Indian Army SSC Recruitment 2022: ભારતીય સેનામાં દેશ માટે સેવા આપવાની સુવર્ણ તક, 8 માર્ચથી કરી શકાશે અરજી
Indian Army SSC Recruitment 2022: ભારતીય સેનામાં દેશ માટે સેવા આપવાની સુવર્ણ તક, 8 માર્ચથી કરી શકાશે અરજી
Army recruitment 2022 : આર્મમાં એસએસસી ટેકનિકલ ઓફિસરની ભરતી
Indian Army SSC Recruitment 2022: ભારતી સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ટેકનિકલ ઓફિસરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયાની શરૂઆત 8મી માર્ચથી શરૂ થશે. જાણો કોણ કરી શકે છે અરજી, શું છે અરજી પ્રક્રિયા
Indian Army SSC Recruitment 2022: દેશના યુવાનો આજકાલ દેશની સેના માટે સેવા આપવા અને ડિફેન્સ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માટે ખુબ આતુર છે. ત્યારે આવા યુવાનોને ભારતીય સેના (Indian Army)માં કામ કરવાની ઉત્તમ તક મળી રહી છે. ભારતીય સેના SSC ટેકનિકલ ઓફિસર (Indian Army SSC Technical Officer )ની જગ્યાઓ માટે 08 માર્ચ, 2022ના રોજ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરશે. જેમાં 59th કોર્સ શોર્ટ સર્વિસ કમિશન (ટેક) હેઠળ પુરૂષો અને 30th કોર્સ શોર્ટ સર્વિસ કમિશન (ટેક) હેઠળ મહિલાઓ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જણાવી દઈએ કે, ભારતીય સેનાનો આ SSC કોર્સ ઓક્ટોબર 2022માં શરૂ થશે.
આ પોસ્ટ્સ માટે લાયક અને રુચિ ધરાવતા પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો 06 એપ્રિલ, 2022 સુધી અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ joinindianarmy.nic.inની મુલાકાત લેવી રહી.
ઉમેદવારો ખાલી જગ્યાની વિગતો, SSB ઇન્ટરવ્યુની તારીખો અને અન્ય વિગતો ઇન્ડિયન આર્મી SSC ટેકનિકલ ઓફિસર નોટિફિકેશન 2022માં જોઈ શકશે.
અગત્યની તારીખો
- ભરતી પ્રક્રિયા માટે અરજી શરુ થવાની તારીખ : 08 માર્ચ, 2022
- ભરતી પ્રક્રિયા માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 06 એપ્રિલ, 2022
ઇન્ડિયન આર્મી SSC ટેક્નિકલ ઓફિસર વેકેન્સી ડિટેલ્સ
- SSC (Tech)-59th પુરુષ - ખાલી જગ્યાની વિગતો જલ્દી જ જાહેર કરવામાં આવશે.
- SSCW (Tech)-30th સ્ત્રી - ખાલી જગ્યાની વિગતો જલ્દી જ જાહેર કરવામાં આવશે.
આ ભરતી માટે ઇજનેરીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
- જોકે, એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારે તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી પરીક્ષા પાસ કર્યાનો પુરાવો સબમિટ કરવા જરૂરી છે અને નિયત સમય પહેલાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરવું અનિવાર્ય છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
ટૂંક સમયમાં જાહેર થશે
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઇજનેરીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
એન્જિનિયરીંગમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.