Home /News /career /

Indian Army recruitment : આર્મીના 52માં SSC Courseમાં એડમિશનની તક, અહીંથી સીધા કરો અરજી

Indian Army recruitment : આર્મીના 52માં SSC Courseમાં એડમિશનની તક, અહીંથી સીધા કરો અરજી

ઈન્ડિયન આર્મી SSC 52nd કોર્સમાં એન્ટ્રી માટે 13-4-2022 અંતિમ તારીખ

Indian Army recruitment : ભારતીય સેનાના 52માં શોર્ટ સર્વિસ કમિશનના કોર્સમાં 55 ખાલી જગ્યા માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો પાસેથી એન્ટ્રી મંગાવવામાં આવી છે, આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ બુધવારે 13-4-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    Indian Army recruitment 2022: ઈન્ડિયન આર્મી દ્વારા (Indian Army) દ્વારા 52માં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ (52nd SSC Course Entry in indian army) માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. પુરૂષ અને મહિલા ઉમેદવારો આ માટે આર્મીના નોટિફીકેશનને અહીંથી વાંચી અને 13મી એપ્રિલે સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માગતા ઉમેદવારોમાં એનસીસી કેડેટ્સ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. NCC સી સર્ટિફિકેટ હોલ્ડર મહિલા અને પુરૂષ ઉમેદવારો આ કોર્સમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. આ ભરતી હેઠળ 52માં એસએસલી કોર્સમાં એડમિશન માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી સીધા અરજી કરી શકે છે.

    Indian Army recruitment 2022: ખાલી જગ્યા

    આ કોર્સમાં એનસીસી મેમ કેટેગરીમાં 50 પુરૂષ ઉમેદવારો અને એનસીસી વુમન કેટેગરીમાં 05 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પુરૂષ ઉમેદવારોની 05 અને મહિલા ઉમેદવારોની 01 જગ્યા વોર્ડ્સ ઓફ બેટલ કેઝ્યુઆલિટીઝ ઈન્ડિયન આર્મી પર્સોનલ માટે અનામત રાખવામાં આવી છે.

    આ પણ વાંચો : Know Your Paramilitary | ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલીસ, 18,800 ફીટની ઊંચાઈ સુધી સુરક્ષા કરતા 'સાવજો'ની ફોર્સ

    Indian Army recruitment 2022: લાયકાત

    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે 50 ટકા ઓછામાં ઓછા માર્ક્સ ધરાવતા અને એનસીસીના સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે લાયક છે. ઉમેદવારોએ ઓછામાં ઓછું બેથી ત્રણ વર્ષ એનસીસીમાં કાર્ય કર્યુ હોવું અનિવાર્ય છે. આવા ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ 2022ના રોજ 19-25 વર્ષ* હોવી અનિવાર્ય છે.































    જગ્યા55
    શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ સાથે એનસીસી સી સર્ટિફિકેટ
    અરજી ફીનિશુલ્ક
    પસંદગી પ્રક્રિયામેરીટ/ ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની અંતિમ તારીખ13-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Indian Army recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની એપ્લિકેશન શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ભરતીના ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂમા પસંદ થયેલા ઉમેદવારોને મેડિકલ એક્ઝામિનેશનમાંથી પસાર થવાનું રહેશે. મેડિકલ પરીક્ષણના અંતે સફળ ઉમેદવારોને ઓક્ટોબર 2022થી શરૂ થતા કોર્સમાં પ્રવેશ અપાશે.

    આ પણ વાંચો : Army Recruitment 2022 : આર્મીમાં ગ્રુપ Cની 159 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

    Indian Army recruitment 2022: ટ્રેનિંગનો સમયગાળો

    ટ્રેનિંગ માટે પસંદ થયેલા ઉમેદવારોએ આર્મી ઓફિસર ટ્રેઇનિંગ એકેડમી ચેન્નાઈ ખાતે 49 અઠવાડિયાને ટ્રેઇનિંગ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી મળશે નહીં. આ ટ્રેનિંગ સમાપ્ત કરનારા ઉમેદવારોને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ડિફેન્સ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજીક સ્ટડીઝની ડિગ્રી એનાીયત કરવામાં આવશે.

    Indian Army recruitment 2022: સ્ટાઇપેન્ડ

    આ ભરતી પ્રક્રિયામાં પસંદ થનારા કેડેટને ટ્રેનિંગ દરમિયાન એલાઉન્સ આપવામાં આવશે. આ ફિક્સ એલાઉન્સ દર મહિને રૂપિયા 56,100 હશે ત્યારબાદ નોકરીના વિવિધ રેન્કમાં લેફ્ટિનન્ટના 56,100 રૂપિયાના રેંકથી લઈને સીઓએએસના લેવલ 18 રેમન્ક સુધી 2,50,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Exams, Jobs, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર