Indian Navy Recruitment 2022: Navyમાં 80 જગ્યા માટે ભરતી, અહીંયાથી કરો અરજી
Indian Navy Recruitment 2022: Navyમાં 80 જગ્યા માટે ભરતી, અહીંયાથી કરો અરજી
Navy Recruitment 2022 : નેવીમાં 10+2બી ટેક પ્રોગ્રામ અને એસએસસી ઓફિસર માટે ભરતી
Indian Navy Recruitment 2022 : ભારતીય નૌકાદળ દ્વારા એક્ઝિક્યુટિવ આઇટી બ્રાંચમાં કેડેટ એન્ટ્રી સ્કીમ, ચાર વર્ષના 10+2 બી.ટેક ડિગ્રી કોર્સ માટે અપરિણીત પુરુષ ઉમેદવારો અને એક્ઝિક્યુટિવ આઇટી બ્રાંચ SSC ઓફિસર એન્ટ્રીના 4 અઠવાડિયાના નેવલ ઓરિએન્ટેશન (Indian Navy Recruitment 2022 Notification) કોર્સ માટે અપરિણીત પુરુષ અને સ્ત્રીની ભરતી કરવામાં આવશે.
Indian Navy Recruitment 2022: ભારતીય નૌકાદળ દ્વારા એક્ઝિક્યુટિવ આઇટી બ્રાંચમાં કેડેટ એન્ટ્રી સ્કીમ, ચાર વર્ષના 10+2 બી.ટેક ડિગ્રી કોર્સ માટે અપરિણીત પુરુષ ઉમેદવારો અને એક્ઝિક્યુટિવ આઇટી બ્રાંચ SSC ઓફિસર એન્ટ્રીના 4 અઠવાડિયાના નેવલ ઓરિએન્ટેશન (Indian Navy Recruitment 2022 Notification) કોર્સ માટે અપરિણીત પુરુષ અને સ્ત્રીની ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો ભારતીય નૌકાદળ 10+2 ભરતી અને ભારતીય નૌકાદળ એસએસસી અધિકારી ભરતી માટે 27 જાન્યુઆરીથી joinindiannavy.gov.in અરજી કરી શકે છે. ભારતીય નૌકાદળ B.Techની અરજી કરવા માટે છેલ્લી 8 ફેબ્રુઆરી (Indian Navy Recruitment 2022 Last Date of Online Application) છે અને ભારતીય નૌકાદળના એસએસસી અધિકારી માટેની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી છે.
બંને અભ્યાસક્રમો આગામી જુલાઈ મહિનામાં કેરળમાં એઝિમાલાની ઇન્ડિયન નેવલ એકેડેમી (INA) ખાતે શરૂ થશે. પસંદ કરાયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અહીં આ ભરતી અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
ભારતીય નૌકાદળની ખાલી જગ્યાની વિગતો
ભારતીય નૌકાદળ 10+2 B.Tech ખાલી જગ્યા
એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ પોસ્ટ - 30
શિક્ષણ - 10+2 B.Tech
ભારતીય નૌકાદળના SSC ઓફિસરની ખાલી જગ્યા
એક્ઝિક્યુટિવ બ્રાંચ SSC (X) આઇટી - 50 પોસ્ટ્સ
• લાયકાતના માપદંડ
ભારતીય નૌકાદળ 10+2 B.Tech લાયકાત
- PCMમાં 70 ટકા અને અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ સાથે 10+2
- કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સ/સીએસઇ/ આઇટી /સોફ્ટવેર સિસ્ટમ /સાયબર સિક્યોરિટી /સિસ્ટમ એડમિન અને નેટવર્કિંગ /કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કિંગ/ડેટ એનાલિટિક્સ /આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં BE /B.Tech/M.Tech અથવા એમસીએ સાથે સીએસ/આઇટીમાં બીસીએ/બીએસસીમાં 60 ટકા માર્ક્સ જરૂરી છે.
- 10મા અને 12મા વર્ગમાં અંગ્રેજીમાં 60% ગુણ
વય મર્યાદા:
ભારતીય નૌકાદળ 10+2 B.Tech: 02/01/2003 થી 01/07/2005ની વચ્ચે જન્મેલા
ભારતીય નૌકાદળના SSC ઓફિસર: 02/07/1997 થી 01/01/2003ની વચ્ચે જન્મેલા
જગ્યા
80
શૈક્ષણિક લાયકાત
10+2 / કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સ/સીએસઇ/ આઇટી /સોફ્ટવેર સિસ્ટમ /સાયબર સિક્યોરિટી /સિસ્ટમ એડમિન અને નેટવર્કિંગ /કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કિંગ/ડેટ એનાલિટિક્સ /આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં BE /B.Tech/M.Tech અથવા એમસીએ સાથે સીએસ/આઇટીમાં બીસીએ/બીએસસીમાં 60 ટકા માર્ક્સ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌકાદળ 10+2 B.Tech: SSC ઇન્ટરવ્યુ માટે અરજીઓની શોર્ટલિસ્ટિંગ જેઇઇ મેઇન રેન્કના આધારે કરવામાં આવશે