ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (The Indian Institute Of Technology) જમ્મુમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ પર નોકરી (Job) મેળવવા ઇચ્છુક ઉમેદવારો આઈઆઈટી (IIT) જમ્મુની સત્તાવાર વેબસાઈટ iitjammu.ac.in. પર ઓનલાઈન અરજી કરી શકે છે. IIT જમ્મુમાં ખાલી જગ્યા પર અરજી કરવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર છે. આ દરમિયાન કુલ 36 જગ્યા પર ભરતી થશે.
ડેપ્યુટી રજિસ્ટ્રાર : 55 ટકા ગુણ સાથે માસ્ટર ડીગ્રી અથવા 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર સમકક્ષ CGPA જરૂરી છે. આ સાથે (બી) પે મેટ્રિક્સ લેવલ 10માં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે 5 વર્ષનો વહીવટી અનુભવ (અગાઉથી સુધારેલા પીબી-3: જીપી 5400) કે અથવા સરકારમાં સમકક્ષ પદમાં સહાયક રજિસ્ટ્રાર તરીકે 5 વર્ષનો વહીવટી અનુભવ જરૂરી છે.
કરિયર ડેવલપમેન્ટ ઓફિસર : એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ક્વોલિફાઇંગ ડિગ્રીમાં 10 પોઇન્ટના સ્કેલ પર સમકક્ષ CGPA સાથે લીડરશીપના હોદ્દા પર શૈક્ષણિક સંસ્થાઓની કોર્પોરેટ્સ ઓફિસમાં HRમાં ઓછામાં ઓછો 05 વર્ષનો અનુભવ જરૂરી છે.
આસિસ્ટન્ટ એન્જીનીયર : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી અથવા તેના સમકક્ષ કે ઓછામાં ઓછા 55% ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગ અથવા સમકક્ષ ડિપ્લોમા જરૂરી છે.
કેરટેકર/મેનેજર : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્વોલિફાઇંગ ડિગ્રીમાં 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર ઓછામાં ઓછા 55% માર્ક્સ અથવા સમકક્ષ સીજીપીએ સાથે હોટેલ મેનેજમેન્ટ અથવા સમકક્ષમાં ડિગ્રી સાથે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોટલ/હોસ્ટેલમાં 05 વર્ષનો અનુભવ.
આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ઓફિસર : બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન (B.Ph Ed.) અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટમાંથી 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર ઓછામાં ઓછા 55% માર્ક્સ અને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સરકારી સંસ્થામાં 03 વર્ષનો સંબંધિત અનુભવ.
જુનિયર લાઈબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ : ઓછામાં ઓછા 55% ગુણ સાથે કોઈપણ ડીસીપ્લીનમાં સ્નાતકની ડિગ્રી અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર ઓછામાં ઓછા 55% માર્ક્સ અથવા સમકક્ષ CGPA સાથે M.Lib.Sc/MLIS જરૂરી છે.
જુનિયર આસિસ્ટન્ટ : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અથવા 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર CGPA કે ઓછામાં ઓછા 55% ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી અથવા 10 પોઇન્ટ સ્કેલના સ્કેલ પર સમકક્ષ CGPA જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક લાયકાત અને ઉંમરના માપદંડો વિશે વધુ જાણવા માટે ઉમેદવારે IIT જમ્મુ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પર નજર નાખવી જોઈએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર