Home /News /career /India Post Recruitment 2022: ભારતીય પોસ્ટમાં ગ્રુપ સી માટે થઈ રહી છે ભરતી, અહીં જાણી ડિટેલ્સ
India Post Recruitment 2022: ભારતીય પોસ્ટમાં ગ્રુપ સી માટે થઈ રહી છે ભરતી, અહીં જાણી ડિટેલ્સ
પોસ્ટમાં ભરતી
India Post recruitment 2022 India Post Group C: આ યોજના હેઠળ સરકારે આર્મી (Army) અને રેલવેમાં નોકરી માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે, પરંતુ ભારત સરકારના વધુ એક મહત્વના અંગ ગણાતા ઈન્ડિયન નેશનલ પોસ્ટમાં ભરતીની જાહેરાત કરી છે.
jobs and career: મોદી સરકારે આગામી 1.5 વર્ષ એટલેકે અંદાજે 500 દિવસમાં 10 લાખ લોકોને સરકારી રોજગારી (Modi Govt Recruitment Program) આપીને કેન્દ્ર સરકારના નેજા હેઠળના ખાતામાં ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકારે આર્મી (Army) અને રેલવેમાં નોકરી માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે, પરંતુ ભારત સરકારના વધુ એક મહત્વના અંગ ગણાતા ઈન્ડિયન નેશનલ પોસ્ટમાં ભરતીની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી( Ministry of Communication) હેઠળના પોસ્ટ વિભાગે ગ્રુપ C (નોન-ગેઝેટેડ અને નોન-મિનિસ્ટ્રિયલ-Non-Gazetted and Non-Ministerial) પોસ્ટની સીધી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. છત્તીસગઢ સર્કલમાં સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ)ની જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરિકો પાસેથી એક નિશ્ચિત ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવી છે.
જગ્યા
10
પગાર
63,000 રૂપિયા સુધી
પરીક્ષા પેટર્ન
પસંદગીમાં શરૂઆતી ટેસ્ટ બાદ સ્ટેજ-I, II અને III પરીક્ષાઓનો સમાવેશ થશે.
કેવી રીતે અરજી કરવી : ઉપરોક્ત ભરતી માટે યોગ્ય લાયકપાત્ર ઉમેદવારોએ સંબંધિત દસ્તાવેજો સાથે નિર્ધારિત ફોર્મેટમાં અરજીઓ કરવાની રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ ફક્ત સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા "આસિસ્ટન્ટ ડિરેક્ટર(સ્ટાફ), 0/ઓ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, છત્તીસગઢ સર્કલ, રાયપુર-492001"ને મોકલવાની રહેશે.
અરજી ફોર્મ વેબસાઈટ www.cgpost.gov.in અથવા https://www.indiapost.gov.in પરથી "છત્તીસગઢ સર્કલમાં સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ)ની ભરતી- “Recruitment of Staff Car Driver (Ordinary Grade) in Chhattisgarh Circle" લિંક હેઠળ ડાઉનલોડ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર