ધો.10 પાસથી લઈ ગ્રેજ્યુએટ માટે સ્પોર્ટ્સ ક્વોટાની નોકરી, ઈનકમટેક્સની ભરતીમાં 20,000 રૂ. સુધી મળશે પગાર

ઈનકમટેક્સ વિભાગમાં સરકારી નોકરી

Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે પ્રયાસ કરતાં યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સાંપડી રહ્યા છે. આવકવેરા વિભાગ (Income Tax Department)માં ભરતીની જાહેરાત થઈ છે.દિ

  • Share this:

    સરકારી નોકરી માટે પ્રયાસ કરતાં યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સાંપડી રહ્યા છે. આવકવેરા વિભાગ (Income Tax Department)માં ભરતીની જાહેરાત થઈ છે.દિલ્હીમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ પર ભરતી (recruitment) કરવા માટે ખેલાડીઓ (sportspersons) પાસેથી અરજીઓ મંગાવાઈરહી છે.


    આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર, 2021 છે. નોર્થ વેસ્ટર્ન રાજ્યો, આંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો 30 નવેમ્બર, 2021 સુધી અરજી કરી શકે છે.


    આવકવેરા વિભાગ ભરતી2021:વેકેન્સી




    • કુલ પોસ્ટ- 21 પોસ્ટ

    • ટેક્સ આસિસ્ટન્ટ- 11 પોસ્ટ

    • સ્ટેનોગ્રાફર- 5

    • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 5


    ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી- શૈક્ષણિક લાયકાત




    • ટેક્સ આસિસ્ટન્ટ - ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ યુનિવર્સિટીની અથવા તે સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ડેટા એન્ટ્રી સ્પીડ પ્રતિ કલાક 8,000 કી ડિપ્રેશન્સ હોવી જોઈએ.

    • સ્ટેનોગ્રાફર- લાયકાત ધરાવનાર ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે.

    • મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ - ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે.


    નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યા : 21
    લાયકાત : 10 પાસથી ગ્રેજ્યુએટ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યુ અને પ્રોફિશિયન્સી ટેસ્ટ દ્વાર
    આવેદન કરવાની ફી : નિશુલ્ક
    આવેદન કરવાની અંતિમ તારીખ : 15 નવેમ્બર (30 નવેમ્બર નોર્થ ઇસ્ટ અને  આંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળના ઉમેદવારો માટે)
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો


    ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી- વયમર્યાદા


    આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ સુધીની હોવી જોઈએ. OBC કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. SC/ST કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.


    આ પણ વાંચો :   NFL Recruitment 2021: NFLમાં મેનેજમેન્ટના ટ્રેઇની માટે ભરતી, 40,000 રૂ.થી પગારની શરૂઆત

    કેવી રીતે અરજી કરવાની રહેશે


    અરજી કરનાર ઉમેદવારે નીચે જણાવેલ સર્ટીફિકેટ આપવા જરૂરી છે:




    1. ઉંમરના પુરાવા માટે મેટ્રિક/એસએસસીનું સર્ટીફિકેટ.

    2. શૈક્ષણિક લાયકાતના સર્ટીફિકેટ.

    3. રમતગમતના સર્ટીફિકેટ.

    4. SC/ST/OBC જાતિ સર્ટીફિકેટ.

    5. આધાર કાર્ડની ઝેરોક્ષ.

    6. રાજપત્રિત અધિકારી દ્વારા પ્રમાણિત થયેલ કલર ફોટો


    આ પણ વાંચો :   IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આવી બંપર ભરતી, આ રીતે કરો અરજી


    આ સરનામા પર અરજી મોકલવાની રહેશે

    ડેપ્યુટી કમિશનર, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ત્રીજો માળ, રૂમ નંબર 378A, સેન્ટ્રલ રેવન્યૂ બિલ્ડીંગ, I.P. એસ્ટેટ, ન્યૂ દિલ્હી ખાતે અરજી મોકલવાની રહેશે.


    First published: