Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનાએ (Indian Navy) સ્કિલ્ડ ટ્રેડ્સમેન (ગ્રપુ સી, નો ન ગેઝેટેડ, ઇન્ડસ્ટ્રિયલ) પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નૌસેના તરફથી જાહેર નોટિસ મુજબ, તેના માટે અરજી ઓફલાઇન (Offline Application) કરવાની રહેશે. સ્કિલ્ડ ટ્રેડ્સમેન (Skilled Tradesman) પદો પર ભરતી માટે લેખિત પરીક્ષા થશે. તેનું આયોજન પોર્ટ બ્લેયર અને વિશાખાપટ્ટનમમાં કરવામાં આવશે. નોટિસ અનુસાર સ્કિલ્ડ ટ્રેડ્સમેની કુલ 302 વેકન્સી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થયાના 50 દિવસની અંદર અરજી કરી શકે છે. તેનો અર્થ એ છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2021 છે.
આ ભરતી નૌસેનાના નેવલ શિપયાર્ડ પોર્ટ બ્લેરે (Naval Shipyard Port Blair) બહાર પાડી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ભરતી માટે એક્સ નેવલ ડોકયાર્ડ અપ્રેન્ટિસ અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને સામાન્ય રીતે અંદમાન અને નિકોબાર કમાન્ડ અંતર્ગત નિયુક્ત કરવામાં આવશે. જોકે, જરૂર પડતાં તેમને દેશમાં ક્યાંય પણ તૈનાત કરવામાં આવી શકે છે. ઉમેદવારો માટે અરજી ફોર્મ www.and.nic.in અને www.ncs.gov.in થી ડાઉનલોડ કરી શકે છે.
Indian Navy Recruitment 2021: જાણો જરૂરી લાયકાત વિશે
ભારતીય નૌસેનાની નોટિસ અનુસાર સ્કિલ્ડ ટ્રેડ્સમેન પરદ માટે ઉમેદવારનું કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. સાથોસાથ મિકેનિક ટ્રેડ કે તેનાથી સમકક્ષ કોઈ ટ્રેડમાં આઇટીઆઇ કરીને અપ્રેન્ટીસશિપ ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ભારતીય સેના, ભારતીય વાયુસેનાની ટેક્નીકલ બ્રાન્ચમાં બે વર્ષ રેગ્યુલર સર્વિસ કરી ચૂકેલા યુવા પણ અરજી કરી શકે છે.
નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેન પર પર ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ ઉંમર મર્યાદામાં નિયમ મુજબ છુટ મળશે.
Indian Navy Recruitment 2021: કેવી રીતે થશે પસંદગી?
HPCLમાં મેનેજરથી લઈને ડ્રાઇવર સુધી નોકરીઓ જ નોકરીઓ
એચપીસીએલ બાયોફ્યુઅલ લિમિટેડે (HPCL Biofuels Limited) જનરલ મેનેજર (General Manager Job) અને ડીજીએમ (DGM Job) સહિત વિભિન્ન પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. HPCLના નોટિફિકેશન અનુસાર, કુલ 255 વેકન્સી (HPCL Vaccancy) છે. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2021 છે. તેના માટે અરજી ઓનલાઇન કરવાની છે. નોટિસ મુજબ, ઉમેદવારોને અરજી અને નિગોશિએશન ફોર્મની સાથે પોતાનો સીવી અને તમામ આવશ્યક દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી મોકલવાની છે. અરજી પત્ર મોકલવા માટેનું સરનામું છે- એચપીસીએલ બાયોફ્યૂઅલ લિમિટેડ, હાઉસ નંબર-09, શ્રી સદન, પાલિપુત્ર કોલોની, પટના- 800013. અરજી ફોર્મનું ફોર્મેટ નોટિફિકેશનની સાથે અટેચ મળી જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર