Indian Navyમાં ટ્રેડ્સમેનના 1531 પદ માટે ભરતીની જાહેરાત, આવી રીતે કરો online અરજી
Indian Navyમાં ટ્રેડ્સમેનના 1531 પદ માટે ભરતીની જાહેરાત, આવી રીતે કરો online અરજી
Navy Recruitment 2022 : નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી
Indian Navy Tradesman Recruitment 2022 : Indian Navy Tradesman Recruitment 2022: ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેન (સ્કિલ્ડ)ના પદ પર ભરતી માટે નોટિફિકેશન (notification for recruitment) બહાર પાડ્યું છે. કુલ 1531 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Indian Navy Tradesman Recruitment 2022: ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેન (સ્કિલ્ડ)ના પદ પર ભરતી માટે નોટિફિકેશન (notification for recruitment) બહાર પાડ્યું છે. કુલ 1531 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ નોકરી માટે અંગ્રેજીના જ્ઞાન સાથે ધો. 10 પાસની લાયકાત (qualification) ધરાવતા અને સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરી હોય અથવા આર્મી, નેવી અને એરફોર્સ (Army, Navy, and Air Force)ની ટેકનિકલ શાખામાં બે વર્ષની રેગ્યુલર સેવા સાથે મિકેનિક અથવા સમકક્ષ તરીકે સેવા આપી હોય તેવા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર છે.
અરજી માટેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. બધા ઉમેદવારોને લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર ધ્યાન રાખતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો અહીં આપવામાં આવી છે.
Indian Navy Tradesman Recruitment 2022:મહત્વની તારીખો
આ ભરતી માટે અરજી કરવાની તારીખો અંગે હજી જાણકારી આપવામાં આવી નથી. તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
Indian Navy Tradesman Recruitment 2022:ખાલી જગ્યાની વિગતો
આ ભરતી અભિયાન દરમિયાન ઇન્ડિયન નેવી દ્વારા ટ્રેડ્સમેનના 1531 પદ પર ભરતી કરવામાં આવનાર છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
1531
શૈક્ષણિક લાયકાત
અંગ્રેજીના જ્ઞાન સાથે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા અને સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરી હોય અથવા આર્મી, નેવી અને એરફોર્સની યોગ્ય ટેકનિકલ શાખામાં બે વર્ષની રેગ્યુલર સેવા સાથે મિકેનિક અથવા સમકક્ષ તરીકે સેવા આપી હોય તેવા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર છે.
Indian Navy Tradesman Recruitment 2022:ઇન્ડિયન નેવી ટ્રેડ્સમેનની ભરતી માટે યોગ્યતા માપદંડ
શૈક્ષણિક લાયકાત: આ ભરતી માટે અંગ્રેજીના જ્ઞાન સાથે ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા અને સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરી હોય અથવા આર્મી, નેવી અને એરફોર્સની યોગ્ય ટેકનિકલ શાખામાં બે વર્ષની રેગ્યુલર સેવા સાથે મિકેનિક અથવા સમકક્ષ તરીકે સેવા આપી હોય તેવા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર છે.
Indian Navy Tradesman Recruitment 2022:ઇન્ડિયન નેવી ટ્રેડ્સમેન ભરતી માટે વયમર્યાદા કેટલી?
આ ભરતી માટે 18 થી 25 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ સરકારના ધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
Indian Navy Tradesman Recruitment 2022:પગારધોરણ કેટલું?
ઇન્ડિયન નેવીમાં ટ્રેડ્સમેન માટે નોકરી મેળવનાર ઉમેદવારોનું પગારધોરણ લેવલ 2નું રહેશે. એટલે કે, તેઓને રૂ।. 19900 - રૂ. 63200 સુધીનો પગાર મળશે.
Indian Navy Tradesman Recruitment 2022:આવી રીતે કરી શકો છો અરજી
આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો joinindiannavy.gov.in પર ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકશે. અરજી કરનારા ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર