Home /News /career /Navy Recruitment 2022: ધોરણ 10 અને 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં સરકારી નોકરી, છેલ્લો મોકો છે ફટાફટ કરો અરજી
Navy Recruitment 2022: ધોરણ 10 અને 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં સરકારી નોકરી, છેલ્લો મોકો છે ફટાફટ કરો અરજી
Indian Navy Recruitment 2022
ભારતીય નૌસેનાની આ ભરતીનો ઉદ્દેશ્ય 1500 ખાલી જગ્યા ભરવા માટે છે. તેમાંથી 1400 પદ ભારતીય નૌસેનાના એસએસઆર ભરતી 2022 માટે અને 100 પદ ભારતીય નૌસેનાના એમઆર ભરતી 2022 માટે છે.
નવી દિલ્હી: ભારતીય નૌસેનામાં યુવાનો માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા ખતમ થવા જઈ રહી છે. ભારતીય નૌસેનાના સીનિયર સેકેન્ડરી રિક્રૂટમેન્ટ અને મેટ્રિક ભરતી અંતર્ગત અગ્નિવીર ભરતી પ્રક્રિયા શનિવાર, 17 ડિસેમ્બર, 2022ના રોજ બંધ થવાની છે. ભારતીય નૌસેના એસએસઆર એમઆર અગ્નિવીર ભરતી માટે ઈચ્છુક અવિવાહીત પુરુષ અને મહિલા ઉમેદવાર ભારતીય નૌસેનાની સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકશે.
ભારતીય નૌસેનાની આ ભરતીનો ઉદ્દેશ્ય 1500 ખાલી જગ્યા ભરવા માટે છે. તેમાંથી 1400 પદ ભારતીય નૌસેનાના એસએસઆર ભરતી 2022 માટે અને 100 પદ ભારતીય નૌસેનાના એમઆર ભરતી 2022 માટે છે. આ ભરતી નૌસેનાના 01/2023 બેચ માટે છે. એસએસઆર ભરતી અંતર્ગત 1120 પુરુષ અને 280 મહિલા ઉમેદવારોની ભરતી થશે. તેની સાથે જ એમઆર ભરતી અંતર્ગત 80 પુરુષ અને 20 મહિલા ઉમેદવારોની ભરતી થશે. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારે 550 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે.
આવી રીતે કરો અરજી
સૌથી પહેલા ઉમેદવાર ભારતીય નૌસેનાની સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જવાનું રહેશે
ત્યાર બાદ હોમ પેજ પર રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનું ઈમેલ આઈડીથી રજીસ્ટ્રેશન કરે.
હવે પોતાના ઈમેલ આઈડીથી લોગ ઈન કરે અને હાલની જાહેરાત પર ક્લિક કરે
હવે આપની સામે ડિસ્પ્લે પર અપ્લાઈનું બટન આવશે તેના પર ક્લિક કરો
અહીં માગવામાં આવેલી વિગતો ભરો અને સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરો
ત્યાર બાદ ઉમેદવારો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
NAVY SSR: ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રી/બાયોલોજી/ કમ્પ્યુટર સાયન્સ વિષય સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ NAVY MR: ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ. તેની સાથે જ ઉમેદવારનો જન્મ 1 મે 2002થી 31 ઓક્ટોબર 2005ની વચ્ચે થયેલો હવો જોઈએ.તેનો અર્થ એ થયો કે, ઉમેદવારની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર