Home /News /career /

Kutch: Indian Armyમાં અગ્નિવીર તરીકે જોડાવવા 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે

Kutch: Indian Armyમાં અગ્નિવીર તરીકે જોડાવવા 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે

5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવી શકાશે

30 દિવસના નિવાસી તાલીમ વર્ગમાં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ ફ્રીમાં આપવામાં આવશે

    Kutch: ગુજરાત રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી (Indian Army Jobs) થાય તે માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા તા. 20/10/2022 થી તા. 12/11/2022 દરમિયાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ (Rajkot) ખાતે અગ્નિપથ યોજના અન્વયે ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવવા માટે તા. 05/08/2022 થી તા. 03/09/2022 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન  https://joinindianarmy.nic.in/ પર કરવાનું રહેશે.

    ઉપરોક્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ કચ્છ દ્વારા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છુક ઉમેદવારોને તાલીમ વર્ગમાં રહેવા – જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ ફ્રીમાં આપવામાં આવશે. નિવાસી તાલીમ જિલ્લાના બી.એસ.એફ કેમ્પ (BSF camp) અથવા નિયત સંસ્થા ખાતે આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં ધોરણ-10 પાસ કે તેથી વધુ (ધોરણ-10 માં ઓછામાં ઓછા 50% ફરજીયાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા ફરજીયાત) હોય તેવા જ ઉમેદવારો નિવાસી તાલીમ માટે અરજી કરી શકશે. તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર: 17.5 વર્ષથી 23 વર્ષ સુધી, લંબાઈ: 168 સે.મી, છાતી: 77-82 સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો:    ફરીદકોટ જેલમાં બેઠા બેઠા કુખ્યાત ગેંગસ્ટરે 376 કરોડનું મંગાવ્યું હતું હેરોઈન

    આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ફરજીયાત ઓનલાઈન ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની લીંક: https://forms.gle/yAHwirZxp2uhkwpP9  તથા ફરજીયાત અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની અરજી દિન- 10 માં જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ ,બહુમાળી ભવન રૂમ નં. 102/103 ભુજ કચ્છ ખાતે ભરેલ અરજી પત્રક તથા ધોરણ- 10/12 ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ ,બેંક ખાતાની પાસબૂકની નકલ,પાન કાર્ડની નકલ અગ્નિવીર એપ્લીકેશન ફોર્મની નકલ અરજી સાથે જોડવાની રહેશે.

    આ અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ માંથી વિનામૂલ્યે આપવામાં આવશે. તથા ફેસબુક પેજ MCC-KACHCHH પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને નીચે દર્શાવેલ લીંક પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

    અરજી ફોર્મ માટે લીંક: https://rb.gy/95tyf2

    વધુ વિગત માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. 6357390390 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Agniveer scheme, Army Jobs, Indian army vacancy, Kutch

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन