India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી કરવાની સુવર્ણ તક, 38,926 પદો પર ભરતી
India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી કરવાની સુવર્ણ તક, 38,926 પદો પર ભરતી
Post Recruitment 2022 : પોસ્ટમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
India Post GDS Recruitment 2022 : ઈન્ડિયા પોસ્ટમાં ગ્રામિણ ડાક સેવકની (Gramin Dak Sevak) 38,926 જગ્યા માટે ભરતી બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક (Online Application Link પરથી અરજી કરી શકે છે.
India Post GDS Recruitment 2022: સરકારી નોકરીની શોધ કરતા યુવાનો માટે પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રામીણ ડાક સેવક (Gramin Dav Sevak, GDS)ની પોસ્ટ પર ભરતી માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ભારતના વિવિધ સ્થળોએ લગભગ 38926 ખાલી જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની નીમણૂંક કરવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2022 (India Post GDS 2022) માટે અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ સાથે જ ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
નોંધનીય છે કે ઈન્ડિયા પોસ્ટ જીડીએસ રજીસ્ટ્રેશન 02 મે, 2022ના રોજ શરૂ થઈ ગયું છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 05 જૂન, 2022 સુધીમાં અથવા તે પહેલાં અરજી કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારો indiapostgdsonline.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારો બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકના પદો પર અરજી કરવી પડશે. લાયકાત પ્રમાણે ઉમેદવારોની લગતા પદો પર નિયુક્તિ કરવામાં આવશે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટરના પદ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને માસિક રૂ. 12,000 અને ABPM/ડાક સેવક માટે રૂ. 10,000 ચૂકવવામાં આવશે. જણાવી દઈએ કે આ પદો પર ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં.
GDS પોસ્ટ પર અરજી કરતા ઉમેદવારોને ફરજીયાત સાયકલિંગનું જ્ઞાન હોવુ જોઈએ. સ્કૂટર અથવા મોટરસાઇકલ ચલાવવાની આવડતને સાયકલિંગનુ જ્ઞાન ગણવામાં આવશે.
India Post GDS Recruitment 2022- મહત્વની તારીખો
અરજી કરવાની શરૂઆતી તારીખ - 02, મે 2022
અરજી કરવાની અંતિમ તારીખ - 05 જૂન, 2022
ઉમેદવાર પાસે ભારત સરકાર/રાજ્ય સરકારો/ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલુ હોવુ જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની મેરિટ પોઝિશન અને સબમિટ કરેલી પોસ્ટ્સની પસંદગીના આધારે સિસ્ટમ જનરેટ કરેલી મેરિટ લિસ્ટ મુજબ
India Post GDS Recruitment 2022- લાયકાતના ધારાધોરણો
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર પાસે ભારત સરકાર/રાજ્ય સરકારો/ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલુ હોવુ જોઈએ. દરેક પદો માટે માંગવામાં આવેલ તમામ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવારે ઓછામાં ઓછા 10મા ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.
India Post GDS Recruitment 2022- વય મર્યાદા
લધુત્તમ વય મર્યાદા- 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા - 40 વર્ષ
India Post GDS Recruitment 2022- પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની મેરિટ પોઝિશન અને સબમિટ કરેલી પોસ્ટ્સની પસંદગીના આધારે સિસ્ટમ જનરેટ કરેલી મેરિટ લિસ્ટ મુજબ પસંદગી કરવામાં આવશે. આ નિયમો અનુસાર તમામ લાયકાતના ધારાધોરણ પૂર્ણ કરવા જરૂરી છે.
India Post GDS Recruitment 2022- આ રીતે કરો અરજી
ઉમેદવારો https://indiapostgdsonline.gov.in. પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.