Home /News /career /Indian Army Recruitment : ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ પર ભરતી, 10મું પાસ કરી શકે છે અરજી, મળશે 29,200 રૂપિયા સુધી પગાર

Indian Army Recruitment : ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ પર ભરતી, 10મું પાસ કરી શકે છે અરજી, મળશે 29,200 રૂપિયા સુધી પગાર

ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ પર ભરતી

Indian Army Jobs : ભરતી માટે પાત્ર બનવા માટે ઉમેદવારોએ તેમની મેટ્રિક (વર્ગ 10) અથવા માન્ય સંસ્થામાંથી સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ

    Indian Army Recruitment : સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence)અલગ અલગ પોસ્ટની 458 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા (Indian Army Hiring)જાહેર કરી છે. જેમાં રસોઈયા, MTS (ચોકીદાર), વાળંદ, માળી, ટીન સ્મિથ, કેમ્પ ગાર્ડ, ફાયરમેન, ફાયર એન્જિન ડ્રાઈવર, મેસેન્જર, ક્લીનર, સિવિલિયન મોટર ડ્રાઈવર અને અન્ય પોસ્ટ માટે આર્મી સર્વિસ કોર્પ્સ (એએસસી) સેન્ટર સાઉથ ખાતે ખાલી પોસ્ટની ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. ખાલી જગ્યાઓ ભૂતપૂર્વ સૈનિકો, મેરીટોરીયસ સ્પોર્ટ્સ વ્યક્તિઓ અને શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે અનામતને આધિન રહેશે.

    બધી અરજીઓ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલ સાથે યોગ્ય પોસ્ટલ સ્ટેમ્પ સાથે પોતાનું સરનામું લખેલા એન્વેલપ દ્વારા ઑફલાઇન મોકલવાની રહેશે. તમામ અરજીઓ જાહેરાતના પ્રકાશનની તારીખથી 21 દિવસની અંદર મોકલવાની રહેશે. ઉમેદવારો માત્ર એક રોજગાર માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની અરજીઓ જો એક કરતા વધુ રોજગાર માટે મળી આવશે તો નકારી કાઢવામાં આવશે.

    ભારતીય સૈન્ય ભરતી 2022: પાત્રતા માપદંડ

    શૈક્ષણિક લાયકાત: ભરતી માટે પાત્ર બનવા માટે ઉમેદવારોએ તેમની મેટ્રિક (વર્ગ 10) અથવા માન્ય સંસ્થામાંથી સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. વધુમાં તેઓ જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તેની જરૂરી કૌશલ્ય(સ્કિલ્સ) પણ ધરાવતા હોવા જોઈએ. સ્ટેશન માસ્ટર જેવી કેટલીક પોસ્ટમાં લઘુત્તમ પાત્રતા માટે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર, સંબંધિત કામનો અનુભવ વગેરે જરૂરી છે.

    વય મર્યાદા: ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખે 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સિવિલિયન મોટર ડ્રાઇવરની પોસ્ટ માટે ઉચ્ચ વય મર્યાદા 27 વર્ષ છે. વધુમાં અનામત વર્ગોના ઉમેદવારો વય મર્યાદામાં છૂટછાટ માટે પાત્ર છે.

    ભારતીય સૈન્ય ભરતી 2022: કેવી રીતે અરજી કરવી

    આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ તેમની અરજીઓ પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બોર્ડ, CHQ, ASC સેન્ટર (દક્ષિણ) - 2 ATC, આગ્રામ પોસ્ટ, બેંગ્લોર -07 પર રસોઈયા, CCI, MTS (ચોકીદાર), ચોકીદાર, ટીન સ્મિથ, EBR, વાળંદ, કેમ્પ ગાર્ડ, માળી અને સંદેશવાહક/રેનો ઓપરેટરની જગ્યાઓ માટે પોસ્ટ કરવાની રહેશે. જેઓ સ્ટેશન ઓફિસર, ફાયરમેન, FED, ક્લીનર, ફાયર ફિટર અને CMDની જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓએ પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બોર્ડ, CHQ, ASC સેન્ટર (ઉત્તર) - 1 ATC, આગ્રામ પોસ્ટ, બેંગ્લોર-07 પર મોકલવાની રેહશે

    ભારતીય સૈન્ય ભરતી 2022: પસંદગી પ્રક્રિયા

    ખાલી જગ્યાઓ માટે જરૂરી કૌશલ્ય, શારીરિક, પ્રેક્ટિકલ અને લેખિત કસોટીમાં મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં કુલ 100 ગુણના હેતુલક્ષી પ્રશ્નોને ચાર ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં સામાન્ય બુદ્ધિ અને તર્ક, સામાન્ય જાગૃતિ, સામાન્ય અંગ્રેજી અને સંખ્યાત્મક યોગ્યતાનો સમાવેશ થાય છે.

    લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો બે ભાષામાં એટલે કે અંગ્રેજી અને હિન્દી હશે, પરંતુ અંગ્રેજી ભાષાના વિષયના ભાગનો પ્રશ્ન માત્ર અંગ્રેજીમાં જ રહેશે. નેગેટિવ માર્કિંગની જોગવાઈ રહેશે. દરેક ખોટા જવાબો માટે 0.25 ગુણ કાપવામાં આવશે. લેખિત પરીક્ષા અને અન્ય તમામ કૌશલ્ય, શારીરિક, પ્રાયોગિક કસોટીઓ, ASC સેન્ટર (દક્ષિણ)/ (ઉત્તર) બેંગલુરુ, કર્ણાટકમાં જ લેવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે પરીક્ષા કેન્દ્ર બદલવા અંગેની કોઈપણ વિનંતીઓ સ્વીકારવામાં આવશે નહીં.

    ભારતીય સૈન્ય ભરતી 2022: પગાર

    પસંદ કરાયેલા ઉમેદવારોને 18,000થી 29,200 રૂપિયાના પગાર ધોરણની સાથે DA અને સ્વીકાર્ય અન્ય ભથ્થાઓ વચ્ચે પગાર મળશે.
    First published:

    Tags: Army Jobs, Career and Jobs, Governmet Jobs, Jobs alert, Jobs news