Home /News /career /Indian Army Recruitment 2022: ધો.10 અને 12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની સુવર્ણ તક, ફટાફટ વાંચો વિગતો
Indian Army Recruitment 2022: ધો.10 અને 12 પાસ માટે ભારતીય સેનામાં નોકરીની સુવર્ણ તક, ફટાફટ વાંચો વિગતો
આર્મીમાં નોકરી
Indian Army Recruitment 2022: ઇન્ફન્ટ્રી સ્કૂલ (Infantry School), મહુમાં ડ્રાફ્ટ્સમેન, લોઅર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ II, સિવિલિયન મોટર ડ્રાઇવર, કૂક, ટ્રાન્સલેટર, બાર્બર અને આર્ટિસ્ટ અથવા મોડેલ મેકરની જગ્યાઓ ખાલી છે.
Indian Army Recruitment 2022: ભારતીય સેનાની (Indian Army ) પાયદળ શાળા, મહુમાં 10 અને 12 પાસ માટે નોકરીઓ છે. ઇન્ફન્ટ્રી સ્કૂલ (Infantry School), મહુમાં ડ્રાફ્ટ્સમેન, લોઅર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ II, સિવિલિયન મોટર ડ્રાઇવર, કૂક, ટ્રાન્સલેટર, બાર્બર અને આર્ટિસ્ટ અથવા મોડેલ મેકરની જગ્યાઓ ખાલી છે. સૂચના મુજબ કુલ 101 જગ્યાઓ ખાલી છે. આ ભરતી (recruitment) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25મી જુલાઈ છે.
આ ભરતી માટે અરજી પોસ્ટ દ્વારા કરવાની રહેશે. રક્ષા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત અનુસાર, અરજી ફોર્મના પરબિડીયા પર ઓછામાં ઓછી 25 રૂપિયાની સ્ટેમ્પ લગાવવી જરૂરી છે. અરજીપત્ર મોકલવાનું સરનામું છે - પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, એપ્લિકેશન સ્ક્રુટિની બોર્ડ, ઇન્ફન્ટ્રી સ્કૂલ, મહુ (MP)-453441.