Home /News /career /IIT કાનપુરે ફરી તોડ્યો રેકોર્ડ, પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને કરોડોની જોબ ઓફર

IIT કાનપુરે ફરી તોડ્યો રેકોર્ડ, પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને કરોડોની જોબ ઓફર

IIT કાનપુર

IIT Kanpur Pre Placement : IIT કાનપુરે વધુ એક રેકોર્ડ તોડ્યો છે. કંપનીઓ દ્વારા પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને કરોડોની જોબ ઓફર આપવામાં આવી છે. જેમાં, લગભગ 172 વિદ્યાર્થીઓ દ્વારા કંપનીઓની જોબ ઓફરને સ્વીકારવામાં આવી છે.

    IIT Kanpur Pre Placement : IIT કાનપુરે વધુ એક રેકોર્ડ તોડ્યો છે. કંપનીઓ દ્વારા પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને કરોડોની જોબ ઓફર આપવામાં આવી છે. જેમાં, લગભગ 172 વિદ્યાર્થીઓ દ્વારા કંપનીઓની જોબ ઓફરને સ્વીકારવામાં આવી છે.

    ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન, IIT કાનપુરમાં પ્લેસમેન્ટ થતા પહેલા જ વિદ્યાર્થીઓને નોકરીઓ મળવાની શરૂ થઈ ગઈ છે, જેના પેકેજીસ પણ કરોડોમાં આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કંપનીઓએ IIT કાનપુરમાં પ્રિ પ્લેસમેન્ટમાં જ વિદ્યાર્થીઓને 22 લાખ જેટલા પેકેજ પર નોકરી આપી છે.

    આ પણ વાંચો:  શું તમે ગ્રેજ્યુએટ છો ? તો તમને પણ SBIમાં મળી શકશે નોકરી

    ઉલ્લેખનીય છે કે, IIT કાનપુરમાં પ્લેસમેન્ટ 3 મહિના બાદ શરૂ થશે, પરંતુ તે પહેલા જ IIT Kanpur Pre Placement માં જ અનેક વિદ્યાર્થીઓને સારા પેકેજ સાથે નોકરીઓની ઓફર મળી રહી છે. જેમાં લગભગ 172 વિદ્યાર્થીઓએ તો ઓફર પણ સ્વીકારી લીધી છે. જણાવી દઈએ કે, પાછલા વર્ષની તુલનામાં 35 ટકા વધુ વિદ્યાર્થીઓને પ્રિ પ્લેસમેન્ટમાં જોબ ઓફર (pre placement offer ) મળ્યા છે.

    આ અગાઉ પણ IIT કાનપુરમાં જોબ ઓફરને લઈને રેકોર્ડ્સ બ્રેક થતા જોવા મળ્યા (iit kanpur placements) છે. વર્ષ 2021-22માં  વિદ્યાર્થીઓને અધિકત્તમ 2.3 કરોડ પેકેજ મળ્યું હતું, જ્યારે સરેરાશ  પેકેજ 28.7 લાખ જોવા મળ્યું હતું. આ ઉપરાંત, 2020-21 માં અધિકત્તમ 1.4 કરોડ અને સરેરાશ 24.4 લાખ પેકેજ મળ્યું હતું.

    આ પણ વાંચો:  Career Tips:આગામી 5 વર્ષમાં તમે શું કરવા માંગો છો? જાણો કરિયર પ્લાનિંગના ફાયદા

    ગ્રેજયુટ માટે છે SBIમાં છે બમ્પર ભરતી


    SBI Recruitment 2022 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં બમ્પર ભરતીની જાહેર કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે,  જુનિયર એસોસિએટના 5008 પદો પર ભરતી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવારો sbi.co.in વેબસાઇટ પરથી આવેદન કરી શકશે. આ સમાચાર વિગતવાર વાંચવા માટે અહી ક્લિક કરો..
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jobs and Career, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन