Home /News /career /

Independence day: ભારતની સ્વતંત્રતા માટે ભારતીય રાષ્ટ્રીય સેના કોણે બનાવી? કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ

Independence day: ભારતની સ્વતંત્રતા માટે ભારતીય રાષ્ટ્રીય સેના કોણે બનાવી? કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ

પ્રતિકાત્મક તસવીર

Indian independence day General Knowlege : લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આ આઝાદી મળી હતી. જેને ભારતીય રાષ્ટ્રીય ચળવળ કહેવામાં આવે છે. આ રીતે, ભારત તેની આઝાદીની ડાયમંડ જ્યુબિલી (75મું વર્ષ) આઝાદીના અમૃત ઉત્સવ (Aazadi ka Amrit mahotshav) તરીકે ઉજવી રહ્યું છે.

વધુ જુઓ ...
    Independence day General Knowledge : લગભગ 200 વર્ષ સુધી બ્રિટિશ સામ્રાજ્યની (British Empire) વસાહત રહીને ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર (Independence) થયો. લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આ આઝાદી મળી હતી. જેને ભારતીય રાષ્ટ્રીય ચળવળ કહેવામાં આવે છે. આ રીતે, ભારત તેની આઝાદીની ડાયમંડ જ્યુબિલી (75મું વર્ષ) આઝાદીના અમૃત ઉત્સવ (Aazadi ka Amrit mahotshav) તરીકે ઉજવી રહ્યું છે. લગભગ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતીય રાષ્ટ્રીય ચળવળને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. અમે તમારા માટે આવા જ કેટલાક મહત્વના પ્રશ્નો લઈને આવ્યા છીએ.

    પ્રશ્ન- ભારતની આઝાદી માટે ભારતીય રાષ્ટ્રીય સૈન્યની રચના કોણે કરી?
    જવાબ – સુભાષચંદ્ર બોઝ

    પ્રશ્ન- આઝાદી પછી ભારતમાં કયો પક્ષ સત્તા પર આવ્યો?
    જવાબ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

    પ્રશ્ન- 15મી ઓગસ્ટે ભારતના વડાપ્રધાન ક્યાં ધ્વજ ફરકાવે છે?
    જવાબ - લાલ કિલ્લા પર

    પ્રશ્ન - જવાહરલાલ નેહરુએ ભારતના વડાપ્રધાન તરીકે ક્યારે શપથ લીધા?
    જવાબ - જવાહરલાલ નેહરુએ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

    પ્રશ્ન- ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
    જવાબ- ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું.

    આ પણ વાંચોઃ-Celeb Disha Patani : કોલેજ ડ્રોપઆઉટ છે દિશા પટણી, મોડેલિંગ માટે છોડ્યો અભ્યાસ


    પ્રશ્ન- લોર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટને ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે શા માટે પસંદ કર્યો?
    જવાબ- લોર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટને ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કર્યો કારણ કે તે જાપાની સહયોગી દળોના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી.

    પ્રશ્ન- ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?
    જવાબ- કોલકાતાના પારસી બાગન સ્ક્વેર ખાતે 7 ઓગસ્ટ 1906ના રોજ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-કઇ રીતે બનવું ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર? જાણો લાયકાત, પગાર અને પસંદગી પ્રક્રિયા વિશે બધું જ


    પ્રશ્ન- ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
    જવાબ- ભારતના છેલ્લા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી હતા.

    પ્રશ્ન: તાપ્તી નદીના કિનારે સુરત ખાતે 1907ના કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી?
    જવાબ- 1907 માં, તાપ્તી નદીના કિનારે કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા ફિરોઝશાહ મહેતા દ્વારા કરવામાં આવી હતી, જ્યાં મધ્યમ અને ઉગ્રવાદીઓ વચ્ચેના મતભેદોને કારણે કોંગ્રેસમાં પ્રથમ વિભાજન થયું હતું.

    પ્રશ્ન-. 'બ્રિટિશ ઈન્ડિયા સોસાયટી'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
    જવાબ- દાદાભાઈ નરોજીએ કર્યું.
    Published by:ankit patel
    First published:

    Tags: Independence day, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन