નવી દિલ્હી. તમે ભારતીય સેનામાં ભરતી (Indian Army Recruitments) થવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારે ટેટૂ પ્રેમ (Tattoo Love ) છોડવો પડશે. જી હા, આપનો ટેટૂ પ્રેમ સેનામાં ભરતી (Army Bharti 2021) થવાના માર્ગમાં અડચણ ઊભી કરી શકે છે. મૂળે, ટેટૂને લઈને સેનાની પોલિસી (India Army Policy on Tattoo) છે. આ પોલિસી હેઠળ, શરીરના કેટલાક નિયત કરેલા હિસ્સાને બાદ કરતાં બાકી કોઈ હિસ્સા પર ટેટૂ (Tatttoo) ન કરાવી શકાય. આર્મીની પોલિસી મુજબ, શરીરના જે હિસ્સામાં ટેટૂની મંજૂરી આપવામાં આવી છે, તે હિસ્સામાં પહેલાથી ટેટૂ બનેલું હોય તો તેની જાણકારી સેનાના ભરતી બોર્ડને અગાઉથી આપવી અનિવાર્ય છે. આવું ન કરવા પર આપને ભરતીની વચ્ચે જ ઘરે મોકલી દેવામાં આવી શકે છે.
શરીરના કયા હિસ્સામાં ટેટૂ ત્રોફાવાની મંજૂરી
ભારતીય સેના (Indian Army)એ હાથની અંદર તરફ, કોણીથી નીચે અને હથેળીની ઉપરના હિસ્સામાં ટેટૂ (Tattoo) ત્રોફાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, હથેળીના બહારના હિસ્સામાં પણ ટેટૂને મંજૂરી છે. હાથના અંદરના હિસ્સા અને હથેળીના બહારના હિસ્સા પર ટેટૂના સાઇનને લઈ સ્પષ્ટ દિશા-નિર્દેશ નથી. સેનાએ એ સ્પષ્ટ કર્યું છે કે ટેટૂમાં ધાર્મિક ચિન્હ અને પોતાના કોઈ નજીકની વ્યક્તિનું નામ ન હોઈ શકે. મંજૂરીવાળી જગ્યા પર બનેલા ટેટૂ સૈન્ય અનુશાસન અને સારા ક્રમથી હોવા જોઈએ. આનાથી વિશેષ શરીરના કોઈ પણ હિસ્સામાં ટેટૂની મંજૂરી સેના તરફથી નથી આપવામાં આવતી.
પોઇન્ટ 1, 2 અને 3ના દાયરામાં જ ટેટૂ કરાવવાની મંજૂરી છે. હથેળીની અંદરના હિસ્સામાં (પોઇન્ટ 4, 5 અને 6) કોઈ પ્રકારના ટેટૂ કરાવવાની મંજૂરી નથી.
સેના હથેળીની અંદરના હિસ્સામાં કોઈ પણ પ્રકારના ટેટૂની મંજૂરી નથી આપતી. આ ઉપરાંત, સેનાએ શરીરના જે હિસ્સામાં ટેટૂની મંજૂરી આપી છે, ત્યાં કોઈ પ્રકારના અશ્લીલ, આપત્તિજનક, જાતિવાદી, લિંગભેદ ટેટૂની મંજૂરી નથી. મંજૂરીવાળી જગ્યા પર આ પ્રકારના ટેટૂ જોવા મળશે તો સેના ભરતીથી બહાર કરી દેવાની જોગવાઈ છે. આ ઉપરાંત, ધર્મ, વિસ્તાર, જાતિના અપમાનના ઉદ્દેશ્યથી બનેલા ટેટૂ ઉપર સેનાએ પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરકારના અનુસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિ આદેશ અધિનિયમ કે યાદી દ્વારા જાહેર આદિવાસી સમુદાયો કે આદિવાસી વિસ્તાર સંબંધિત ઉમેદવારોના શરીરના કોઈ પણ હિસ્સા પર સ્થાયી શરીર ટેટૂ રાખવાની મંજૂરી છે. સેનાએ આદિવાસી સમુદાયો અને આદિવાસી વિસ્તારો અંતર્ગત આવનારા ઉમેદવારોના રિત-રિવાજો અને પરંપરાઓને ધ્યાને લઈ આ મંજૂરી આપી છે. આદિવાસી સમુદાયો કે આદિવાસી ક્ષેત્રોથી સંબંધિત ઉમેદવારોને ટેટૂ પોલિસીથી છૂટ મેળવવા માટે કેટલાક પ્રમાણ પત્ર સેના ભરતી બોર્ડની સમક્ષ રજૂ કરવાના હોય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર