Home /News /career /પ્રવેશ પરીક્ષા વગર સ્કિલ શીખવાની તક, IIT ગુવાહાટીએ શરૂ કર્યા ઓનલાઈન એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ

પ્રવેશ પરીક્ષા વગર સ્કિલ શીખવાની તક, IIT ગુવાહાટીએ શરૂ કર્યા ઓનલાઈન એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ

IIT ગુવાહાટીએ શરૂ કર્યા ઓનલાઈન એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ, જાણો વિગતો

આઈઆઈટી ગુવાહાટી (IIT Guwahati) તેની બ્રાન્ડ એડ્યુરેકા (Edureka) દ્વારા ચલાવાતા વેરાન્ડા (Veranda) થકી ઓનલાઈન ફોર્મેટમાં અનેક ટેકનિકલ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમો અને પ્રોગ્રામ ઓફર કરી રહી છે.

    આઈઆઈટી ગુવાહાટી (IIT Guwahati) તેની બ્રાન્ડ એડ્યુરેકા (Edureka) દ્વારા ચલાવાતા વેરાન્ડા (Veranda) થકી ઓનલાઈન ફોર્મેટમાં અનેક ટેકનિકલ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમો અને પ્રોગ્રામ ઓફર કરી રહી છે. આ અભ્યાસક્રમો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન ટેકનોલોજી (E&ICT) એકેડેમી દ્વારા ઓફર કરવામાં આવશે. વર્તમાન સમયમાં સ્કિલ ધરાવતા કર્મચારીઓની બહોળી માગ છે અને સમય જતાં આ માગમાં મોટો ઉછાળો જોવા મળશે.

    આવી સ્થિતિમાં આઈઆઈટી ગુવાહાટીના અભ્યાસક્રમ મદદરૂપ નીવડી શકે છે.
    આઇઆઇટી દ્વારા પ્રોડક્ટ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ તથા ડિજિટલ બિઝનેસ મેનેજમેન્ટના ખાસ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. આઇઆઇટીનો ઉદ્દેશ વિકાસ પામતા વિસ્તારોમાં સ્કીલ ધરાવતા માનવ સંસાધનોનો પૂલ ઊભો કરવાનો છે.

    આ પણ વાંચો:  Bank Recruitment 2022: ગ્રેજયુટ માટે બેન્કમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાંસ, 19 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

    આ અભ્યાસક્રમોમાં જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સહ-શિક્ષણ આપવામાં આવશે અને તેમાં વ્યક્તિગત કારકિર્દી કોચિંગ, માર્ગદર્શનનો સમાવેશ કરવામાં આવશે. આ દરેક નવા અભ્યાસક્રમોમાં સિમ્યુલેશન્સ, હેન્ડ્સ-ઓન પ્રેક્ટિસ અને કેસ સ્ટડીઝનો સમાવેશ કરવામાં આવશે.

    અભ્યાક્રમો અંગે E&ICT એકેડમી આઇઆઇટી ગુવાહાટીના ચીફ ઇન્વેસ્ટિગેટર પ્રો.ગૌરવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,  વિશ્વ ડિજિટલ અર્થતંત્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતની વર્કફોર્સ સુધારવા માટે આ સ્કીલ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ પૂર્ણ કરશે તેમને E&ICT એકેડેમી આઇઆઇટી ગુવાહાટી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.

    આ એસોસિએશન વિશે વાત કરતા વેરાન્ડાના હેડ આદિત્ય મલિકે જણાવ્યું હતું કે, અમે E&ICT એકેડેમી આઇઆઇટી ગુવાહાટી સાથે ભાગીદારી કરીને ખુશ છીએ. તેનાથી આ ઝડપથી વિકસતા તકનીકી વાતાવરણમાં વિદ્યાર્થીઓ, બિઝનેસ માલિકો અને કર્મચારીઓમાં સ્કિલ સેટને અપગ્રેડ કરવામાં મદદ મળી શકે છે.

    આ પણ વાંચો:  પરીક્ષા વગર મેળવો આ સરકારી નોકરી, બસ હોવી જોઈએ આ યોગ્યતા, મળશે લાખોનો પગાર

    તેઓ વધુમાં કહે છે કે, અમારા સ્ટડીમાં બહાર આવ્યું છે કે, અત્યારે સાચે જ ટેલેન્ટ ગેપ છે અને કંપનીઓ વિકાસ કરી શકે તે માટે આ ગેપને રોકવો ખૂબ જ જરૂરી છે. E&ICT એકેડેમી આઇઆઇટી ગુવાહાટી અને બ્રાન્ડ એડ્યુરેકા દ્વારા ઓફર કરવામાં આવતા દરેક અભ્યાસક્રમમાં કુશળ માર્ગદર્શન આપવામાં આવશે. વ્યવસાય અને ઉદ્યોગની માંગને અનુરૂપ કારકિર્દીમાં આગળ ધપવા અને વધુ સ્કીલ મેળવવામાં મદદ કરશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन