Home /News /career /India Post Recruitment: ઇન્ડિયન પોસ્ટમાં વિવિધ પદો પર બંપર ભરતી, નજીક છે છેલ્લી તારીખ

India Post Recruitment: ઇન્ડિયન પોસ્ટમાં વિવિધ પદો પર બંપર ભરતી, નજીક છે છેલ્લી તારીખ

પોસ્ટ ઓફિસમાં ભરતી

India Post recruitment 2022: કંપની આ ભરતી દ્વારા ઓર્ગેનાઇઝેશનમાં ખાલી પડેલી 38,000થી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી કરી રહી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો indiapostgdsonline.gov.in પરની સત્તાવાર સાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

Jobs And Career: નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન પોસ્ટ દ્વારા વિવિધ પદો (Jobs in Indian Post) પર બંપર ભરતી (India Post Recruitment 2022) બહાર પાડવામાં આવી છે. જેમાં ઇન્ડિયા પોસ્ટે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવક તરીકે ગ્રામીણ ડાક સેવકો (GDS) વગેરે વિવિધ પદો માટે ઉમેદવારોની ભરતી માટે અરજીઓ મંગાવી છે.

કંપની આ ભરતી દ્વારા ઓર્ગેનાઇઝેશનમાં ખાલી પડેલી 38,000થી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી કરી રહી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો indiapostgdsonline.gov.in પરની સત્તાવાર સાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ભારત પોસ્ટ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 05 જૂન, 2022 છે.
વિવિધ પોસ્ટ38000થી વધુ જગ્યાઓ
અરજી કરવાની છેલ્લી તારીખ5 જૂન, 2022
લાયકાતધોરણ 10નું માધ્યમિક શાળા પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક
વય મર્યાદા18થી 40 વર્ષ
ક્યાં અરજી કરવીindiapostgdsonline.gov.in

આટલા પદો પર કરાશે ભરતી

ગ્રામીણ ડાક સેવકો (જીડીએસ)ની બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (એબીપીએમ) અને ડાક સેવક તરીકેની વિવિધ જગ્યાઓ પર સંસ્થામાં ખાલી પડેલી 38,926 જગ્યાઓ ભરવા માટે આ ભરતી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-Career tips: ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવવા માટે મેળવી શકો છો ટૂંકા ગાળાના અભ્યાસક્રમો

મહત્વની તારીખો

- ઓનલાઇન અરજી શરૂ કરવાની તારીખ: 2 મે, 2022

- અરજી કરવાની છેલ્લી તારીખ: 5 જૂન, 2022

અરજી કરવા માટે જરૂરી લાયકાત

જીડીએસ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ભારતમાં ભારત સરકાર/ રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતા ગણિત અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ)માં પાસ થયેલ ધોરણ 10નું માધ્યમિક શાળા પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

ઇન્ડિયા પોસ્ટે સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, "ઉમેદવારે સ્થાનિક ભાષા એટલે કે (સ્થાનિક ભાષાનું નામ) ઓછામાં ઓછા 10મા ધોરણ સુધી ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે] અભ્યાસ કર્યો હોવો જોઈએ."

આ પણ વાંચોઃ-Bank recruitment 2022: આ બેંકમાં નીકળી 1500થી વધુ જગ્યાઓ પર ભરતી, ગ્રેજ્યુએટ માટે નોકરીની તક

વય મર્યાદા

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18થી 40 વર્ષ હોવી જોઇએ.

કઇ રીતે કરી શકો છો અરજી?

- ઓફિશિયલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ.

- હોમ પેજ પર રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.

- નવી ખૂલેલી વિન્ડોમાં તમારી વિગતો ભરો અને બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

- હવે એપ્લિકેશન ફી ભરો અને તમારું ફોર્મ સબમિટ કરો.

- તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવા માટે તેની એક પ્રિન્ટ તમારી પાસે રાખો.
First published:

Tags: Indian Post office, Jobs and Career, Jobs news, Sarkari Naukri, Sarkari Naukri 2022