Home /News /career /Jobs in Drone Industry : ડ્રોન ઈન્ડસ્ટ્રીમાં રોજગારની ઉત્તમ તક, 10,000 નોકરીઓ ઉભી કરાશે

Jobs in Drone Industry : ડ્રોન ઈન્ડસ્ટ્રીમાં રોજગારની ઉત્તમ તક, 10,000 નોકરીઓ ઉભી કરાશે

ડ્રોન ઉત્પાદન માટે 120 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) શરૂ કરવામાં આવી છે

ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટેની PLI સ્કીમ અગાઉ કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન કરવામાં આવેલી 13 ક્ષેત્રો માટે PLI સ્કીમની જાહેરાતનો એક ભાગ છે. જેમાં 1.97 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 13 સેક્ટર માટે PLI સ્કીમથી આગામી 5 વર્ષમાં મીનીમમ એડિશનલ પ્રોડક્શન રૂ.37.5 લાખ કરોડ થવાનો અંદાજ છે.

વધુ જુઓ ...
  ડ્રોન ઈન્ડસ્ટ્રીમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકારે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના PLIને મંજૂરી આપી છે. આ પ્રયાસથી નવા રોકાણો અને રોજગાર વધારવામાં મદદ મળશે. ડ્રોન અને ડ્રોનના કમ્પોનેન્ટ્સના ઉત્પાદકો માટે પ્રોત્સાહન તેમના દ્વારા આપવામાં આવેલા વેલ્યુ એડિશન (Value Addition)ના 20 ટકા રહેશે.

  ડ્રોન સિવાયના સેક્ટરમાં PLI દરની સ્કીમમાં પ્રોત્સાહન દર વર્ષે બદલાય છે. પરંતુ કેન્દ્ર સરકારે ડ્રોનમાં ત્રણ વર્ષો માટે PLI દર 20 ટકા સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ બાદ સરકાર તેની અસરની સમીક્ષા કરશે. સરકારને આશા છે કે, આગામી 3 વર્ષમાં ડ્રોન સેક્ટરમાં રૂ. 5000 કરોડનું રોકાણ થશે અને 10,000 લોકોને નોકરીઓ મળશે.

  કેન્દ્રીય મંત્રીમંડળે જણાવ્યું હતું કે, ડ્રોન માટે PLI યોજના અને ક્લિયર રેવન્યુ ટાર્ગેટ તેમજ ડોમેસ્ટિક વેલ્યુ ભારતના વિકાસનો મુખ્ય ઘટક બનશે. PLI સ્કીમ 3 વર્ષના ગાળા માટે રહેશે.

  ડ્રોન ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો આ પગલાથી ખૂબ ઉત્સાહિત છે. Induslawના ભાગીદાર શ્રેયા સૂરીએ જણાવ્યું હતું કે, ડ્રોન ઉદ્યોગ માટે PLI યોજનાને મંજૂરી આપવાની સરકારની જાહેરાત ભારતની ડ્રોન ઉત્પાદન અને નિકાસ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા તથા ઘર આંગણે વિકસતી ટેકનોલોજીના વિકાસ માટેનો પ્રયાસ હોવાનું જણાય છે. આ નિર્ણય ડ્રોન ઉદ્યોગ પ્રત્યે સરકારના વધુ હળવા નીતિગત દૃષ્ટિકોણને અનુરૂપ છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાંકીય રાહત અને સુધારેલા નિયમોના કારણે સરકાર ડ્રોન ઉદ્યોગ સુલભ બનાવવા, ડ્રોનના ઉત્પાદન માટે ભારતમાં નવી તકનીક અને રોકાણો લાવવા અને ભારતને વૈશ્વિક સ્તરે ડ્રોન અને ડ્રોન આધારિત તકનીક માટે નિકાસ કેન્દ્ર બનવા સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગે છે.

  ઉલ્લેખનીય છે કે, ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટેની PLI સ્કીમ અગાઉ કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન કરવામાં આવેલી 13 ક્ષેત્રો માટે PLI સ્કીમની જાહેરાતનો એક ભાગ છે. જેમાં 1.97 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 13 સેક્ટર માટે PLI સ્કીમથી આગામી 5 વર્ષમાં મીનીમમ એડિશનલ પ્રોડક્શન રૂ.37.5 લાખ કરોડ થવાનો અંદાજ છે.

  News18એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, તાજેતરમાં જાહેર કરાયેલા નવા ડ્રોન નિયમોના કારણે ભારતની ખાનગી અને કોમર્શિયલ ડ્રોન ઈકોસિસ્ટમને મોટો વેગ મળશે. નવા ડ્રોન નિયમોમાં સખત નિયંત્રણના સ્થાને મોકળાશ મળી છે.

  ડ્રોન નિયમો 2021 હેઠળ ડ્રોનનું કવરેજ 300 કિલોથી વધારીને 500 કિલો કરવામાં આવ્યું છે અને પરવાનગીની સંખ્યા 25 થી ઘટાડીને 5 કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ આપતા પહેલા કોઈ સિક્યુરિટી ક્લિરન્સની જરૂર નથી. સરકાર ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે, જેમાં ઈન્ટરેક્ટિવ એરસ્પેસનો નકશો ગ્રીન, યલો અને રેડ ઝોન સાથે દર્શાવવામાં આવશે. નવા નિયમોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડ્રોન માટેની પરવાનગી ફી ઘટાડીને નજીવી કરવામાં આવી છે.

  નવા નિયમોમાં સરકારે ઘણી મંજૂરીઓની પ્રક્રિયામાં રાહત આપી છે. પરિણામે, ડ્રોન લાઈસન્સ માટે અરજદારે હવે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ડ્રોનનું સંચાલન માટે પરવાનગી અને લાઇસન્સ માટે અરજી કરતા પહેલા ડ્રોનનો unique authorisation number યુનિક પ્રોટોટાઇપ ઓળખ નંબર, પ્રમાણપત્ર અને જાળવણીનું પ્રમાણપત્ર આપવાની જરૂર રહેશે નહીં.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Drone India, Union cabinet

  विज्ञापन
  विज्ञापन