Home /News /career /

Indian Navy Female Recruitment: મહિલાઓ Navy કેવી રીતે જોડાઈ શકે? જાણો લાયકાત અને પ્રક્રિયા

Indian Navy Female Recruitment: મહિલાઓ Navy કેવી રીતે જોડાઈ શકે? જાણો લાયકાત અને પ્રક્રિયા

નેવીમાં મહિલાઓ માટે ભરતી કેવી રીતે થાય છે જાણો સમગ્ર પ્રક્રિયા

Indian Navy Recruitment : આજે વિશ્વ મહિલા દિને (Women's Day 2022) નીમિત્તે જાણો કેવી રીતે મહિલાઓ જોડાઈ શકે છે નવીમાં

    Indian Navy Female Recruitment:  મહિલાઓને વર્ષ 1992 સુધીમાં ફક્ત સશસ્ત્ર દળ (Armed Forces)ની મેડિકલ સર્વિસમાં જ સામેલ કરવામાં આવતી હતી. ત્યારબાદ 1992ના જુલાઈથી નૌકાદળે (Navy) નૌકાદળની પસંદગીની શાખાઓમાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (women as Short Service Commissioned Officers) તરીકે સામેલ કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે મહિલાઓને નૌકાદળની ATC, નિરીક્ષક, કાનૂન, લોજિસ્ટિક્સ, શિક્ષણ, નેવલ આર્કિટેક્ચર, પાયલોટ (મેરીટાઇમ રિકોનિસન્સ સ્ટ્રીમ માત્ર), નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્ટરેટ સહિતની શાખાઓ/કેડર/સ્પેશિયલાઈઝેશનમાં અધિકારીઓ તરીકે સામેલ કરવામાં આવે છે.

    સરકારે ગુણવત્તા અને ખાલી જગ્યાના આધારે SSCનો કાર્યકાળ પૂર્ણ થવા પર શિક્ષણ શાખા, કાયદા અને નૌકા આર્કિટેક્ચરમાં મહિલાઓને પરમીનેન્ટ કમિશન (PC) માટે મંજૂરી આપી દીધી છે.

    ભારતીય નૌકાદળમાં મહિલાઓની ભરતી માટે યોગ્યતા માપદંડ

    નેવલ આર્કિટેક્ચર

    ઉંમર: 19 1/2થી 25 વર્ષ

    ઉમેદવારો પાસે બીઈ/બી ટેકમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જોઈએ. આ સાથે મેકેનિકલ, સિવિલ, એરોનોટિકલ, મેટલર્જી, નેવલ આર્કિટેક્ચરમાંથી કોઈ પણ એક સ્ટ્રીમમાં ડિગ્રી હોવી જોઈએ.

    ઓબ્ઝર્વર

    ઉંમર: 19-24 વર્ષ

    12માં ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ સાથે કોઈ પણ વિષયમાં બીઈ/બીટેકની ડિગ્રી

    એજ્યુકેશન

    ઉંમર: 21થી 25 વર્ષ

    ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતમાં માન્ય યુનિવર્સિટીની સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી. ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ ડિગ્રી સ્ટાન્ડર્ડમાં ઓછામાં ઓછા સહાયક કક્ષાએ ગણિતનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને ગણિતમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ ડિગ્રીના સ્ટાન્ડર્ડમાં ઓછામાં ઓછા સહાયક સ્તરે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ.

    અથવા

    રસાયણશાસ્ત્ર કે અંગ્રેજીમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની સકેન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ ડિગ્રીના સ્ટાન્ડર્ડમાં ઓછામાં ઓછા સહાયક સ્તરે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરમીડિએટ અથવા સમકક્ષ સ્ટાન્ડર્ડ સુધી ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

    આ પણ વાંચો : Indian Army Recruitment: આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ માટે ભરતી, જાણો ક્યારે અને કઇ રીતે કરશો અરજી?

    અથવા

    મિકેનિકલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ / ટેકનોલોજીમાં એન્જિનિયરિંગમાંથી કોઈપણ એક શાખામાં ડીગ્રી હોવી જોઈએ.

    અથવા

    કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કમ્પ્યુટર વિજ્ઞાનમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની સેકન્ડ ક્લાસની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારે સ્નાતક કક્ષાએ ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

    અથવા

    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હ્યુમેનિટીઝ (ઇકોનોમિક્સ /હિસ્ટ્રી / પોલિટિકલ સાયન્સ)ની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે.

    લોજિસ્ટિક્સ / વર્કસ

    ઉંમર: 19 1/2થી 25 વર્ષ

    લોજિસ્ટિક્સ કેડર માટે

    ફર્સ્ટ ક્લાસ સાથે કોઈ પણ શાખમાં બીઈ/બી.ટેક અથવા MBA સાથે ફર્સ્ટ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસ સાથે બીએસસી /બીકોમ / બીએસસી (આઇટી)માં અને ફર્સ્ટ ક્લાસ સાથે પીજી ડિપ્લોમા ઇન ફાઇનાન્સ / લોજિસ્ટિક્સ / સપ્લાય ચેઇન એમજીટી / મટિરિયલ એમજીટી અથવા એમસીએ / એમએસસી (આઇટી).

    વર્કસ માટે

    બીઇ/બી ટેક (સિવિલ)/બી આર્કિટેક્ટ

    કેટરિંગ માટે

    ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એસ.સી. / એમ.બી.એ. (HM) / બી.એસસી અથવા બી.એ. અને HMમાં પી.જી. ડિપ્લોમા

    કાનૂન

    ઉંમર: 22થી 27 વર્ષ

    ઉમેદવારો પાસે એડવોકેટ્સ એક્ટ, 1961 હેઠળ એડવોકેટ તરીકેની નોંધણી માટે લાયક ઠરતા કાયદાની ડિગ્રી હોવી જોઈએ.

    ATC

    ઉંમર: 19 1/2 - 25

    12માં ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ સાથે કોઈ પણ વિષયમાં બીઈ/બીટેકની ડિગ્રી.

    પાયલોટ જનરલ

    ઉંમર: 19-24

    12મા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે કોઈપણ વિદ્યાશાખામાં BE/B.Tech ડિગ્રી.

    CPL હોલ્ડર્સ

    ઉંમર: 19-25

    DGCA (ભારત) દ્વારા જાહેર કરાયેલ માન્ય અને વર્તમાન CPL ધરાવતો ઉમેદવાર

    NAI

    ઉંમર: 19 ½ થી 25

    ઇલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, પ્રોડક્શન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, આઇટી, કેમિકલ, મેટલરજી કે એરોસ્પેસ એન્જિનિયરિંગમાંથી કોઈપણ એક વિષયમાં બીઈ / બીટેક કરેલું હોવું જોઈએ.

    ભારતીય નૌકાદળમાં કામ કરવાથી સંરક્ષણ ક્ષેત્રમાં સેવા આપવા ઇચ્છુક લોકોને વ્યાવસાયિક તરીકે વિકાસ સાધવાની તક મળે છે. તેઓ નવી કુશળતાઓ શીખે છે અને આ કૌશલ્યોને લાગુ કરવા અજોડ અનુભવ મળે છે. નૌકાદળમાં ઉમેદવારને કારકિર્દીની રોમાંચક તકો મળી રહે છે અને આ સાથે સાથે વ્યાપક પ્રવાસ કરવાની, નવા લોકોને મળવાની અને આ સેવા માટે ખૂબ જ ખાસ હૂંફ અને ભાઈચારાનો આનંદ માણવાની તક પણ પૂરી મળે છે.

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    UPSC NDAમાં મહિલા ઉમેદવારોની ખાલી જગ્યાની વિગતો

    યુનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ UPSC NDA અને NA II 2021 અને UPSC NDA અને NA આઈ 2022 ભરતી પ્રક્રિયા હેઠળ મહિલા ઉમેદવારોને 19 ખાલી જગ્યાઓ ફાળવવામાં આવી હતી.

    યુપીએસસી એનડીએ અને એનએ II ભરતી....

    નેશનલ ડિફેન્સ એકેડેમી (148)

    સેના

    મહિલા ઉમેદવારો માટે 10 સહિત 208 જગ્યા

    નૌકાદળ

    મહિલા ઉમેદવારો માટે 3 સહિત 42 જગ્યા

    વાયુસેના

    120 (ગ્રાઉન્ડ ડ્યુટીઝ માટે 28)

    ફ્લાઈંગ

    મહિલા ઉમેદવારો માટે 2 સહિત 92 જગ્યા

    GD Tech

    મહિલા ઉમેદવારો માટે 2 સહિત 18 જગ્યા

    GD નોન ટેક

    મહિલા ઉમેદવારો માટે 2 સહિત 10 જગ્યા

    કુલ 370

    નેવલ એકેડમી (110)

    (10+2 કેડેટ એન્ટ્રી સ્કીમ)

    30 (માત્ર પુરૂષ ઉમેદવારો માટે)

    કુલ 400

    UPSC NDA અને NA I 2022 ભરતી.....

    નેશનલ ડિફેન્સ એકેડમી

    આર્મી

    મહિલા ઉમેદવારો માટે 10 સહિત 208 જગ્યા

    નૌસેના

    મહિલા ઉમેદવારો માટે 03 સહિત 42 જગ્યા

    એર

    (i) ફ્લાઈંગ – 92 (સ્ત્રી ઉમેદવારો માટે 2 સહિત)
    (ii) ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક) – 18 (મહિલા ઉમેદવારો માટે 2 સહિત)
    (iii) ગ્રાઉન્ડ ડ્યુટી (નોન ટેક) – 10 (મહિલા ઉમેદવારો માટે 2 સહિત)

    કુલ 370

    નેવલ એકેડમી

    (10+2 કેડેટ એન્ટ્રી સ્કીમ)

    30 (માત્ર પુરૂષ ઉમેદવારો માટે)

    કુલ 400

    આ પણ વાંચો : HAL Recruitment: HALમાં 85 જગ્યા માટે ફટાફટ કરો અરજી, રૂ. 1.40 લાખ સુધીનો મળશે પગાર

    મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ડિફેન્સ એકેડેમી તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર (હાઉસિંગ)માં ફેરફાર કરીને, મજબૂત સુરક્ષા સ્થાપિત કરીને અને મહિલા પ્રશિક્ષકો, ગાયનેકોલોજિસ્ટ સહિત ડોકટરો અને અન્ય જરૂરી સપોર્ટ સ્ટાફની નિમણૂકો શરૂ કરીને મહિલા કેડેટ્સને તેના કેમ્પસમાં લાવવાની તૈયારી કરી રહી છે.

    અગાઉ કેન્દ્રએ રજૂઆત કરી હતી કે, મહિલાઓના પ્રવેશની સુવિધા માટે અને જરૂરી મિકેનિઝમ મે 2022 સુધીમાં લાગુ કરી શકાય તે માટે સ્ટડી ગ્રુપ બનાવવામાં આવ્યું છે.
    First published:

    Tags: Jobs and Career, Navy, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર