Home /News /career /

Indian Army Recruitment 2022: ભારતીય સેનામાં લો ગ્રેજ્યુએટ માટે નીકળી ભરતી, મળશે રૂ. 2,18,200 સુધીનો પગાર

Indian Army Recruitment 2022: ભારતીય સેનામાં લો ગ્રેજ્યુએટ માટે નીકળી ભરતી, મળશે રૂ. 2,18,200 સુધીનો પગાર

Indian Army JAG SSC Recruitment 2022 : આર્મીમાં JAG SSCની ભરતી

Indian Army Recruitment 2022:  ભારતીય સેના (The Indian Army) દ્વારા જજ એડવોકેટ જનરલ (Judge Advocate General, JAG) ના વિભાગમાં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ (Short Service Commission course) માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

    Indian Army Recruitment 2022:  ભારતીય સેના (The Indian Army) દ્વારા જજ એડવોકેટ જનરલ (Judge Advocate General, JAG) ના વિભાગમાં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ (Short Service Commission course) માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. કુલ નવ ઉમેદવારોની જગ્યા પર આ ભરતી કરવામાં આવી રહી છે. જેમાં છ પુરૂષ અને ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવશે. લાયકાત ઘરાવતા ઈચ્છુક ઉમેદવારો 19 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી બપોરે 3 વાગ્યા સુધી joinindianarmy.nic.in પર અરજી કરી શકશે.

    ઓફિશિયલ નોટિફિકેશન મુજબ સેવાનો કુલ કાર્યકાળ કુલ 14 વર્ષનો હશે, જેમાં પ્રારંભિક સમયગાળો 10 વર્ષનો હશે. જેને ચાર વર્ષ સુધી વધારી શકાય છે. કુલ સમયગાળામાં છ મહિનાનો પ્રોબેશન સમયગાળો પણ સામેલ છે. કાર્યકાળ શરૂ થાય તે પહેલાં, પસંદ કરેલા ઉમેદવારો ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં છ મહિનાની ટ્રેઈનિંગમાંથી પસાર થશે.

    Indian Army Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત: અરજદાર પાસે ઓછામાં ઓછા 55 ટકાના કુલ ગુણ સાથે એલએલબીની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવાર પાસે સ્નાતક થયા પછી લેવામાં આવેલી તો ત્રણ વર્ષ અથવા જો ધોરણ 12 પછી અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કૉલેજ /યુનિવર્સિટીમાંથી લેવામાં આવે તો પાંચ વર્ષની ડિગ્રી પ્રોફેશનલ હોવી જોઈએ. વધુમાં, ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા રાજ્યમાં એડવોકેટ તરીકે નોંધણી માટે પાત્ર હોવા જોઈએ.

    Indian Army Recruitment 2022:  વય મર્યાદા:ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ, 2022 સુધીમાં 21 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો અરજદારનો જન્મ જુલાઈ 2, 1995 પહેલાં અને જુલાઈ 1, 2001 પછી થયો ન હોવો જોઈએ.

    આ પણ વાંચો :  UPSC Recruitment 2022 : UPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની જગ્યા માટે નીકળી ભરતી, અહીંથી કરો અરજી

    INDIAN ARMY RECRUITMENT 2022:આ રીતે કરો અરજી

    Step 1. ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ

    Step 2. હોમપેજ પર ભરતી લિંક ઓપન કરો.

    Step 3. રજીસ્ટ્રેશન કરાવો.

    Step 4. એપ્લિકેશન ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ સબમીટ કરો.

    Step 5. એપ્લિકેશન ફી ભરો.

    Step 6. ફોર્મ ડાઉનલોડ કરો અને એક પ્રિન્ટ લઈ લો.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા09
    શૈક્ષણિક લાયકાત: અરજદાર પાસે ઓછામાં ઓછા 55 ટકાના કુલ ગુણ સાથે એલએલબીની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવાર પાસે સ્નાતક થયા પછી લેવામાં આવેલી તો ત્રણ વર્ષ અથવા જો ધોરણ 12 પછી અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કૉલેજ /યુનિવર્સિટીમાંથી લેવામાં આવે તો પાંચ વર્ષની ડિગ્રી પ્રોફેશનલ હોવી જોઈએ. વધુમાં, ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા રાજ્યમાં એડવોકેટ તરીકે નોંધણી માટે પાત્ર હોવા જોઈએ.
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીઉલ્લખ નખી
    અરજી કરવાની અંતિમ તારીખ17-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    INDIAN ARMY RECRUITMENT 2022:પસંદગી પ્રક્રિયા

    જો ઉમેદવારોને સંરક્ષણ મંત્રાલય દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હોય તો તેમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારોએ ભારતીય સેના દ્વારા ફાળવવામાં આવેલા પસંદગી કેન્દ્રો પર સેવા પસંદગી બોર્ડ (Service Selection Board, SSB) કસોટીમાંથી પસાર થવું પડશે. બે પસંદગીના તબક્કા હશે. આ પછી SSB ઇન્ટરવ્યુ માટે પાંચ દિવસ ફાળવવામાં આવશે. ઇન્ટરવ્યુ પછી, ઉમેદવારો અંતિમ તબક્કા તરીકે તબીબી તપાસમાંથી પસાર થશે.

    પણ વાંચો :  GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર

    INDIAN ARMY RECRUITMENT 2022: પગાર

    લેફ્ટનન્ટની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 56,100 - 1,77,500 રૂપિયા, કેપ્ટનને 61,300 - 1,93,900 રૂપિયા, મેજરને 69,400 - 2,07,200 રૂપિયા, જ્યારે લેફ્ટનન્ટ કર્નલને 1,21,200 - 2,12,400 રૂપિયાની વચ્ચે પગાર મળશે. કર્નલની જગ્યાઓ માટે પસંદ કરાયેલા લોકોને રૂ. 1,30,600-2,15,900, બ્રિગેડિયરને રૂ. 1,39,600-2,17,600 અને મેજર બ્રિગેડિયરને રૂ. 1,44,200-2,18,200 વચ્ચેનો પગાર મળશે.
    First published:

    Tags: ઇન્ડિયન આર્મી, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર