Home /News /career /ICG Recruitment 2022: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી, કઈ છે છેલ્લી તારીખ

ICG Recruitment 2022: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી, કઈ છે છેલ્લી તારીખ

ઈન્ડિયા કોસ્ટ ગાર્ડમાં ભરતી

ICG Recruitment 2022: ઉમેદવાર અરજી કરતા પહેલા આપવામાં આવેલી તમામ મહત્વની બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા દ્વારા ઉમેદવાર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવી શકે છે.

    ICG Recruitment 2022: ઉમેદવાર અરજી કરતા પહેલા આપવામાં આવેલી તમામ મહત્વની બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા દ્વારા ઉમેદવાર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવી શકે છે.

    ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે નાવિક (સામાન્ય ફરજ), નાવિક (ઘરેલૂ શાખા) ના હોદ્દાની ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની માન્ય વેબસાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ હોદ્દાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22મી સપ્ટેમ્બર છે.

    આ ઉપરાંત, ઉમેદવાર સીધા જ લિંક https://joinindiancoastguard.gov.in/ દ્વારા પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક Indian Coast Guard Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર માહિતી જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્રારા કુલ 322 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    Indian Coast Guard Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો


    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 8 સપ્ટેમ્બર 2022
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 22 સપ્ટેમ્બર 2022

    Indian Coast Guard Recruitment 2022 માટે ખાલી જગ્યાઓનું વિતરણ


    કુલ જગ્યાઓ- 322

    નાવિક (જીડી)-225
    નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)- 40
    મિકેનિક (યાંત્રિક)- 16
    મિકેનિક (વિદ્યુત)- 10
    મિકેનિક (ઈલેક્ટ્રોન્કિ્સ)- 09

    આ પણ વાંચોઃ-NEET 2022: નીટ અમદાવાદ ટોપર જય રાજ્યગુરુએ પરીક્ષા તૈયારી સાથે કરતો હતો આવા કામ


    Indian Coast Guard Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ


    ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10 અને 12 ધોરણ પાસ હોવો જોઈએ.

    Indian Coast Guard Recruitment 2022 માટે વય મર્યાદા

    ઉમેદવારની વય મર્યાદા 18 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    Indian Coast Guard Recruitment 2022 માં અરજી માટેની ફી


    ઉમેદવારે અરજી ફીના રૂપમાં 250 (SC\ST ઉમેદવારો માટે કોઈ ફી નહીં) રૂપિયા ચૂકવવા પડશે.

    આ પણ વાંચોઃ-AIIMS Recruitment: ટ્યુટર અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી, જલદી કરો અરજી


    Indian Coast Guard Recruitment 2022 નો પગાર


    નાવિક (સામાન્ય ફરજ) - 21,700 રૂપિયા મૂળ વેતન (પગાર ધોરણ-3)
    નાવિક (ઘરેલૂ શાખા) - નાવિક(ડીબી) ના માટે મૂળ વેતન 21,700 રૂપિયા (પગાર ધોરણ-3)
    મિકેનિક - મૂળ વેતન 29,200 રૂપિયા (પગાર ધોરણ-5)
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन
    विज्ञापन