Home /News /career /

Job Palcement : દેશની આ શૈક્ષણિક સંસ્થાઓમાં તૂટ્યા રેકોર્ડ, 80થી વધુ વિદ્યાર્થીને 1 કરોડથી વધુની ઓફર

Job Palcement : દેશની આ શૈક્ષણિક સંસ્થાઓમાં તૂટ્યા રેકોર્ડ, 80થી વધુ વિદ્યાર્થીને 1 કરોડથી વધુની ઓફર

IIT Placements 2021 : સોમવાર અને મંગળવાર સુધીમાં આઈઆઈટીમાં કરોડો રૂપિયાના પેકેજ ઓફર થયા

IIT Placements 2021 : જણાવી દઈએ કે લગભગ 6 વર્ષ બાદ આ વખતે પેમ્પસ પ્લેસમેન્ટમાં 2 કરોડથી વધુના પેકેજ આપવામાં આવ્યાં છે. સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ઓફરે 2 કરોડનો આંકડો પાર કર્યો છે. તો આ તરફ ડોમેસ્ટિક પેકેજ પણ 1.8 કરોડ રૂપિયા સુધીના પેકેજના આંકડા પાર કર્યા છે.

વધુ જુઓ ...
    IIT Placements 2021 :  ભારતના પ્રતિષ્ઠિત ટેક્નિકલ શિક્ષણ સંસ્થાન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IITs) દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઈવ (IIT Placements) અંતગર્ત માત્ર 6 જ દિવસમાં વિદ્યાર્થીઓ પર કરોડો રૂપિયાના જોબ ઓફર્સ (Job Offers) નો જાણે વરસાદ કરી દીધો છે. સંસ્થાના અધિકારીઓ પ્રમાણે વિદ્યાર્થીઓને નોકરી મળવાની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું જ સારું રહ્યું છે. નોકરીઓના કુલ ઓફર્સથી લઈને કરોડોના પેકેજ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય ગત વર્ષે કોવિડ 19ના મારને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને મળતા આંતરરાષ્ટ્રીય ઓફર્સ (International Offers in IIT)ની સંખ્યામાં પણ વધારો થયો છે.

     IIT BHU:  ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે IIT BHUમાં સોમવારની બપોર સુધી 307 કંપનીઓએ 1142 ઓફર્સ આપ્યા છે. જ્યારે IIT કાનપૂરમાં શનિવાર સુધી આ આંકડો 940 પર પહોંચ્યો હતો. આમાંથી 47 આંતરરાષ્ટ્રીય ઓફર્સ પણ શામેલ છે. IIT રુડકીમાં 32 આંતરરાષ્ટ્રીય સહિત 1000થી વધુ ઓફર કરવામાં આવી. IIT ખડગપુરમાં ઓફર્સની સંખ્યા 1300 અને IIT ગુવાહટીમાં 625ને પાર કરી ગઈ છે. IIT મદ્રાસમાં 231 પ્રી પ્લેસમેન્ટ ઓફર્સ સહિત વિદ્યાર્થોને 1208 ઓફર્સનો લાભ મળ્યો છે.

    કાનપૂર, રુડકી, ખડગપુર અને વારાણસી IITમાં એક કરોડથી વધુ પેકેજની સંખ્યા 80ને પાર

    કાનપૂર, રુડકી, ખડગપુર અને વારાણસી IITમાં એક કરોડથી વધુ પેકેજની સંખ્યા 80ને પાર કરી ચુકી છે. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓને આ વર્ષે ઘણા વધુ આંતરરાષ્ટ્રીય તક મળી છે. આ વર્ષે કાનપુર, મદ્રાસ, રુડકી, ગુવાહટી અને બીએચયૂ IITમાં 220થી વધુ આંતરરાષ્ટ્રીય ઓફર્સ આવી છે.

    આ પણ વાંચો : Sarkari naukari: મહેસૂલ વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

    IIT મદ્રાસમાં આંતરરાષ્ટ્રીય ઓફર્સની સંખ્યા 181 ટકા ઉછાળા

    IIT મદ્રાસમાં આંતરરાષ્ટ્રીય ઓફર્સની સંખ્યા 181 ટકા ઉછાળા સાથે 45ની થઈ છે. ગત વર્ષે આ આંકડો 16નો હતો. IIT ગુવાહાટીમાં 366 ટકાના વધારા સાથે આંતરરાષ્ટ્રીય ઓફર્સ 6 થી વધુ 28 થઈ છે. IIT કાનપૂરમાં આ સંખ્યા 19 થી વધીને 47 થઈ. ખાસ વાત એ રહી કે IIT બીએચયૂમાં ગત વર્ષે શૂન્યની સરખામણીએ આ વર્ષે 35 આંતરરાષ્ટ્રીય ઓફર્સ આવ્યા છે.

    IIT વીએચયૂ કેમ્પસ પ્લેસમેન્ટ

    IIT વીએચયૂ કેમ્પસ પ્લેસમેન્ટ માટે રજીસ્ટર કરાવનારા 75 ટકાથી વધુ વિદ્યાર્થીઓને પહેલાથી જ નોકરી મળી ગઈ છે. IIT કાનપુરના ડાયરેક્ટર અભય કરંદિકરે જણાવ્યું કે, પ્લેસમેન્ટની દ્રષ્ટિએ આ અત્યાર સુધી સૌથી સારું વર્ષ રહ્યું છે. વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે, ગત થોડાં વર્ષોમાં સંસ્થામાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય બન્ને મામલે સૌથી વધુ ઓફર્સમાંથી એક આપવામાં આવી છે. સેક્ટર્સમાં ટેક ટેલેન્ટની ખૂબ માંગ છે. કૃષિ, રિટેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરમાં આધુનિક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહામારીને કારણે આ માંગમાં વધારો થયો છે.

    આ પણ વાંચો :  BOB Financial Recruitment 2021: ગ્રેજ્યુએટ માટે સિનિયર ઓફિસરથી મેનેજર સુધીની ભરતી, ફટાફટ કરો અરજી

    IIT ગુવાહટીમાં

    IIT ગુવાહટીમાં સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટના પ્રમુખ અભિષેક કુમારે જણાવ્યું કે, ગત 3 વર્ષોની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ઓફર્સ મળ્યાં છે. તેમણે જણાવ્યું કે, સ્ટાર્ટઅપમાં કરવામાં આવી રહેલી નિયુક્તિ સાથે સોફ્ટવેર કંપનીઓમાં ગત વર્ષોથી વધારો જોવા મળી રહ્યો છે.

    6 વર્ષ બાદ આ વખતે પેમ્પસ પ્લેસમેન્ટમાં 2 કરોડથી વધના પેકેજ

    જણાવી દઈએ કે લગભગ 6 વર્ષ બાદ આ વખતે પેમ્પસ પ્લેસમેન્ટમાં 2 કરોડથી વધુના પેકેજ આપવામાં આવ્યાં છે. સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ઓફરે 2 કરોડનો આંકડો પાર કર્યો છે. તો આ તરફ ડોમેસ્ટિક પેકેજ પણ 1.8 કરોડ રૂપિયા સુધીના પેકેજના આંકડા પાર કર્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IIT Placements, Job, આઇઆઇટી, કેરિયર

    આગામી સમાચાર