Navy Recruitment : નેવીમાં 2500 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી
Navy Recruitment : નેવીમાં 2500 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી
indian navyમાં SSRની 2500 જગ્યા માટે ભરતી થઈ રહી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Indian navy Recruitment 2022 : ઈન્ડિયન નેવી દ્વારા સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR)ની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો અહીંયા આપાવમાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Navy Recruitment : ભારતીય નૌસેનાએ AA (આર્ટીફિશિયર એપ્રેન્ટીસ) અને SSR (સિનિયર સેકન્ડરી રિક્રુટ) નાવિકની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 12 પાસ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in. પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય નૌસેના નાવિકની પોસ્ટ માટે 2,500 ઉમેદવારની ભરતી કરવામાં આવશે. જેમાંથી 2,000 પોસ્ટ SSR માટે અને 500 પોસ્ટ AA માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 5-4-2022 છે. અરજી કરવા માટે થોડા દિવસો બાકી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત-
SSR- ઉમેદવારે ગણિત અને ફિઝિક્સ વિષય સાથે ધો.12 પાસ કરેલું હોવું જોઈએ. સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાંથી કેમિસ્ટ્રી, બાયોલોજી અથા કમ્પ્યુટરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
જો ઉમેદવાર સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરે તો તેમને રૂ.21,700 થી રૂ.69,100 સુધી પગાર આપવામાં આવશે. ઉમેદવારને માસિક રૂ.5,200 MSPની ચૂકવણી કરવામાં આવશે. જો ઉમેદવારના પગારધોરણમાં મોંઘવારી ભથ્થુ લાગુ થશે તો ઉમેદવારને માસિક રૂ.6,200 મોંઘવારી ભથ્થાની સાથે માસિક રૂ.3,600 ‘X’ ગૃપ પે (માત્ર આર્ટીફિશિયર એપ્રેન્ટીસ ઉમેદવાર માટે) ચૂકવવામાં આવશે.
લેખિત પરીક્ષા હિન્દી અથવા અંગ્રેજીમાં લેવામાં આવશે. આ પ્રશ્નપેપરમાં 100 ઓબ્જેક્ટીવ ટાઈપના સવાલ પૂછવામાં આવશે. આ પ્રશ્નપેપરમાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જનરલ અવેરનેસના સવાલ પૂછવામાં આવશે અને 1 કલાકનો સમય આપવામાં આવશે.
સિલેબસ
આ પ્રશ્નપત્રમાં ધો.12 ના સ્તરના સવાલો પૂછવામાં આવશે. આ પરીક્ષા માટેનો સિલેબસ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે.
એડમિટ કાર્ડ
લેખિત પરીક્ષા પહેલા આ પરીક્ષાનું એડમિટ કાર્ડ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા માટે ફાળવેલ કેન્દ્રને બદલી શકાશે નહીં.
પરીક્ષાનું પરિણામ
ઉમેદવારનું મેરિટ લિસ્ટ 22 જુલાઈના રોજ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in પર મુકવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારને શારીરિક પરીક્ષણ માટે INS ચિલ્કા બોલાવવામાં આવશે.
ઉમેદવારોએ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in ઈમેઈલ આઈડીથી નોંધણી કરવાની રહેશે.
રજિસ્ટર મેઈલ આઈડીથી લોગિન કરો અને “Current Opportunities” ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ “Apply” બટન પર ક્લિક કરો.
અરજી ફોર્મની તમામ વિગતો ભર્યા બાદ વિગતો ફરી એકવાર ચેક કરીને ફોર્મ સબમિટ કરી દો.
સબમિટ બટન પર ક્લિક કરીને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
ઉમેદવાર આ પોસ્ટ માટે પાત્રતા ધરાવે છે કે નહીં તે માટે તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે. જો ડોક્યુમેન્ટમાં કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળશે તો અરજીને રદ્દ કરી દેવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર