Indian Army Recruitment 2022: ભારતીય સેનાએ 40 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી (Indian Army Recruitment)ની જાહેરાત કરી છે. આ ખાલી જગ્યાઓ 136મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (ટીજીસી-136) માટે છે. તેમાં અપરિણીત મેલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ (Engineering Graduates) અરજી કરી શકે છે. હાલમાં ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ https://joinindianarmy.nic.in પર અરજી પ્રક્રિયા (Application process) ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન બપોરે 3 વાગ્યા સુધીની છે.
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, દહેરાદૂનમાં ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) ખાતે આવતા વર્ષે જાન્યુઆરીમાં આ કોર્સ શરૂ થશે. અહીં આ પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી છે.
જગ્યા
40
છેલ્લી તારીખ
9 જૂન 2022 બપોરે 3 વાગ્યા સુધી
ક્યાં અરજી કરવી
https://joinindianarmy.nic.in
વય મર્યાદા
02 જાન્યુઆરી, 1996થી 01 જાન્યુઆરી, 2003ની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે
- ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જાવ. - હવે Officer Entry Apply/Login પર ક્લિક કરો અને પછી Registration પર ક્લિક કરો (જો www.joinindianarmy.nic.in પર પહેલેથી જ રજિસ્ટર્ડ હોય તો રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી). - નોટિફિકેશનને ધ્યાનથી વાંચ્યા પછી ઓનલાઇન નોંધણી ફોર્મ ભરો. - રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ડેશબોર્ડ હેઠળ Apply Online પર ક્લિક કરો. - ત્યારબાદ ઓફિસર્સ સિલેક્શન Eligibilityનું પેજ ખુલશે. - હવે ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ સામે બતાવેલ Apply પર ક્લિક કરો. - જ્યાં એપ્લિકેશન ફોર્મ ખુલશે. - સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને વિવિધ સેગમેન્ટ્સ હેઠળ જરૂરી વિગતો ભરવા માટે Continue પર ક્લિક કરો. - હવે આગળના સેગમેન્ટમાં જાઓ તે પહેલાં દરેક વખતે Save & Continue કરો. - છેલ્લા સેગમેન્ટમાં વિગતો ભર્યા પછી Summary of your information પર જશો, જેમાં તમે પહેલેથી જ કરેલી એન્ટ્રીઓને ચકાસી અને સંપાદિત કરી શકો છો. - તમારી વિગતો સાચી હોવાની ખાતરી કર્યા પછી જ Submit પર ક્લિક કરો. - ઉમેદવારોએ જ્યારે પણ કોઈ પણ વિગતો સુધારવા કરવા માટે એપ્લિકેશન ખોલે, ત્યારે દરેક વખતે Submit પર ક્લિક કરવું આવશ્યક છે. - ઉમેદવારોએ છેલ્લા દિવસે ઓનલાઇન અરજી ક્લોઝ થયાના 30 મિનિટ પછી રોલ નંબર ધરાવતી તેમની અરજીની બે નકલો બહાર કાઢવાની રહેશે.
વધુ જાણકારી માટે ઉમેદવારોને https://joinindianarmy.nic.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર