India Post Recruitment: પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક, પરીક્ષા-ઇન્ટરવ્યૂ વગર મળશે નોકરી

પ્રતીકાત્મક તસવીર

India Post Recruitment: પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલ અંતર્ગત ગ્રામીણ ટપાલ સેવક ભરતી દ્વારા બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર (ABPM)ની કુલ 2,357 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

  • Share this:
મુંબઈ: સરકારી નોકરી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટપાલ વિભાગ (India Post)માં ગ્રામીણ ટપાલ સેવકોના 2,300થી વધુ પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. હકીકતમાં ટપાલ વિભાગે પશ્ચિમ બંગાળ સર્કલ (West bengal circle) ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ આગળ ધપાવી 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી કરી છે.

પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલ અંતર્ગત ગ્રામીણ ટપાલ સેવક ભરતી દ્વારા બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર (ABPM)ની કુલ 2,357 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ appost.in પર જઈને 22 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

શું હોવી જોઇએ લાયકાતો

India Post Recruitment અંતર્ગત ગ્રામીણ પોસ્ટ સેવક તરીકે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય સંસ્થા/બોર્ડ દ્વારા ધો-10 પાસ કરેલું અને સ્થાનિક ભાષાનુ જ્ઞાન હોવું જરૂરી છે. આ પદો માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ છે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને અમુક છૂટછાટ મળશે. આ પદો પર અરજી કરવા માટે સામાન્ય અને ઓબીસી વર્ગના પુરૂષ ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી રાખવામાં આવી છે, જ્યારે, એસસી/એસટીના ઉમેદવારો માટે કોઇ જ ચાર્જ લાગશે નહીં. ઇચ્છુક ઉમેદવારે Appost.in પર અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Income Tax રિટર્ન ફાઇલ કરવું બન્યું વધુ સરળ, હવે નજીકની પોસ્ટ ઑફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ

કઈ રીતે થશે પસંદગી?

પોસ્ટ વિભાગના ગ્રામીણ પોસ્ટ સેવકના પદો માટે ઉમેદવારોની પસંદગી ધો-10માં માર્ક્સના આધારે મેરિટ લીસ્ટ તૈયાર કરી થશે. આ માટે કોઇ લેખિત પરીક્ષા નહીં લેવામાં આવે.

કેટલું રહેશે પગાર ધોરણ?

બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM)ના પદો પર પસંદગી પામનાર ઉમેદવારોને રૂ.12,000થી રૂ.14,500 સુધી માસિક વેતન મળશે. જ્યારે આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર (ABPM)ના પદો પર પસંગી પામનાર ઉમેદવારોને રૂ.10,000થી 12,000 રૂપિયા સુધી વેતન મળશે.

Post Office:  હવે ખાતામાંથી રકમ ઉપાડવાનું કામ બન્યું વધુ સરળ

પોસ્ટ ઑફિસ એકાઉન્ટ (Post office account)માંથી રૂપિયા ઉપાડવાનું હવે વધુ સરળ બની ગયું છે. પોસ્ટ ઑફિસમાં વધારે ઉંમર કે અન્ય કોઈ કારણે રૂબરૂ જઈને પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવતા સીનિયર સિટીઝન્સ (Senior Citizens) માટે નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. સીનિયર સિટીઝનને હવે કોઈ પણ અધિકૃત વ્યક્તિ મારફતે પૈસા ઉપાડવાની કે એકાઉન્ટ બંધ કરવાની છૂટ મળશે. જોકે, ખાતા ધારકની રકમની સુરક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ (Department of Post) તરફથી પોસ્ટ ઑફિસ (Post Office) અને એકાઉન્ટ હૉલ્ડર્સ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published: