Home /News /career /Army Bharti 2021: આ 20 કારણોના લીધે ‘DME’માં રિજેક્ટ થઇ જાય છે 30 ટકા યુવાનો

Army Bharti 2021: આ 20 કારણોના લીધે ‘DME’માં રિજેક્ટ થઇ જાય છે 30 ટકા યુવાનો

Army Bharti 2021- ભારતીય સેના (Indian Army) હોય કે પછી પેરામિલિટ્રી ફોર્સ (Paramilitary Forces) તમામની ભરતી પ્રક્રિયામાં ડિટેઇલ મેડિકલ એક્ઝામિનેશન(Detail Medical Examination) એટલે કે ડીએમઇ (DME) ખૂબ મહત્વપૂર્ણ છે

Army Bharti 2021- ભારતીય સેના (Indian Army) હોય કે પછી પેરામિલિટ્રી ફોર્સ (Paramilitary Forces) તમામની ભરતી પ્રક્રિયામાં ડિટેઇલ મેડિકલ એક્ઝામિનેશન(Detail Medical Examination) એટલે કે ડીએમઇ (DME) ખૂબ મહત્વપૂર્ણ છે

અનૂપ કુમાર મિશ્ર

નવી દિલ્હી : ભારતીય સેના (Indian Army) હોય કે પછી પેરામિલિટ્રી ફોર્સ (Paramilitary Forces) તમામની ભરતી પ્રક્રિયામાં ડિટેઇલ મેડિકલ એક્ઝામિનેશન(Detail Medical Examination) એટલે કે ડીએમઇ (DME) ખૂબ મહત્વપૂર્ણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઇ પણ ફોર્સમાં ડીએમઇનું એવરેજ રિજેક્શન લગભગ 30 ટકા છે. ઘણી વખત આ રિજેક્શન રેટ 40થી 50 ટકા સુધી પહોંચી જાય છે.

સ્વાભાવિક રીતે ભારતીય સેના અથવા પેરામિલિટ્રી ફોર્સમાં ભરતી થવાનું સપનું જોતા જવાનો માટે ખૂબ જરૂરી છે કે તેમને ડીએમઇની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી હોય, જેથી તેમની વર્ષોની તૈયારી અને સપનાઓ પર નાની એવી ભૂલ પાણી ન ફેરવી શકે. આજે અમે તમને તે 20 કારણોથી અવગત કરીશું, જેના કારણે મોટા ભાગના યુવાનોનું ડીએમઇમાંથી રિજેક્શન થાય છે.

ડીએમઇમાં રીજેક્શનના 20 કારણો

- ટ્યૂબરકોલોસિસ(ટીબી), આર્થરાઇટિસ(ગઠિયા), હાઇપરટેન્શન, સિફલિસ સંક્રમણ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જેવી ગંભીર બીમારીઓ યુવાનો માટે રિજેક્શનનું પહેલું કારણ બને છે.

- અસ્થમા, ક્રોનિક ટોન્સિલિટિસ અને એડેનોઇડ્સ જેવી બ્રોન્કિયલ કે લેરિન્જાઇટિસ બીમારીઓ તમારા રિજેક્શન માટે જવાબદાર બને છે. આ તમામ બીમારીઓ ગળાનું સંક્રમણ દર્શાવે છે.

- દ્રષ્ટિ નબળી હોવી, રંગોની ઓળખમાં સમસ્યા વગેરે પણ રિજેક્શનના મોટા કારણો પૈકી એક છે. ઘણા યુવાનો નબળી આંખોના કારણે પોતાનું સપનું પુરૂ કરી શકતા નથી.

- હ્યદય સંબંધિત કોઇ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા યુવાનોને સેના કે પેરામિલિટ્રી ફોર્સમાં ભરતી કરવામાં આવતા નથી, આ તેમના માટે રિજેક્શનનું કારણ બને છે.

આ પણ વાંચો - health tips: એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગના ફાયદા કરતા નુકસાન વધુ, અહીં જાણો શું કહે છે સંશોધકો

- ઓટિટિસ મીડિયા(Otitis Media) પણ રિજેક્શનનું મોટું કારણ છે. ઓટિસ મીડિયાને મધ્ય કાનનો ચેપ પણ કહેવામાં આવે છે. આ રોગમાં શરદી, એલર્જી અથવા ફ્લૂના કારણે કાનમાંથી બહાર આવતું પ્રવાહી બ્લોક થઇ જાય છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

- સીએપીએફ અને ભારતીય સેનામાં ભરતીમાં રિજેક્શનનું એક કારણ બહેરાપણું કે નક્કી કરેલા માપદંડોથી ઓછું સંભળાવાની ક્ષમતા પણ જવાબદાર હોઇ શકે છે.

- હકલાતા(Stammer) યુવાનોને પણ ડીટેલ મેડિકલ એક્ઝામિનેશન દરમિયાન રિજેક્ટ કરવામાં આવે છે.

- એવા યુવાનો જેના તમામ અથવા અડધા દાંત કૃત્રિમ છે અને તેમનો ડેન્ટલ પોઇન્ટ 14થી ઓછો છે, તેમને ડીટેઇલ મેડિકલ એક્ઝામિનેશનમાં રિજેક્શનનો સામનો કરવો પડે છે.

- છાતીમાં સંકોચન, સાંધાનો દુખાવો અને અસામાન્ય ચાલ પણ રિજેક્શનનું કારણ બને છે.

- કિફોસિસ, સ્કોલિયોસિસ, લોર્ડોસિસ જેવી સમસ્યા પણ પેરામિલિટ્રી ફોર્સ અને ભારતીય સેનામાં ભરતીમાં રીજેક્શનનું કારણ બને શકે છે.

- એન્ડોક્રાઇન ડિસઓર્ડર પણ રિજેક્શનનું મોટું કારણ છે. એન્ડોક્રાઇન ડિસઓર્ડરના કારણે ડાયાબિટિસ, થાઇરોઇડ, ગ્રોથ ડિસઓર્ડર, સેક્સ્યુઅલ ડિસફંક્શનની સાથે હાર્મોન સંબંધી બીમારી થવાનો ખતરો પેદા થઇ શકે છે.

- માનસિક(Mental), નર્વસ અસ્થિરતા (Nervous Instability) અને બુદ્ધિમાં ઘટાડો (Defective Intelligence) પણ રિજેક્શન મોટું કારણ છે.

- વિટિલિગો (Vitiligo), રક્તપિત્ત (Leprosy), એસએલઇ (SLE). એક્ઝિમા (Eczema) અને ફંગલ ઇન્ફેક્શન જેવી ગંભીર ત્વચા સંબંધિત બીમારીઓથી પીડિત યુવાનોને ડીએમઇમાં રિજેક્ટ કરવામાં આવે છે.

- ક્યૂબિટસ વેરસ(Cubitus Varus) એટલે વાલ્ગસ (Valgus)ની સ્થિતિમાં રિજેક્શનનો સામનો કરવો પડી શકે છે. ક્યૂબિટસ વેરસમાં હાથ અને કોણીની સ્થિતિની ચકાસણી કરવામાં આવે છે.

- ગુદા ભગદંર, પાઇલ્સ અને અન્ય એનોરેક્ટલ રોગોથી પીડિત યુવાનોને ડીએમઇ દરમિયાન રિજેક્ટ કરવામાં આવે છે.

- જો વાઇનો રોગ હોય તો પણ ડીએમઇમાં યુવાનોને સિલેક્ટ કરવામાં આવતા નથી.

- ડીએમઇ દરમિયાન કોઇ યુવાનને હાઇડ્રોસીલથી પીડિત થાય છે, તો તેને રિજેક્ટ કરવામાં આવશે. ભલે તેની હાઇડ્રોસીલ સારવાર યોગ્ય કેમ ન હોય. સાથે જ એક નાના હાઇડ્રોસીલ, જેના ઓપરેશન બાદ તેનું નિશાન રહ્યું નથી, તેને સ્વીરકાર કરવામાં આવે છે.

- ફ્લેટ ફૂટ, ક્લબ ફૂટ, પ્લાંટાર વાર્ટ્સ જેવી પગની વિકૃતિ વાળા ઉમેદવારોને પણ સ્વીકાર કરવામાં આવતા નથી.

- હર્નિયા(Hernia) થી પીડિત યુવાનોને ડીએમઇમાં સ્વીકાર કરવામાં આવતા નથી.

- હાથ કે પગમાં પોલીડેક્ટાઇલ પણ રીજેક્શનનું એક કારણ છે. યુવાનોના હાથ અને પગમાં 6 આંગળીઓ કે અંગૂઠાની સ્થિતિને પોલીડેક્ટાઇલ કહેવામાં આવે છે.
First published:

Tags: Army bharti 2021, Indian army vacancy, ભારતીય સેના