Indian Army TGC Recruitment 2021: ઈન્ડિયન આર્મીએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (Technical Graduate Course) (TGC) ભરતી 2021 માટે નોટિફિકેશન જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલી શોર્ટ એડવર્ટાઈઝમેન્ટ અનુસાર આ પદો પર ભારતીય આર્મી દ્વારા અનમેરિડ મેલ કેન્ડિડેટ્સ (unmarried male candidates) દ્વારા અરજી મંગાવવામાં આવી છે. આ પદો પર અરજી કરવા માટે 6 ડિસેમ્બરથી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે અને અરજી કરવાની અંતિમ તારીખ 4 જાન્યુઆરી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.inના માધ્યમથી અરજી કરી શકે છે.
અરજી કરનાર ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં એન્જીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આ પદો પર અરજી કરી શકે છે. આ પદો પર માત્ર અવિવાહિત ઉમેદવારો જ અરજી કરી શકશે.
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વય 20 વર્ષ અને વધુમાં વધુ વય 27 વર્ષ હોવી જોઈએ. 20 થી 27 વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે.
ભરતીની ટૂંકી વિગતો
જગ્યા
40
શૈક્ષણિક લાયકાત
અરજી કરનાર ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં એન્જીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આ પદો પર અરજી કરી શકે છે