Home /News /career /Indian Navy Recruitment 2021: નૌસેનાના શિપયાર્ડમાં ધોરણ-10 પાસ માટે નોકરીની તક, આવી રીતે કરો અરજી

Indian Navy Recruitment 2021: નૌસેનાના શિપયાર્ડમાં ધોરણ-10 પાસ માટે નોકરીની તક, આવી રીતે કરો અરજી

Indian Navy Recruitment 2021: ટ્રેડ્સમેન ભરતી માટે અપ્રેન્ટિસ કરી ચૂકેલા યુવા અરજી કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)

Sarkari Naukari 2021: ભારતીય નૌસેનામાં કાયમી નોકરી કરવાની સુવર્ણ તક, આ તારીખ પહેલા મોકલી દો અરજી

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેના (Indian Navy)ના નેવલ શિપ રિપેર શિપયાર્ડ, બાલિર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેડ્સમેન પદો પર ભરતીમાં કુલ 300 વેકન્સી છે. તેમાં મશીનિસ્ટ, પ્લમ્બર, પેઇન્ટર, ટેલર, વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રીશિયન જેવા પદો પર ભરતી કરવામાં આવશે. તેના માટે એક્સ નેવલ ડાયકયાર્ડ અપ્રેન્ટિસ અરજીની જાહેરાત બહાર પડ્યાથી 50 દિવસની અંદર અરજી કરી શકે છે. આ ભરતીની જાહેરાત 20થી 27 ઓગસ્ટના રોજગાર સમાચાર પત્રમાં પ્રકાશિત થઈ છે. નેવલ શિપ રિપેર શિપયાર્ડ ભરતી માટે લઘુત્તમ યોગ્યતા ધોરણ-10 પાસ છે. સાથોસાથ અંગ્રજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. કે પછી સેના, વાયુસેના કે એરફોર્સની ટેક્નીકલ બ્રાન્ચમાં મિકેનિક કે તેની સમકક્ષ પદ પર બે વર્ષની નિયમિત સર્વિસ કરેલી હોવી જોઈએ.

વેકન્સીની વિગત

- મશીનિસ્ટ- 16 પદ
- પ્લમ્બર/પાઇપ ફિટર- 08 પદ
- પેઇન્ટર- 07 પદ
- ટેલર- 06 પદ
- વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રીક) 20 પદ
- મિકેનિક એમટીએમ- 07 પદ
- વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રીક) શિપ ફિટર- 03 પદ
- શીટ મેટલ વર્કર- 01 પદ
- ઇલેક્ટ્રોનિક મિકેનિક (રેડિયો ફિટર, ઇલેક્ટ્રીક ફિટર, કોમ્પ્યુટર ફિટર)- 33 પદ
- ઇલેક્ટ્રોનિક મિકેનિક (ગાયરો/મશીનરી કન્ટ્રોલ ફિટર)- 13 પદ
- ઇલેક્ટ્રીશિયન- 29 પદ
- ઇન્સ્ટ્રૂમેન્ટ મિકનેનિક- 08 પદ
- ફિટર- 37 પદ
- મિકેનિક ડીઝલ- 42 પદ
- રેફ્રીજરેટર અને એસી મિકેનિક- 11 પદ
- શીટ મેટલ વર્કર- 18 પદ
- કારર્પેન્ટર- 33 પદ
- મેસન (બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર)- 07 પદ
- ઇલેક્ટ્રોનિક મિકેનિક- 01 પદ

આ પણ વાંચો, Army Bharti 2021: તમારો Tattoo પ્રેમ સેનામાં ભરતીનું સપનું તોડી ન દે! જાણો નિયમ

જરૂરી શૈક્ષણિક લાયકાત (Require Educational Qualification)

કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ-10 પાસ હોવાની સાથોસાથ નેવલ ડોક યાર્ડમાં અપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ. અપ્રેન્ટિસ ન કર્યું હોય તો ભારતીય સેનાની ટેક્નીકલ બ્રાન્ચમાં મિકેનિક કે તેની સમકક્ષ કોઈ પદ પર ઓછામાં ઓછા બે વર્ષ રેગ્યૂલર સર્વિસ કરેલી હોવી જોઈએ.

ઉંમર મર્યાદા- ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ પણ વાંચો, Indian Bank Recruitment 2021: ઈન્ડિયન બેંકમાં ધો-7થી લઈને સ્નાતક થયેલા માટે નોકરીની તક, જાણો તમામ વિગતો

અરજી કેવી રીતે કરશો?
નૌસેનાની નેવલ શિપ રિપેર શિપયાર્ડ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. તેના માટે અરજી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી “THE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL), NAVAL SHIP REPAIR YARD (PBR), POST BOX NO. 705, HADDO, PORT BLAIR – 744102”, SOUTH ANDAMAN” પર મોકલી દો.

અહીં ક્લિક કરીને નોટિફિકેશન વાંચો
First published:

Tags: Government jobs, Indian Navy, Jobs, Recruitment, Sarkari Naukari, Vacancy, કેરિયર