Home /News /career /

Indian Air Force Recruitment: લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ, 10મું પાસ કરી શકે છે અરજી

Indian Air Force Recruitment: લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ, 10મું પાસ કરી શકે છે અરજી

પ્રતિકાત્મક તસવીર

આઈએએફ દ્વારા અરજીઓની તપાસ કરવામાં આવશે અને તે પછી લેખિત પરીક્ષા માટે પાત્ર ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવશે. લેખિત પરીક્ષામાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, ન્યુમેરિકલ એપ્ટીટ્યૂડ, જનરલ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસમાં ક્વોલિફાઇંગ એક્ઝામ લેવલ (ધોરણ 12)ના પ્રશ્નો હશે. પરીક્ષામાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી હશે.

વધુ જુઓ ...
ભારતીય વાયુસેના (IAF)એ એરફોર્સ રેકોર્ડ ઓફિસમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન (Recruitment to the post of Group ‘C’ Civilian post) બહાર પાડ્યું છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર (21 જૂન 2022) નિયત ફોર્મેટ દ્વારા આ પોસ્ટ પર અરજી કરી શકે છે.

ઉમેદવારોએ તેમની અરજીઓ અને દસ્તાવેજો 'પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન રિક્રૂટમેન્ટ બોર્ડ, એરફોર્સ રેકોર્ડ ઓફિસ, સુબ્રતો પાર્ક, નવી દિલ્હી -110010' પર મોકલવાની રહેશે.

મહત્વની તારીખો:

અરજી કરવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસ (21 જૂન 2022) છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન હેઠળ ગ્રુપ સી સિવિલિયનની 5 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

વયમર્યાદા

28 નવેમ્બર, 2021 મુજબ આ પોસ્ટ્સ માટે વયમર્યાદા 18-25 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં વયમાં છૂટછાટ લાગુ પડે છે.

યોગ્યતા માપદંડ

શૈક્ષણિક લાયકાતઃ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું ધોરણ પાસ; અંગ્રેજીમાં 35 wpm અથવા કમ્પ્યૂટર પર હિન્દીમાં 30 wpmની ટાઇપિંગ સ્પીડ (35 wpm અને 30 wmp 10500 KDPH/9000 KDPHને અનુરૂપ છે, જે દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન છે)

આ પણ વાંચો- Indian Students : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી બાબતોની કાળજી રાખે તો એરપોર્ટ પર નહીં થાય કોઇ તકલીફ

પસંદગી પ્રક્રિયા

આઈએએફ દ્વારા અરજીઓની તપાસ કરવામાં આવશે અને તે પછી લેખિત પરીક્ષા માટે પાત્ર ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવશે. લેખિત પરીક્ષામાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, ન્યુમેરિકલ એપ્ટીટ્યૂડ, જનરલ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસમાં ક્વોલિફાઇંગ એક્ઝામ લેવલ (ધોરણ 12)ના પ્રશ્નો હશે. પરીક્ષામાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી હશે.

પગારધોરણ

લેવલ-2, પે મેટ્રિક્સ 7મી સીપીસી મુજબ

ભરતી માટે અરજી ફોર્મ

ઉમેદવારો અંગ્રેજી /હિન્દીમાં યોગ્ય રીતે ટાઇપ કરેલું એપ્લિકેશન ફોર્મ મોકલીને આ પોસ્ટ્સ પર અરજી કરી શકે છે. અરજીમાં તાજેતરના ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઇઝ) યોગ્ય રીતે સેલ્ફ એટેસ્ટેડ કરેલ હોવા જોઈએ. અન્ય કોઈ પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ (સેલ્ફ એટેસ્ટેડ), સેલ્ફ એડ્રેસેડ પરબીડિયા પર રૂ. 10નો સ્ટેમ્પ ચોંટાડવાનો રહેશે.

અરજદારોએ જાહેરાત નંબર 03/2022/ડીઆર સામે -------- અને કેટેગરીની પોસ્ટ માટે અરજી------- સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવો. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસ (21 જૂન 2022) છે.

Job નોકરી

Career કારકિર્દી

Education શિક્ષણ

AIF એઆઈએફ
First published:

Tags: Army Jobs, Indian Air Force, Indian Air Forces, Job News

આગામી સમાચાર