Sarkari Naukri: ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં 10-12 પાસ માટે 188 જગ્યા પર ભરતી, 19,000 પગારથી શરૂઆત

ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં ભરતી

Indina Militry Acadyem Dehradun Recruitment: ઈન્ડિયન મિલિટરી એકેડમીની ભરતી માટે ફટાફટ અરજી કરો, જાણો તમામ વિગતો અને અરજી કરવાની લિંક

  • Share this:
    ઇન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂને (Indina Militry Academy Dehradun Recruitment)  મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ( MTS) અને અન્ય પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારો ભરેલ અરજી ફોર્મ Comdt. Indian Military Academy, Dehradun ને મોકલીને પોસ્ટ્ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 45 દિવસની અંદર છે.

    આ ભરતી પ્રક્રિયામાં કુક સ્પેશિયલની 12, કુક આઈટી 3, ડ્રાઇવર એમટી 10, બુકમેકર 1, એલડીસી 3, મસાલતી 2, વેઇટર 11, સફાઈકર્મી 26, ચોકીદાર 4, ગ્રાઉન્ડ્સમેન 46 સહિત કુલ 188 જગ્યાઓ ભરવાાં આવશે. આ નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોને રૂપિયા 18000થી લઈને 63,200 સુધી પગાર આપવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધો. 10 અને 12 પાસ હોવી અનિવાર્ય છે. ઉંમર મર્યાદામાં એમટી ડ્રાઇવર, લેબ એટેન્ડન્ટ, જીસી ઓર્ડરલી પોસ્ટ માટે 18-27 વર્ષ અને અન્ય પદો માટે 18-25 વર્ષની ઉંમર મર્યાદા છે.

    આ પણ વાંચો : LRD Recruitment 2021: દોડની તૈયારી માટે આ જિલ્લાઓમાં મેદાનો ઉપલબ્ધ છે, જાણો બધા જ મેદાનની વિગતો

    પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે આવેદન કરનારા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં 150 માર્કના 150 સવાલો પૂછવામાં આવશે. બે કલાકની આ પરીક્ષાના સવાલોના આધારે ઉમેદવારોનું મેરીટ તૈયાર થશે અને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.અરજી કરવાની અતિમ તારીખ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 45 દિવસની અંદર છે. પરીક્ષાના પેપરમાં પ્રશ્નો હિંદી અને અંગ્રેજીમાં પૂછવામાં આવશે. જ્યારે અંગ્રેજી વિભાગના પ્રશ્નો અંગ્રેજીમાં જ પૂછાશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 188
    લાયકાત : 10-12 પાસ
    પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષાના આધારે
    અરજી કરવાનું માધ્યમ પોસ્ટ દ્વારા ઓફલાઇન
    અરજી કરવાની ફી 50 રૂપિયા
    ભરતીની જાહેરાત જોવા માટે અહીયા ક્લિક કરો
    ઓફ લાઇન ભરતી કરવા આ સરનામે પોસ્ટ કરવું comdt, ઈન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદુનના સરનામે અરજી મોકલવાની રહેશે.



    અરજી કરવા માટે

    આ ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી જાહેરામાંથી ફોર્મ ડાઉનલોડ કરી અને પોતાના એડ્રેસ સાથેના કવરમાં (9/4)ની સાઇઝમાં 5 રૂપિયાના સ્ટેમ્બ નાખી અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે.

    ઉમેદવારોએ 50 રૂપિયાના પોસ્ટલ ઓર્ડર સાથે

    comdt, ઈન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદુનના સરનામે અરજી મોકલવાની રહેશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

    ચેતવણી 

    ઈન્ડિયન મિલિટરી એકેડમીના નામ પર અનેક તત્વો ખોટી રીતે ભરતી કરાવી આપવાનું કૌભાંડ ચલાવે છે. સેના દ્વારા આવા તત્વોની ચુંગાલમાં ન ફસાવવા માટે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા પરીક્ષાના માધ્યમથી થાય છે અને સંપૂર્ણપણે પારદર્શિત છે. ઉમેદવારોએ આવી યુક્તિ પ્રયુક્તિમાં સંપડાવું નહીં
    Published by:Jay Mishra
    First published: