Home /News /career /

Indian Army Recruitment: આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ માટે ભરતી, જાણો ક્યારે અને કઇ રીતે કરશો અરજી?

Indian Army Recruitment: આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ માટે ભરતી, જાણો ક્યારે અને કઇ રીતે કરશો અરજી?

Army recruitment 2022 : આર્મમાં એસએસસી ટેકનિકલ ઓફિસરની ભરતી

Indian army SSC Recruitment 2022 : ભારતી સેનામાં શોર્ટ સર્વિસ કમિશન (SSC) દ્વારા 59 પુરૂષ અને 30 મહિલા ટેકનિકલ કોર્સની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી 8મી માર્ચથી અરજી કરી શકે છે.

    Indian Army Recruitment:  ભારતીય સેના (Indian Army)એ ઓક્ટોબર 2022 માં સુનિશ્ચિત થયેલ શોર્ટ સર્વિસ કમિશન (SSC Recruitment 2022) (Tech) પુરૂષોના 59મા કોર્સ અને એસએસસી (Tech) મહિલા 30મા કોર્સ માટે એક નોટિસ (Notification) જાહેર કરી છે. ઇન્ડિયન આર્મી એસએસસી ટેક ભરતી 2022 (Indian Army SSC Recruitment 2022) માટે ઓનલાઇન અરજીઓ 8 માર્ચ 2022 થી 8 એપ્રિલ 2022 સુધી joinindianarmy.nic.in પર શરૂ થશે.



    શૈક્ષણિક લાયકાત

    ઉપરોક્ત ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર નોટિફીકેશન જાહેર થયા પછી લાયકાત માટેની તમામ માહિતી વિગતવાર તપાસી શકશે.

    આ પણ વાંચો : Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

    વયમર્યાદા

    ઉમેદવારની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

    કઇ રીતે કરવામાં આવશે પસંદગી?

    ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. SSB ઇન્ટરવ્યુ પછી ભલામણ કરાયેલ અને સંબંધિત ઓથોરિટી દ્વારા તબીબી રીતે ફીટ જાહેર કરાયેલા ઉમેદવારોને જોઇનિંગ લેટર માટે બોલાવવામાં આવશે. શરૂઆતમાં ઉમેદવારોએ ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ કરવાનો રહેશે. ત્યાર બાદ તેમને ઓફિસર તરીકે કામ સોંપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યાનોટિફિકેશનમા ઉલ્લેખ મુજબ
    શૈક્ષણિક લાયકાત

    માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર નોટિફીકેશન જાહેર થયા પછી લાયકાત માટેની તમામ માહિતી વિગતવાર તપાસી શકશે.

    પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. SSB ઇન્ટરવ્યુ પછી ભલામણ કરાયેલ અને સંબંધિત ઓથોરિટી દ્વારા તબીબી રીતે ફીટ જાહેર કરાયેલા ઉમેદવારોને જોઇનિંગ લેટર માટે બોલાવવામાં આવશે.
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ15-3-2022
    ભરતીની ટૂંકી જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    કઇ રીતે કરશો અરજી?

    રસ ધરાવતા ઉમેદવારો 15 માર્ચથી 13 એપ્રિલ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

    -ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ભારતીય સેનાની ઓફિશ્યલ વેબસાઇટ – joinindianarmy.nic.in પર જાઓ.

    -હવે હોમ પેજ પર “Officer Entry Apply/Login” પર ક્લિક કરો.

    -જે લોકો પહેલી વખત અરજી કરી રહ્યા છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જ્યારે અગાઉથી રજીસ્ટર ઉમેદવારો સીધું જ લોગીન કરીને એપ્લિકેશન પ્રોસેસ કરી શકે છે.

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    -એપ્લિકેશન ફોર્મમાં આપેલી વિગતો ભરીને સબમિટ કરો.

    -અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ ઉમેદવાર એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઇ શકે છે. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    મહત્વની તારીખ

    ઓનલાઇન અરજી કરવાની પ્રારંભિક તારીખ -15 માર્ચ, 2022

    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ – 13 એપ્રિલ, 2022
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, ઇન્ડિયન આર્મી, કેરિયર

    આગામી સમાચાર