Indian Army Recruitment 2022 : ઈન્ડિયન આર્મી દ્વારા (INDIAN Army) દ્વારા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC)માં ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
Indian Army TGC Recruitment 2022 Notification: ભારતીય સેના ટૂંક સમયમાં જ પોતાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (Technical Graduate Course, TGC-136)ની પોસ્ટ માટેની નોટિફિકેશન બહાર પાડશે. આ કોર્સ જાન્યુઆરી 2023 માં શરૂ થશે. અહેવાલો મુજબ, ભારતીય આર્મી TGC ઓનલાઈન એપ્લિકેશન 11 મે 2022 ના રોજ એક્ટિવેટ થશે. ઉમેદવારોએ તેમના ફોર્મ 09 જૂન 2022 અથવા તે પહેલાં સબમિટ કરવા જરૂરી રહેશે.
ભારતીય સેનામાં પરમેનેન્ટ કમિશન માટે ભારતીય સૈન્ય TGC 136 કોર્સ ભારતીય મિલિટરી એકેડમી (IMA), દેહરાદૂન ખાતે યોજવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ખાલી જગ્યા, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા વગેરે અંગે માહિતી ફિસિયલ નોટિફિકેશન જાહેર થયા પછી જોઈ શકશે.
Indian Army TGC Recruitment 2022 Notification:ખાલી પદો વિશે વિગતો
કુલ પદો- 136
સિવિલ/બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ / કોમ્પ્યુટર ટેકનોલોજી / ઇન્ફો ટેક / M. Sc કોમ્પ્યુટર સાયન્સ
મિકેનિકલ
ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ/ટેલિકમ્યુનિકેશન/ સેટેલાઇટ કોમ્યુનિકેશન
એરોનોટિકલ/ એરોસ્પેસ/ એવિઓનિક્સ
ઓટોમોબાઈલ
ટેક્સટાઈલ - ટૂંક સમયમાં
ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન
ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
Indian Army TGC 136 Recruitment 2022 Notification: લાયકાતના ધારાધોરણ
શૈક્ષણિક લાયકાત
સંબંધિત પ્રવાહમાં B.E/B.Tech
એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
B.E/B.Tech- એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં ઉમેદવારો અરજી કરવા પાત્ર
પસંદગી પ્રક્રિયા
લેખિત અને શારિરીક કસોટીના માપદંડો દ્વારા
અરજી ફી
નોટિફીકેશન મુજબ
અરજી કરવાની અંતિમ તારીખ
9-6-2022
ભરતીની જાહેરાત જોવા માટે
ટૂંક સમયમાં જાહેર થશે
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ
11-5-2022
Indian Army TGC 136 Recruitment 2022 Notification:વય મર્યાદા
20 થી 27 વર્ષ
Indian Army TGC 136 Recruitment 2022 Notification:નાગરિકતા
ભારતનો નાગરિક, અથવા (ii) સબ્જેક્ટ ઓફ નેપાળ અથવા (iii) ભારતીય મૂળની વ્યક્તિ કે જેણે પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા અને પૂર્વ આફ્રિકન દેશો કેન્યા, યુગાન્ડા, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયા, ઝામ્બિયામાંથી સ્થળાંતર કર્યું છે. ભારતમાં કાયમી ધોરણે સ્થાયી થવાના ઈરાદા સાથે માલાવી, ઝાયર અને ઈથોપિયા અને વિયેતનામથી આવેલા લોકો. જો કે ઉપરોક્ત શ્રેણીઓ (ii) અને (iii) સાથે જોડાયેલા ઉમેદવારની તરફેણમાં ભારત સરકાર દ્વારા પાત્રતાનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હોય એવી વ્યક્તિ હશે.