અનુભવ : ઓછામાં ઓછો 02 વર્ષ
    પગાર : 40,000Lr 1,40,0000




    એપ્લિકેશનની અંતિમ તારીખ :
    22 ઑક્ટોબર સાંજે 05 વાગ્યા સુધી
    જાહેરાત જોવા માટે : : અહીંયા ક્લિક
    ઓનલાઇન એપ્લાય કરવા માટે : અહીંયા ક્લિક કરો
    આવેદન શુલ્ક  300 રૂ.

    શૈક્ષણિક લાયકાત : ઉમેદવારોએ કેમેસ્ટ્રી વિષય સાથે એમ.એસ.સી કર્યુ હોવું અનિવાર્ય છે જેમાં ઓર્ગેનિક, ઇન ઓર્ગેનિક, એનાલિટિકલ, ફિઝિકલ, એપ્લાઇડ, ઇન્ડસ્ટ્રીયલ અથવા અન્ય બ્રાન્ચ સાથે મિનિમમ 55-60 ટકા માર્કસ કેટેગરી મુજબ મેળવેલા હોવું જરૂરી છે.

    પસંદગી પ્રક્રિયા : પસંદ થયેલા ઉમેદવારોને રિટર્ન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.
    Published by:Jay Mishra
    First published: