Jobs and Career: ભારતીય વાયુસેના (IAF) એ ગ્રુપ 'સી' સિવિલિયન પદો માટે ભરતી (Group - C Civilian Post Recruitment in IAF) કરવા માટે અરજીઓ મંગાવી છે. ભારતીય વાયુસેનાની ભરતી (IAF Recruitment)માં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)ની કુલ 4 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અરજીઓ સબમિટ કરવાનો છેલ્લો દિવસ 'રોજગાર સમાચાર'માં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસનો છે.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સત્તાવાર સૂચના મુજબ વયમર્યાદા નક્કી કરવા માટે તારીખ 28 નવેમ્બર 2021 છે. અનામત વર્ગો માટે કેટલીક છૂટછાટ છે.
ઓબીસી – 3 વર્ષની છૂટ
એસસી / એસટી – 5 વર્ષની છૂટ
PwBD- 10 વર્ષની છૂટ
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું આવશ્યક છે. અંગ્રેજીમાં 35 ડબલ્યુપીએમ અથવા કમ્પ્યુટર પર હિન્દીમાં 30 ડબલ્યુપીએમની ટાઇપિંગ સ્પીડ પણ જરૂરી છે.
નિયત ફોર્મેટ (અંગ્રેજી/હિન્દીમાં ટાઇપ કરેલ) મુજબ તમારે એપ્લિકેશન જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે માન્ય અને સામાન્ય પોસ્ટ દ્વારા સંબંધિત એરફોર્સ સ્ટેશન સુધી પહોંચાડવાની રહેશે. ઉમેદવારો તેમની અરજીઓ આ સરનામાં પર પોસ્ટ કરી શકે છે: પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન રિક્રુટમેન્ટ બોર્ડ, એરફોર્સ રેકોર્ડ ઓફિસ, સુબ્રોટો પાર્ક, નવી દિલ્હી -110010.
કઇ રીતે થશે પસંદગી? તમામ અરજીઓની તપાસ વય મર્યાદા, લઘુત્તમ લાયકાત, દસ્તાવેજો અને પ્રમાણપત્રોની દ્રષ્ટિએ કરવામાં આવશે. ત્યારબાદ, લાયક ઉમેદવારોને લેખિત કસોટી માટે કોલ લેટર્સ જારી કરવામાં આવશે. પાત્ર ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટે હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પર આધારિત હશે.
પોસ્ટ
4
વયમર્યાદા
18થી 25
શૈક્ષણિક લાયકાત
12 પાસ
કઇ રીતે કરી શકો છો અરજી?
નિયત ફોર્મેટ (અંગ્રેજી/હિન્દીમાં ટાઇપ કરેલ) મુજબ તમારે એપ્લિકેશન જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે માન્ય અને સામાન્ય પોસ્ટ દ્વારા સંબંધિત એરફોર્સ સ્ટેશન સુધી પહોંચાડવાની રહેશે.
ઉમેદવારો હિન્દી કે અંગ્રેજીમાં જવાબો આપી શકશે. જરૂરી સંખ્યામાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને અને સ્કીલ/ ફીઝીકલ/ પ્રેક્ટિકલ પરીક્ષણ માટે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત લેખિત પરીક્ષા માટે 100 ટકા વેઇટેજ આપવામાં આવશે.
પ્રેક્ટિકલ / ફિઝિકલ / સ્કિલ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ નેચરની જ હશે અને માર્ક્સ આપવામાં આવશે. તેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે કુલ ગુણમાં ઉમેરવામાં આવશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો, અરજી સાથે જોડાયેલા પરિશિષ્ટની નકલો લાવવાની રહેશે. અંતિમ તારીખ પહેલા કે ત્યાં સુધીમાં કરવામાં આવેલી અરજીઓને માન્ય રાખવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર