Home /News /career /Indian Army recruitment : આર્મીમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોની ભરતી, અહીંથી કરો અરજી

Indian Army recruitment : આર્મીમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોની ભરતી, અહીંથી કરો અરજી

ઈન્ડિયન આર્મીના 136 TGC કોર્સમાં એન્ટ્રી અહીંથી કરો અરજી

Indian Army recruitment 2022: ઈન્ડિયન આર્મી દ્વારા 52મા શોર્ટ સર્વિસ કમિશન (Army 52nd SSC Course Entry) સ્કિમ હેઠળ ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
Indian Army recruitment 2022: ઈન્ડિયન આર્મી દ્વારા (Indian Army) દ્વારા 52માં શોર્ટ સર્વિસ કમિશન કોર્સ (52nd SSC Course Entry in indian army) માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. પુરૂષ અને મહિલા ઉમેદવારો આ માટે આર્મીના નોટિફીકેશનને અહીંથી વાંચી અને 13મી એપ્રિલે સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માગતા ઉમેદવારોમાં એનસીસી કેડેટ્સ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. NCC સી સર્ટિફિકેટ હોલ્ડર મહિલા અને પુરૂષ ઉમેદવારો આ કોર્સમાં સીધો પ્રવેશ મેળવી શકે છે.

Indian Army recruitment 2022: ખાલી જગ્યા

આ કોર્સમાં એનસીસી મેમ કેટેગરીમાં 50 પુરૂષ ઉમેદવારો અને એનસીસી વુમન કેટેગરીમાં 05 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પુરૂષ ઉમેદવારોની 05 અને મહિલા ઉમેદવારોની 01 જગ્યા વોર્ડ્સ ઓફ બેટલ કેઝ્યુઆલિટીઝ ઈન્ડિયન આર્મી પર્સોનલ માટે અનામત રાખવામાં આવી છે.

Indian Army recruitment 2022: લાયકાત

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે 50 ટકા ઓછામાં ઓછા માર્ક્સ ધરાવતા અને એનસીસીના સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે લાયક છે. ઉમેદવારોએ ઓછામાં ઓછું બેથી ત્રણ વર્ષ એનસીસીમાં કાર્ય કર્યુ હોવું અનિવાર્ય છે. આવા ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ 2022ના રોજ 19-25 વર્ષ* હોવી અનિવાર્ય છે.
જગ્યા55
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ સાથે એનસીસી સી સર્ટિફિકેટ
અરજી ફીનિશુલ્ક
પસંદગી પ્રક્રિયામેરીટ/ ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી કરવાની અંતિમ તારીખ13-4-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



Indian Army recruitment 2022: પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની એપ્લિકેશન શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ભરતીના ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂમા પસંદ થયેલા ઉમેદવારોને મેડિકલ એક્ઝામિનેશનમાંથી પસાર થવાનું રહેશે. મેડિકલ પરીક્ષણના અંતે સફળ ઉમેદવારોને ઓક્ટોબર 2022થી શરૂ થતા કોર્સમાં પ્રવેશ અપાશે.

Indian Army recruitment 2022: ટ્રેનિંગનો સમયગાળો

ટ્રેનિંગ માટે પસંદ થયેલા ઉમેદવારોએ આર્મી ઓફિસર ટ્રેઇનિંગ એકેડમી ચેન્નાઈ ખાતે 49 અઠવાડિયાને ટ્રેઇનિંગ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી મળશે નહીં. આ ટ્રેનિંગ સમાપ્ત કરનારા ઉમેદવારોને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ડિફેન્સ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજીક સ્ટડીઝની ડિગ્રી એનાીયત કરવામાં આવશે.

Indian Army recruitment 2022: સ્ટાઇપેન્ડ

આ ભરતી પ્રક્રિયામાં પસંદ થનારા કેડેટને ટ્રેનિંગ દરમિયાન એલાઉન્સ આપવામાં આવશે. આ ફિક્સ એલાઉન્સ દર મહિને રૂપિયા 56,100 હશે ત્યારબાદ નોકરીના વિવિધ રેન્કમાં લેફ્ટિનન્ટના 56,100 રૂપિયાના રેંકથી લઈને સીઓએએસના લેવલ 18 રેમન્ક સુધી 2,50,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.
First published:

Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર