Home /News /career /Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

પ્રતીકાત્મક તસવીર

Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા ધોરણ-10 પાસ સ્ટુડન્ટ્સની પાસે સુવર્ણ તક, જાણો તમામ વિગતો

Navy Recruitment 2021: ભારતીય નૌસેના (Indian Navy)માં નોકરી કરવાની ઈચ્છા રાખનારા ધોરણ-10 પાસ સ્ટુડન્ટ્સની પાસે સુવર્ણ તક છે. મૂળે, ભારતીય નૌસેનાએ નાવિક (Sailor Musician)ના 33 પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારોના અરજી પત્ર આમંત્રિત કર્યા છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટ 2021થી શરૂ થશે અને 6 ઓગસ્ટ 2021 સુધી અરજી કરી શકાશે. વધુ જાણકારી અને અરજી કરવા માટે અભ્યર્થી ઈન્ડિયન નેવીની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

Navy Recruitment 2021: ભરતી ઓક્ટોબર 2021 બેચ માટે

નોંધનીય છે કે, ઈન્ડિયન નેવીની આ ભરતી ઓક્ટોબર 2021 બેચ માટે હાથ ધરવામાં આવી રહી છે. કુલ 33 પદો પર નાવિક (Sailor Musician) માટે હાથ ધરવામાં આવી રહેલી ભરતી માટે લગભગ 300 અભ્યર્થીઓને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ મેરિટ ધરાવતા અભ્યર્થીઓને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો, Earn Money: આ શેરે બનાવ્યા માલામાલ! એક વર્ષમાં 1 લાખ બની ગયા 57 લાખ, તમે પણ ફટાફટ કરો રોકાણ!

Navy Recruitment 2021: અરજી કરવા માટે જરૂરી યોગ્યતા

અરજી કરવા માટે અભ્યર્થીને કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક પરીક્ષા (Class 10) પાસ હોવું જરૂરી છે. અરજી કરનારનો જન્મ 1 ઓક્ટોબર 1996થી 30 સપ્ટેમ્બર 2004ની વચ્ચે થયેલો હોવો જોઈએ. ખાસ વાત એ છે કે કોઈ પણ વર્ગને ઉંમરમાં છૂટની મંજૂરી નથી હોય. આ ઉપરાંત, અભ્યર્થીને સંગીતનું સારું જ્ઞાન અને અનેક પ્રકારના સંગીતના વાદ્યો વગાડતા આવડવા જોઈએ. તેની તમામ માહિતી ઈન્ડિયન નેવીના નોટિફિકેશનમાં આપવામાં આવી છે.



આ પણ વાંચો, Telegram યૂઝર્સ માટે ખુશખબરી, હવે Group Video Callમાં જોડી શકાશે 1000 લોકો!


પસંદગી પામેલા ઉમેદવારોને કેટલો મળશે પગાર?

આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન 14,600 રૂપિયાનું મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. જ્યારે ટ્રેનિંગ પૂરી થયા બાદ ઉમેદવારોને 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો મહિનાનો પગાર મળશે.
First published:

Tags: Career in Indian Navy, Employment news, Government jobs, Job-search, Navy Recruitment 2021, Sarkari Naukari, કેરિયર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો