IIT Kanpur recruitment 2021: આઈઆઈટી કાનપુરમાં નોકરીની તક, 95 જગ્યા પર ભરતી, આવી રીતે કરો એપ્લાય

આઈઆઈટી કાનપુરમાં નોકરી માટેની આ તક ઝડપી પાડો, ફટાફટ કરો એપ્લાય

IIT Kanpur recruitment 2021: આઈઆઈટી કાનપુરની 95 જગ્યાની વેકેન્સી માટે અ સમાચાર વાંચો અને તેના દ્વારા સીધા ઘરબેઠા એપ્લાય કરો, ચેક કરો તમારી શૈક્ષણિક લાયકાત અને જગ્યાની વિગતો

  • Share this:
    IIT Recruitment:આઈઆઈટી કાનપુરમાં નોકરીની બમ્પર તક સામે આવી છે. નોકરી શોધી રહેલા યુવકો માટે નોન ટિચીંગ સ્ટાફની વિવિધ (IIT Kanpur Recruitment of Non Teaching Staff) જગ્યાઓ પર ભરતીમાં નસીબ અજમાવવાની તક છે. આઈઆઈટી કાનપુરમાં જુનિયર ટેકનિશિયન, જુનિયર ટેકનિકલ સુપરિટેન્ડન્ટ, આસિટન્ટ રજિસ્ટ્રાર, હિંદી ઓફિસર, સ્ટુડન્ટ્સ કાઉન્સિલર, જુનિયર આસિસ્ટન્ટ, ટ્રેનિંગ ઇનસ્ટ્રક્ટર, ડ્રાઇવર વગેરે જેવા પદની કુલ 95 જગ્યા પર નોકરી છે. આ નોકરીઓ માટે આઈઆઈટી કાનપુરની વેબસાઇટ (IIT Kanpur Job application Last Date) પર 16મી નવેમ્બર સુધી એપ્લિકેશન કરી શકાશે. ઉમેદવારી કરવા માંગતા યુવક-યુવતીઓએ નોટિફિકેશન વાંચી અને પોતાની શૈક્ષણિક લાયકાત, યોગ્યતા અને જરૂરી માહિતી વાંચવાની રહેશે. આઈઆઈટી દ્વારા આ જોબ માટે ઓનલાઇન એપ્લાય કરવાની તક પણ આપવામાં આવી છે.

    આ અરજી પ્રક્રિયા દ્વારા ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C ની જગ્યાઓ ભરવામાં આવશે. ગ્રુપ A માટે અરજી ફી રૂ .500 છે. જ્યારે ગ્રુપ બી અને ગ્રુપ સી માટે અરજી ફી 250 રૂપિયા હશે. આ ઉપરાંત, મહિલા ઉમેદવારો સહિત એસસી, એસટી, પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

    કેટલી જગ્યા ખાલી છે

    આઈઆઈટી કાનપુરમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની 3 જગ્યા ખાલી છે જ્યારે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 9 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત હિંદી ઑફિસરને 1 જગ્યા ખાલી છે. સ્ટૂડન્ટ્સ કાઉન્સિલરની 1 જગ્યા પર ભરતી છે જ્યારે જૂનિયર ટેકનિકલ સુપિરટેન્ડન્ટની 15 જગ્યા પર ભરતી છે. આ ઉપરાંત ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરની 4 જગ્યાઓ પર ભરતી છે જ્યારે જૂનિયનર ટેકનિશિયનની 17 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત જુનિયર આસિસ્ટન્ટની 31 જગ્યાઓ ખાલી છે. અંતે ડ્રાઇવરની એક જગ્યા પર પણ ભરતી છે.

    આ પણ વાંચો :  SBI Recruitment 2021: SBIની 600થી વધુ પોસ્ટ પર ભરતી, એપ્લાય કરવાની અંતિમ તક, ફટાફટ જાણો વિગતો

    IIT Kanpur recruitment 2021: પસંદગી પ્રક્રિયા

    આઈઆઈટીની નોકરીમાં હિંદી ઓફિસર, સ્ટુડન્ટ કાઉન્સિલર, ડેપ્યુટી રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પોસ્ટ માટે એકસપર્ટ પેનલ સામે એક્ઝામ થશે. જે એક પ્રકારે ઇન્ટરવ્યૂ જેવું હશે જ્યારે પસંદ થયેલા ઉમેદવારો માટે રિટર્ન ટેસ્ટ પણ યોજાઈ શકે છે.

    ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની પણ 1300થી વધુ જગ્યા પર છે ભરતી

    શના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC) દ્વારા લેક્ચરર માટેની સૌથી મોટી ભરતી બહાર પાડવામાં આવી હતી (UPPSC Lecturer Recruitment 2021 ) જોકે, 1300થી વધુ જગ્યા માટેની આ ભરતીની અંતિમ તારીખ 1મી ઑક્ટોબરે સમાપ્ત થઈ ગઈ છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દેશ આખામાં 900 પોસ્ટ પર ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર-નોન ટિચીંગ સ્ટાફ માટે તક

    ઓનલાઇન એપ્લિકેશન માટે

    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે ઉમેદવારો ડાયરેક્ટર આઈઆઈટી કાનપુરની આ લિંક પર ક્લિક કરી અને એપ્લાય કરી શકશે. એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો 
    Published by:Jay Mishra
    First published: