Home /News /career /India Coast Guard Recruitment 2021: કોસ્ટગાર્ડમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી, 56,100 રૂ. પગારથી થશે શરૂઆત

India Coast Guard Recruitment 2021: કોસ્ટગાર્ડમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી, 56,100 રૂ. પગારથી થશે શરૂઆત

Indian Coast Guard Recruitment 2022 : ભારતીય તટ રક્ષક દળમાં સિવિલિયન પોસ્ટ પર ભરતી, અહીંથી કરો અરજી

Indian Coast Guard Recruitment 2021 : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2021)માં સરકારી નોકરીઓ અથવા સહાયક કમાન્ડન્ટ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2021)માં સરકારી નોકરીઓ અથવા સહાયક કમાન્ડન્ટ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જનરલ ડ્યુટી, કોમર્શિયલ પાઇલટ એન્ટ્રી (CPL-SSA) અને ટેકનિકલ (એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ) શાખામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે જાહેરાત કરાઈ છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી જાહેરાત મુજબ, 02/2022 બેચમાં જાહેરાત કરવામાં આવેલી ત્રણેય શાખામાં કુલ 50 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થવાની છે.

ભરતીમાં અરજી માટે છેલ્લી તારીખ અને અરજી પ્રક્રિયા

કોસ્ટગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રિક્રૂટમેન્ટમાં અરજીઓ 17 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં સહાયક કમાન્ડન્ટમાં ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.gov.in પરના અરજી ફોર્મ મારફતે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રિક્રૂટમેન્ટ 2021 નોટિફિકેશન જોઈ લેવી હિતાવહ છે.

આ લિંક પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે

કોસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી માટે લાયકાત

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (જનરલ ડ્યુટી) – ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા અન્ય કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. જેમાં કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોએ ધો.12 સુધી ગણિત અને ફિઝિક્સનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવારનો જન્મ 30 જૂન, 2001 પછી 1 જુલાઈ, 1997 પહેલા થવો હોવો જોઈએ નહીં.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા50
લાયકાતસ્નાતકથી લઈને એન્જિનિયરીંગ
પસંદગી પ્રક્રિયાપરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
પરીક્ષા ફીનિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ17-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનવાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (CPL-SSA) – ઉમેદવારો પાસે ડીજીસીએ દ્વારા આપવામાં આવેલા માન્ય કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) હોવા જોઈએ. તેમજ ધો. 12માં ઉમેદવારોએ ગણિત અને ફિઝિક્સ વિષયોમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ. વધુમાં ઉમેદવારનો જન્મ 30 જૂન, 2003 પછી અને 1 જુલાઈ, 1997 પહેલા થવો હોવો જોઈએ નહીં.

આ પણ વાંચો : BRO Recruitment 2021: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનમાં 354 જગ્યા માટે ભરતી, ફટાફટ જાણો વિગતો

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ) – ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે એન્જિનિયરિંગની ડિગ્રી પાસ કરી હોવી જોઈએ. તેમજ ઉમેદવારે ધો.12માં ગણિત અને ફિઝિક્સના વિષયોમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. વધુમાં, ઉમેદવારનો જન્મ 30 જૂન, 2001 પછી અને 1 જુલાઈ, 1997 પહેલા થવો હોવો જોઈએ નહીં.

પસંદગી પ્રક્રિયા

આસિસ્ટન્ડ કમાન્ડન્ટની ભરતી માટે અરજી કરનારા ઉમેદાવારોની એક પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાંથી પાસ થનારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલવવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોની મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને એપ્ટીટ્યૂડ ટેસ્ટ પણ લેવામાં આવશે.

આ પણ વાંચો :  Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન

પગાર ધોરણ : આ ભરતીમાં પસંદ થનારા ઉમેદવારોને 56,100 રૂપિયાથી પગાર આપવામાં આવશે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટથી લઈને ડાયરેક્ટર જનરલ સુધી બઢતીના ચાન્સ આ નોકરીમાં મળે છે જેમાં પગાર 2,25,000 રૂપિયા સુધી મળી શકે છે તો ફટાફટ કરો અરજી
First published: