Army Jobs: સેનાના ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં ક્લર્ક અને MTS પદો પર ભરતી, ધો-10 અને ધો-12 પાસ કરો અરજી

Indian Army Recruitment 2021: શિમલા ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં કાયમી નોકરી મેળવવાની તક, જાણો કેટલો મળશે પગાર

Indian Army Recruitment 2021: શિમલા ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં કાયમી નોકરી મેળવવાની તક, જાણો કેટલો મળશે પગાર

  • Share this:
    Army Jobs: ભારતીય સેનાના (Indian Army) શિમલા ટ્રેનિંગ કમાન્ડ (Shimla Army Training Command) શિમલા હેડક્વાર્ટરે લોઅર ડિવિઝન ક્લર્ક (Lower Division Clerk- LDC) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના (Multi Tasking Staff- MTS) પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2021 છે. નોટિફિકેશન મુજબ, ક્લર્ક પદ માટે ઓછામાં ઓછું ધોરણ-12 (12th Pass) હોવું જરૂરી છે. જ્યારે MTS પદ માટે ધોરણ-10 પાસ (10th Pass) યોગ્યતા માંગવામાં આવી છે.

    બંને પદો માટે ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમમુજબ મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ મળશે. ક્લર્ક અને એમટીએસ પદો પર યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.

    વેકન્સી ડિટેલ (Vacancy Details)

    >> લોઅર ડિવીઝન ક્લર્ક (LDC)- 02 પદ, સામાન્ય વર્ગ-01, ઓબીસી-01
    >> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)- 02 પદ, સામાન્ય વર્ગ-02

    કેટલો મળશે પગાર?

    >> લોઅર ડિવીઝન ક્લર્ક (LDC)- દર મહિને 19990- 63200/-
    >> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)- દર મહિને 18000-56900/-

    અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2021 છે.


    અરજી મોકલવાનું સરનામું નોંધી લો...

    એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ, હેડક્વાર્ટર, એઆરટીઆરએસી, શિમલા-171003 (હિમાચલ પ્રદેશ). અરજી સામાન્ય પોસ્ટ કે સ્પીડપોસ્ટના માધ્યમથી મોકલવાની રહેશે. હાથોહાથ જમા નહીં કરી શકાય.

    આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની વેકન્સી, ધોરણ-10 પાસ કરો અરજી

    ભરતી પરીક્ષાનું શું હશે પેટર્ન?

    લેખિત પરીક્ષા (Written Test)- જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીજનિંગ અને ન્યૂમેરિકલ એપ્ટીટ્યૂડથી 25-25 પ્રશ્ન
    જનરલ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસથી 50-50 પ્રશ્ન

    ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ (Descriptive Test)- નિબંધ લેખન (200-250 શબ્દ) અને લેટર/એપ્લીકેશન લેખન (150-200 શબ્દ)થી 25 પ્રશ્ન

    સ્કિલ ટેસ્ટ (Skill Test) - કોમ્યુપ્ટર પર અંગ્રેજીમાં 35 શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દ પ્રતિ મિનિટની ટાઇપિંગ સ્પીડ હોવી જરુરી છે.

    લેખિત પરીક્ષા અને ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ LDC અને MTS બંને પદો માટે હશે. MTSનું પેપર સ્તર ધોરણ-10 મુજબ હશે. જ્યારે સ્કિલ ટેસ્ટ માત્ર ક્લર્ક માટે હશે.

    આ પણ વાંચો, Wipro Elite National Talent Hunt: એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે વિપ્રોમાં નોકરીની તક, જલ્દી કરાવો રજિસ્ટ્રેશન

    SBIમાં નોકરી માટે 567 વેકેન્સી

    ભારતીય સ્ટેટ બેંકે (State Bank Of India) પોતાની વેલ્થ મેનેજમેન્ટ ટીમ માટે નોકરીની ઘણી તકો ખોલી છે. SBI છ જેટલા હોદ્દાઓ માટે ભરતી કરી રહી છે, જેમાં રિલેશનશિપ મેનેજર, રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ), કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટીવ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) અને સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) સામેલ છે. બેંકની અધિકૃત વેબસાઈટ મુજબ કુલ 567 જગ્યાઓ માટે ભરતી થવાની છે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) શરુ થઈ ચૂક્યું છે અને એપ્લિકેશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2021 છે. ઉમેદવાર SBI સ્પેશ્યલ કેડર ઓફિસર હોદ્દાઓ માટે bank.sbi/careers અથવા www.sbi.co.in/careersના માધ્યમથી અપ્લાય કરી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: