આવકવેરા વિભાગે પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, મુંબઈના સ્પોર્ટ્સ કોટા અંતર્ગત વિવિધ પદોની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS), ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટના કુલ 155 પદો પર ભરતી કરવામાં આવશે.
આ પદ માટે અરજી પ્રક્રિયા 25 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો વેબસાઈટ incometaxmumbai.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
પદોની સંખ્યા- 155
પદ
સંખ્યા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ
64
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર
8
ટેક્સ આસિસ્ટન્ટ
83
લાયકાત
આ નોકરી માટે અરજી કરનાર ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ. તે સિવાય ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ આ પદ માટે અરજી કરી શકે છે. લાયકાત સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.