Home /News /career /

Income Tax Recruitment 2022 : આવકવેરા વિભાગની ભરતી, 34,800 રૂપિયા મળશે પગાર

Income Tax Recruitment 2022 : આવકવેરા વિભાગની ભરતી, 34,800 રૂપિયા મળશે પગાર

Income Tax Recruitment 2022 : ઈનકમટેક્સ વિભાગમાં ડેપ્યુટેશન પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

Income Tax Department Recrutiment 2022 :   ભારત સરકારના આવકવેરા વિભાગે (Income Tax Department) વિવિધ પદો પર ભરતી અંગેની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગ દ્વારા કમ્પિટન્ટ ઓથોરિટી અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ ચેન્નાઈ ખાતે ઈન્સપેક્ટર, આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર Gr-II વગેરે પદો માટે ભરતી અંગેની જાહેરાત કરી છે

વધુ જુઓ ...
    Income Tax Department Recruitment 2022 :  ભારત સરકારના આવકવેરા વિભાગે (Income Tax Department) વિવિધ પદો પર ભરતી અંગેની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગ દ્વારા કમ્પિટન્ટ ઓથોરિટી અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ ચેન્નાઈ ખાતે ઈન્સપેક્ટર, આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર Gr-II વગેરે પદો માટે ભરતી અંગેની જાહેરાત કરી છે. વિવિધ પદો પર કરવામાં આવનાર ભરતી અંગેની જાણકારી અહીં આપવામાં આવી છે.

    અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિશિયલ નોટિફિકેશન ચકાસી પછી અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.



    Income Tax Department Recruitment 2022- ખાલી પડેલા પદ

    કુલ ખાલી પદો- 04

    ઈન્સપેક્ટર- 02, આસિસ્ટન્ટ- 01, સ્ટેનોગ્રાફર Gr-II- 01

    Income Tax Department Recruitment 2022- લાયકાત

    ઉમેદવાર આવકવેરા અથવા કસ્ટમ્સ અને GST (અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ) અથવા નાર્કોટિક્સ (સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અથવા આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર અથવા સેન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશનમાં સબ ઈન્સપેક્ટર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના સબ-ઇન્સ્પેક્ટર હોવો જોઈએ.

    ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાઓ અને આવકવેરા અથવા GST (અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ) અથવા કસ્ટમ્સ, ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અપર ડિવિઝન ક્લાર્ક અથવા ટેક્સ સહાયક હોવા જોઈએ.

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

    Income Tax Department Recruitment 2022- વય મર્યાદા

    ડેપ્યુટેશન દ્વારા પસંદગી માટે અરજી કરવાની અંતિમ તારીખે ઉમેદવારની મહત્તમ વય 56 વર્ષની હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા04
     લાયકાત

    ઉમેદવાર આવકવેરા અથવા કસ્ટમ્સ અને GST (અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ) અથવા નાર્કોટિક્સ (સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અથવા આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર અથવા સેન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશનમાં સબ ઈન્સપેક્ટર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના સબ-ઇન્સ્પેક્ટર હોવો જોઈએ.

    પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી ડેપ્યુટેશનને આધારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અથવા અન્ય કોઈ ઓર્ગેનાઈઝેશન/ડિપાર્ટમેન્ટમાં આ પસંદગી પહેલાંની અન્ય કેડર પોસ્ટમાં નિયુક્તિનો સમયગાળો સામાન્ય રીતે ત્રણ વર્ષથી વધુ ન હોવો જોઈએ.
    અરજી કરવાનું માધ્યમસરકારી ચેનલ દ્વારા
    અરજી શરૂ થવાની તારીખ 04 જાન્યુઆરી, 2022
    અરજી કરવાનું માધ્મયઓનલાઇન
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો



    Income Tax Department Recruitment 2022- પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ડેપ્યુટેશનને આધારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અથવા અન્ય કોઈ ઓર્ગેનાઈઝેશન/ડિપાર્ટમેન્ટમાં આ પસંદગી પહેલાંની અન્ય કેડર પોસ્ટમાં નિયુક્તિનો સમયગાળો સામાન્ય રીતે ત્રણ વર્ષથી વધુ ન હોવો જોઈએ. જો કે આ સમયગાળો સાત વર્ષ સુધી લંબાવી શકાય છે.

    Income Tax Department Recruitment 2022- પગાર

    ઈન્સપેક્ટર- PB-2 રૂ.. 9300- 34800-4200 (પ્રી- રિવાઈઝ્ડ) રિવાઈઝ્ડ- 35400/- & પે મેટ્રિક્સ લેવલ-6

    આસિસ્ટન્ટ- PB-2 રૂ. 9300- 34800-4200 (પ્રી- i રિવાઈઝ્ડ) રિવાઈઝ્ડ- 35400/- & પે મેટ્રિક્સ લેવલ -6

    સ્ટેનોગ્રાફર GR II- PB-2 રૂ. 9300- 34800-4200 (પ્રી- i રિવાઈઝ્ડ) રિવાઈઝ્ડ - 35400/- & પે મેટ્રિક્સ લેવલ -6

    Income Tax Department Recruitment 2022- આ રીતે કરો અરજી

    ઉપરોક્ત માહિતીને આધારે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોના નિર્ધારિત ફોર્મેટમાં તમનો બાયો-ડેટા ઈન્ટીગ્રિટી સર્ટિફિકેટ, વિજિલન્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ, છેલ્લા 10 વર્ષમાં કોઈ નાનો મોટો ગુનો કે દંડ ઉમેદવાર પર લાગૂ પડેલ નથી તેનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે. આ સાથે છેલ્લા 5 વર્ષની ACR/APAR ની પ્રમાણિત ફોટોકોપી પણ મોકલવાની રહેશે.

    આ પણ વાંચો : BHEL Recruitment 2022: એન્જીનિયર-સુપરવાઈઝરના પદો પર ભરતી, 71,000 સુધી મળશે પગાર

    આ પોસ્ટ માટે સ્વયંસેવક હોય તેવા અરજદારો અંતિમ તારીખે તેમનું નામ પાછું ખેંચી શકશે નહીં. માત્ર ઓફિસ દ્વારા યોગ્ય રીતે ફોરવર્ડ કરવામાં આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે અને ACR/APAR અને વિજિલન્સ ક્લિયરન્સ સાથેની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે.
    First published:

    Tags: Job and Career, Recrutiment 2022, Sarkari Nuakri 2022

    આગામી સમાચાર