Home /News /career /Indian Army Recruitment 2022 : BSc નર્સિંગ કોર્સ માટે રજીસ્ટ્રેશન શરૂ, અહી જાણો બધી જ માહિતી
Indian Army Recruitment 2022 : BSc નર્સિંગ કોર્સ માટે રજીસ્ટ્રેશન શરૂ, અહી જાણો બધી જ માહિતી
ઈન્ડિયન આર્મી રજીસ્ટ્રેશન
Indian Army Recruitment 2022: લાયક મહિલાઓ ઉમેદવાર 31 મે, 2022ના રોજ અથવા તે પહેલા આર્મીની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 220 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
Indian Army Recruitment 2022: ભારતીય સેનાએ ધ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS)ની નર્સિંગની કોલેજોમાં NEET (UG) 2022 માટે રજિસ્ટ્રેશન (Registration) કરાવેલ હોય અને પરીક્ષા આપી રહી હોય તેવી મહિલા ઉમેદવારો પાસે ચાર વર્ષના બીએસસી (BSc Nursing) કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવી છે. આ કોર્સ વર્ષ 2022માં શરૂ થશે. લાયક મહિલાઓ ઉમેદવાર 31 મે, 2022ના રોજ અથવા તે પહેલા આર્મીની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 220 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
મહત્વની તારીખો : • ઓનલાઈન અરજી શરૂ થઈ : 11 મે, 2022
• અરજી કરવાની છેલ્લી તારીખ : 31 મે, 2022
જરૂરી વિગતો
સંસ્થાનું નામ
બેઠકોની સંખ્યા
CON, AFMC પૂણે
40 બેઠકો
CON, CH (EC) કોલકાતા
30 બેઠકો
CON, INHS અશ્વિની
40 બેઠકો
CON, AH (R&R) નવી દિલ્હી
30 બેઠકો
CON, CH (CC) લખનઉ
40 બેઠકો
CON, CH (AF) બેંગ્લોર
40 બેઠકો
યોગ્યતા માપદંડ શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે હાયર સેકન્ડરી પરીક્ષા (10+2) અથવા સમકક્ષ (12 વર્ષનું શાળાકીય શિક્ષણ) ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ થયેલ હોવો જોઈએ. રજિસ્ટ્રર્ડ લીગલ /માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી/પરીક્ષા સંસ્થાના નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રથમ ટ્રાયલમાં પાસ વ્યક્તિઓ જ આ પદ માટે લાયક ઠરશે. આ સિવાય જે ઉમેદવારો વર્તમાન શૈક્ષણિક સત્ર દરમિયાન જરૂરી લાયકાતના અંતિમ વર્ષની પરીક્ષામાં હાજર રહ્યાં હશે તેઓ પણ કામચલાઉ રીતે અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ToGlGE, PAT, ઇન્ટરવ્યૂ અને મેડિકલ પરીક્ષા માટે નક્કી કરેલ સ્થળ પર બોલાવવામાં આવશે.
વય મર્યાદા ઉમેદવારનો જન્મ 01 ઑક્ટોબર 1997 અને 30 સપ્ટેમ્બર 2005 (બંને દિવસો સહિત)ની વચ્ચે થયો હોવો જોઈએ.
એપ્લિકેશન ફી તમામ ઉમેદવારોએ (SC/ST સિવાય) રૂ. 2001ની રકમ ચૂકવવી પડશે. ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એપ્લિકેશન પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાની રહેશે. વધુ વિગતો માટે ઈચ્છુક ઉમેદવારોને નીચે શેર કરેલ ઓફિશિયલ નોટિફિકેશન ચકાસવાની સલાહ આપવામાં આવે છે.
કેવી રીતે ઓનલાઈન અરજી કરવી ? પાત્રતા ધરાવતા ઈચ્છુક ધરાવતા ઉમેદવારો 1 મે, 2022થી 31 મે, 2022 સુધી www.joinindianarmy.nic.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર